જર્મનીને બે અલગ દેશોમાં વિભાજિત કરતી એ દીવાલ રાતોરાત ઊભી કરાઈ હતી

ગળે મળતા લોકો Image copyright Reuters
ફોટો લાઈન ઘણા લોકોએ એકબીજાને વર્ષોથી જોયા નહોતા

30 વર્ષ પહેલા બર્લિનની દીવાલે યુરોપને બે અલગ હિસ્સામાં વિભાજીત કર્યું હતું.

લોકોનાં આશ્ચર્યની વચ્ચે આ દીવાલ રાતોરાત ઊભી કરવામાં આવી હતી. બંને તરફથી લોકોની અવર જવર રોકી દેવાઈ હતી.

તેની 25મી વર્ષગાંઠ નિમિત્તે તેને આખરે 1989માં તોડી દેવામાં આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

જાણીએ કે તે દીવાલ કેમ બનાવવામાં આવી હતી અને તેની લોકોનાં જીવન પર કેવી અસર થઈ હતી.


બર્લિનની દીવાલ કેમ બાંધવામાં આવી હતી?

બીજા વિશ્વયુદ્ધના અંતમાં જર્મનીએ બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને સોવિયત યુનિયન (રશિયા દ્વારા ચાલતા પૂર્વીય યુરોપિયન દેશોના સમૂહ)ની શરણાગતિ સ્વીકારી હતી.

દેશોના આ સમૂહે જર્મની પર નિયંત્રણ રાખવા અંદરો અંદર જવાબદારી વહેંચી લીધી.

બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સે જર્મનીના પશ્ચિમના વિસ્તારોનો કબજો લીધો હતો અને સોવિયત યુનિયન પૂર્વની દેખરેખ રાખતો હતો.

બર્લિન સોવિયેત ઝોનમાં હતું. પરંતુ જર્મનીની રાજધાની તરીકે નક્કી કર્યા બાદ તેને ચાર ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યું. જેથી કરીને ચારેય દેશ એક એક ક્ષેત્ર પર રાજ કરી શકે.


તણાવ અને ભાગલા

ફોટો લાઈન બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપનું વિભાજન થયું

તે ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ ગયું કે સોવિયત યુનિયનની દેશ ચલાવવાની રીત અલગ હતી. 1949 સુધીમાં જર્મનીના બે ભાગલા થયા અને બે દેશ બન્યા.

ધ ફેડરલ રીપબ્લિક જર્મની(પશ્ચિમ જર્મની), જ્યાં બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સનું રાજ હતું. જ્યારે કે જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક (પૂર્વ જર્મની), સોવિયત યુનિયન દ્વારા ચલાવવામાં આવ્યું.

પશ્ચિમ જર્મનીને પર બ્રિટન અને અમેરિકાનું રાજ હતું એટલે તેમને અમેરિકા અને બ્રિટનના લોકોને જેવી સ્વતંત્રતા મળી.

અહીંના લોકો ગમે ત્યાં હરી ફરી શકતા, મન પસંદ સંગીત સાંભળી શકતા અને તેમના મંતવ્યો વ્યક્ત કરી શકતા.

જ્યારે કે પૂર્વ જર્મનીમાં લોકોને સખત કાયદાનું પાલન કરવું પડતું. લોકોએ કેવી રીતે વર્તવું જોઈએ તે અંગેના નિયમો સખત હતા અને તેