#ParadisePapers : ઑફશોર ફંડમાં ક્વીનની ખાનગી કંપનીએ પણ કર્યું હતું રોકાણ
- પેરેડાઇઝ પેપર્સ રિપોર્ટીંગ ટીમ
- બીબીસી પનોરમા

ઇમેજ સ્રોત, Getty Images
લીક થયેલા દસ્તાવેજોથી જાણવા મળે છે કે મહારાણીની ખાનગી સંપત્તિમાંથી એક કરોડ પાઉન્ડનું વિદેશોમાં રોકાણ કરાયું હતું.
લીક થયેલા દસ્તાવેજોથી જાણવા મળે છે કે મહારાણીની ખાનગી સંપત્તિમાંથી એક કરોડ પાઉન્ડનું વિદેશોમાં રોકાણ કરાયું હતું.
આ રકમનું ડચી ઑફ લેંકેસ્ટર કૈમન આઇલેન્ડ્સ અને બરમુડાના ફંડમાં રોકાણ કર્યું હતું. ડચી ઑફ લેંકેસ્ટર મહારાણીને આવક આપે છે અને તેમના લગભગ પચાસ કરોડ પાઉન્ડની ખાનગી સંપત્તિના રોકાણને સંભાળે છે.
ગરીબોનું શોષણ કરવાના આરોપનો સામનો કરી ચૂકેલી કંપની બ્રાઇટહાઉસમાં પણ નાનાં રોકાણ કરાયાં છે. ઑફશોર લાઇસન્સ ફર્મ થ્રેશર્સમાં પણ રોકાણ કરાયું છે.
તમને આ વાંચવું પણ ગમશે :
આ કંપનીએ જો કે પછી 1.75 કરોડ પાઉન્ડનાં દેવા સાથે પોતાનું કામ બંધ કરી દીધું હતું.
500 મિલિયન પાઉન્ડના ચીફ ફાઇનાન્સ ઓફિસર ક્રિસ એડૉકે બીબીસીને જણાવ્યું કે, "અમારી રોકાણની યોજના સલાહ અને અમારા સલાહકારના સૂચનના આધારે નક્કી કરાય છે."
"ડચીએ હંમેશા માત્ર મોટા ખાનગી રોકાણકારો સાથે જ રોકાણ કર્યું છે. તેમના માટે અમારા સલાહકારોના સૂચનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે."
ડચી ઑફ લેંકેસ્ટરના એક પ્રવક્તાએ ઉમેર્યું કે, "અમે ઘણી જગ્યાએ રોકાણ કરીએ છીએ તેમાંથી ઘણા ફંડ વિદેશોના હોય છે. અમારા બધા જ ફંડની તપાસ થાય છે અને તે કાયદેસર હોય છે."
"મહારાણી ડચી પાસેથી જેટલી આવક મેળવે છે તેના માટે તેઓ સ્વેચ્છાએ ટેક્સ પણ ભરે છે."
ડચીની પ્રતિષ્ઠા
ઇમેજ સ્રોત, Getty Images
બે ફંડ એવા સામે આવ્યા છે કે જેમનો સંબંધ બ્રિટીશ હૂકુમત સાથે છે
ડચીના રોકાણ અંગે તમામ જાણકારી પેરેડાઇઝ પેપર્સમાં મળી. પેરેડાઇઝ પેપર્સમાં 1.34 કરોડ દસ્તાવેજો છે. આ દસ્તાવેજોમાં એપલબી જેવી કંપનીના દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે.
બે ફંડ એવા સામે આવ્યા છે કે જેમનો સંબંધ બ્રિટીશ હૂકુમત સાથે છે અને તેમાં કોઈ કોર્પોરેટ ટેક્સનો ઉલ્લેખ નથી.
પરંતુ ડચીનું કહેવું છે કે તે એ વાતથી અજાણ હતાં કે વિદેશોમાં રોકાણ કરવાથી ટેક્સમાં લાભ મળે છે. તેમણે એવું પણ ઉમેર્યું કે તેમની કંપનીની રોકાણ પોલિસીમાં ટેક્સ સ્ટ્રેટેજીનું કોઈ સ્થાન ન હતું.
દસ્તાવેજમાં જાણવા મળ્યું છે કે ડચી ઑફ લેંકેસ્ટરે વર્ષ 2004માં બરમુડા સ્થિત જ્યુબિલી એબ્સોલ્યુટ રિટર્ન ફંડ લિમિટેડ નામની કંપનીમાં 5 મિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું હતું.
આ રોકાણનો સમયગાળો વર્ષ 2010 સુધી હતો. વર્ષ 2005માં ડચી ડોવર સ્ટ્રીટ VI કેમેન ફંડ LPમાં 5.7 મિલિયન પાઉન્ડનું રોકાણ કરવા તૈયાર થઈ હતી.
દસ્તાવેજો જણાવે છે કે ફંડનું રોકાણ મેડિકલ અને ટેકનોલોજી ક્ષેત્રે કરવામાં આવ્યું હતું.
બ્રાઇટ-હાઉસ ભાડેથી ખરીદવા માટેનું જોડાણ 2007 માં શરૂ થયું હતું જ્યારે અમેરિકી કંપનીએ ડચીને પાંચ પ્રોજેક્ટ માટે 4,50,000 ડોલર ફાળવવા કહ્યું હતું. તેમાં બે યુકે હાઈ સ્ટ્રીટ રિટેઇલર ખરીદવાની પણ વાત થઈ હતી.
આ કંપનીઓમાં લંડન સ્થિત કંપની વિઝન કેપિટલનો સમાવેશ થયો હતો જેણે બ્રાઇટહાઉસ પર 100% કબજો મેળવ્યો હતો અને 75% થ્રેશર્સ પર કબજો મેળવ્યો હતો.
બ્રાઇટ હાઉસની બદનામી
ઇમેજ સ્રોત, Alamy
બ્રાઇટ હાઉસે જવાબદાર ઋણદાતા તરીકે જવાબદારી ન નિભાવી હોવાના આરોપ લાગ્યા છે
નવા માલિકની સાથે થ્રેશરની બેલેન્સ શીટ ઋણથી ભરાઈ ગઈ હતી અને બે વર્ષ સુધી કોઈ કોર્પોરેટ ટેક્સ ભરવામાં આવ્યો ન હતો.
આ કંપનીએ ત્યારબાદ 1.75 કરોડ પાઉન્ડના દેવા સાથે પોતાનું કામ બંધ કરી દીધું હતું, જેનાથી છ હજાર લોકોએ નોકરી ગુમાવી દીધી હતી.
અંતે વિઝન કેપિટલના બ્રાઇટ હાઉસે લક્સમબર્ગ સ્થિત કંપનીમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને યુકેમાં થોડું થોડું કોર્પોરેટ ટેક્સ ભરવાનું શરૂ કર્યું હતું.
ગત મહિને યુકેના ફાઇનાન્શિયલ રેગ્યુલેટર ફાઇનાન્શિયલ કંડક્ટ ઓથોરિટીએ કહ્યું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ફર્નિચર વેચતી કંપની બ્રાઇટહાઉસ લોકોને માસિક હફ્તે વસ્તુઓ વેચે છે, તેમણે ઋણદાતા તરીકે પોતાની જવાબદારી નથી નિભાવી.
તેમણે 2,49,000 ગ્રાહકોને 14.8 મિલિયન પાઉન્ડના નુકસાનની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો હતો.
ડચીએ જણાવ્યું કે કેમેન આઇલેન્ડમાં તેમનું રોકાણ વર્ષ 2019-2020 સુધી ચાલુ રહેવાનું છે અને તે તેમની કુલ મિલકતનો માત્ર 0.3% હિસ્સો છે.
જ્યારે તેના પર મળતું વ્યાજ એ તો મિલકતનો 0.0006% ભાગ છે. ડચીએ થ્રેશર્સમાં વ્યાજની કોઈ રકમ ફોડ પાડીને જણાવી નહોતી.
વિઝન કેપિટલના પ્રવક્તા કહે છે, "વિઝન કેપિટલ કાયદા અને નિયમોના આધારે ચાલે છે. તે સમયસર ટેક્સ ભરે છે. કોઈ પ્રકારની ઉલટી સુલટી વાતો સાંભળવા મળે તો તે સંપૂર્ણપણે ખોટી છે."
ઇમેજ સ્રોત, HIDEFUMI NOGAMI, ASAHI SHIMBUN
ડચીનો વાર્ષિક રિપોર્ટ કહે છે કે તેઓ હંમેશા દરેક ક્રિયા કે પછી છોડી દેવાયેલા મુદ્દાની ઉપેક્ષા કરે છે કે જેનાથી ડચી કે પછી ક્વીનની પ્રતિષ્ઠા પર અસર પડી શકે છે.
લેબર પાર્ટીના MP માર્ગરેટ હોજે કે જેઓ કૉમન્સ પબ્લિક અકાઉન્ટન્સ કમિટીના પ્રમુખ રહી ચૂક્યા છે, તેઓ કહે છે કે તેઓ ક્વીનના રોકાણ સલાહકારો પર ખૂબ ગુસ્સે થયાં હતાં.
માર્ગરેટનાં આધારે રોકાણ સલાહકારો જ ક્વીનની પ્રતિષ્ઠાને મુશ્કેલીમાં લાવી રહ્યા છે.
તેઓ કહે છે, "જ્યારે તમે ક્વીનના પૈસાની દેખરેખ કરો છો, ત્યારે તમારે સ્પષ્ટતાથી પણ વધારે સ્પષ્ટ થવું જરૂરી છે. તમારે ક્યારેય પણ મની લોન્ડરિંગ, ટેક્સ ન ભરવા અને પૈસા કમાવવાના શંકાસ્પદ રસ્તા અપનાવવા જેવા ગંદા ધંધાની નજીક ન જવું જોઈએ."
'નિર્બળનો ભોગ'
ઇમેજ સ્રોત, Alamy
મહારાણીની ખાનગી સંપત્તિમાંથી રિટેઇલર કંપની બ્રાઇટહાઉસમાં પણ સામાન્ય રોકાણ કરાયું હતું.
બ્રાઇટ હાઉસનું બિઝનેસ મોડેલ ઘણા સમયથી વિવાદમાં છે.
વર્ષ 2015નો સંસદીય રિપોર્ટ કહે છે કે કંપની 94% સુધી વ્યાજદર ચાર્જ કરતી હતી. પાંચ ગ્રાહકોમાંથી એક ગ્રાહક ઋણમાં ડૂબેલો હતો. 10 વેચાયેલી વસ્તુઓમાંથી એક વસ્તુ પર ફરી કબજો મેળવી લેવાતો હતો.
MP અને લૉર્ડ્સ દ્વારા કરાયેલી તપાસમાં જાણવા મળ્યું છે કે સેમસંગનાં એક ફ્રિઝરની કિંમત જૉન લેવિસમાં 644 પાઉન્ડ છે પણ બ્રાઇટ હાઉસના પાંચ વર્ષના માસિક હપ્તાના પ્લાન અંતર્ગત એ જ ફ્રિઝરની કિંમત 1,716 પાઉન્ડ છે.
ડચીના રોકાણ સમયે બ્રાઇટ હાઉસ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું હતું. કંપની પર નિર્બળ લોકોનો ભોગ બનાવવા આક્ષેપ હતો.
કંપની દાવો કરે છે કે તે એક જવાબદાર દેવાદાર છે. તેમના 300 સ્ટોરના માધ્યમથી લાખો બ્રિટીશ એ વસ્તુઓ ખરીદવા સક્ષમ બને છે જેને તેઓ ખરીદવા અસક્ષમ છે.
બ્રાઇટ હાઉસે ગાર્ડિયન ન્યૂઝપેપરને કહ્યું હતું કે તેઓ ટેક્સના દરેક નિયમોનું પાલન કરે છે અને તે સમયસર ટેક્સ ભરે છે.
પ્રોજેક્ટ બર્ટી
વિઝન કેપિટલે જણાવ્યું હતું કે વર્ષ 2007માં તેણે બ્રાઇટહાઉસ અને થ્રેશર્સનો હિસ્સો કબજે કર્યો હતો.
સપ્ટેમ્બર 2007માં રોકાણકારોને 6% રકમ ભરવા કહેવામાં આવ્યું હતું. તેમાં પ્રોજેક્ટ બર્ટીનો પણ સમાવેશ થયો હતો.
રોકાણકારોને કહેવામાં આવ્યું હતું કે પ્રોજેક્ટ બર્ટી એ વિઝન કેપિટલ દ્વારા સ્થાપવામાં આવેલી એક કંપનીને હસ્તગત કરવા માટે સ્થાપવામાં આવ્યું હતું.
ડચી ઑફ લેંકેસ્ટરના 4,50,000 ડૉલરનાં કમિટમેન્ટને "કેપિટલ કોલ"ના દસ્તાવેજમાં સામેલ કરાઈ છે.
વધુ એક દસ્તાવેજમાં જ્યુબિલી એબ્સોલ્યુટ રિટર્ન ફંડમાં રોકાણની માહિતી આપે છે.
પૂર્ણ સ્પષ્ટતા
ડચી ઑફ લેંકેસ્ટરની સ્થાપના 700 વર્ષ પહેલાં થઈ હતી. તેની પાસે કોમર્શિયલ અને રહેણાંક પ્રોપર્ટીનો પોર્ટફોલિયો અને નાણાંકીય રોકાણ છે.
તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્વીનને આવક આપવાનો છે. તેને "ડ્યૂક ઑફ લેંકેસ્ટર" તરીકે પણ ઓળખવામાં આવે છે.
ડચી ટેક્સ હેઠળ નથી આવતી. જો કે વર્ષ 1993થી ક્વીન ડચી પાસેથી મળેલી આવકનો ટેક્સ સ્વેચ્છાએ ભરતા આવ્યા છે.
ડચીના વાર્ષિક રિપોર્ટ અને અકાઉન્ટમાં તેનાં ખાતાંની માહિતી હોય છે. ફાયનાન્શિયલ પરફોર્મન્સને સંસદ સમક્ષ રાખવામાં આવે છે.
વિદેશોમાં કરાયેલા રોકાણનો રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ નથી હોતો. જો કે ડચીના ખાતાંની તમામ માહિતી આપવાની જરૂર નથી હોતી.
શાહી પરિવારની સંપત્તિ પર પુસ્તક લખી ચૂકેલા ડેવ મૅકક્લરે બીબીસીને કહ્યું કે "ડચી પર નેશનલ ઑડિટ ઓફિસ દ્વારા સંસદીય તપાસ માટે દબાણ બનાવવામાં આવી શકે છે."
"આ સમસ્યાનો ઉકેલ કદાચ પૂરી માહિતી બાદ જ મળી શકે છે. તેનાથી બધા જ જાણી શકે છે કે કેવા પ્રકારનાં રોકાણ તે કરી રહ્યા છે."
ઇમેજ સ્રોત, Getty Images
ડચીએ કહ્યું છે કે ક્વીન ડચીની કંપનીઓ અને ખરીદાયેલી પ્રોપર્ટીમાં ખૂબ રસ ધરાવે છે. પરંતુ તે એક ચાન્સેલર અને ડચી કાઉન્સિલની પણ નિમણૂક કરે છે જે દરેક લેણ દેણ પર નજર રાખે છે.
શું ડચીએ અત્યારે વિદેશમાં ક્યાંય રોકાણ કર્યું છે? તે સવાલના જવાબમાં કહેવામાં આવ્યું કે હાલ ડચી આયર્લેન્ડમાં રોકાણ કરી રહી છે.
ડચી ઑફ લેંકેસ્ટરના ચાન્સેલર એક સરકારી મંત્રી છે અને તે કેબિનેટમાં બેસે છે. પરંતુ તે કંપની ચલાવવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે.
સર પેટ્રીક મૅકલોગ્લિન હાલ ચાન્સેલરની ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ કન્ઝર્વેટીવ પાર્ટીના ચેરમેન પણ છે.
ડચીએ સપ્ટેમ્બર 2005માં ડોવર સ્ટ્રીટ VI કેમેન ફંડ LPમાં રોકાણ કર્યું હતું. ત્યારે તેના ચાન્સેલર લેબર MP જોન હટ્ટન હતા.
જ્યારે કંપનીએ બ્રાઇટ હાઉસ અને થ્રેશર્સ પર કબજો મેળવ્યો ત્યારે એડ મિલિબેન્ડ ચાન્સેલર હતા.
યોગાનુયોગે વર્ષ 2016માં પૂર્વ લેબર નેતાને બ્રાઇટ હાઉસ જેવી કંપનીના બાય-ટૂ-રેન્ટ કંપનીઓ માટે વધુ સારા કાયદા બનાવવા માટે બીબીસીના વિક્ટોરિયા ડર્બીશાયર પ્રોગ્રામમાં બોલાવવામાં આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
પેરેડાઇઝ પેપર્સ: કેવી રીતે થાય છે કરચોરી, છુપાવાય છે અસ્કયામતો
પેરેડાઇઝ પેપર્સ જાહેર થતા એક સામાન્ય પ્રશ્ન મનમાં ઉદભવે છે કે આ બધું કેવી રીતે શક્ય છે?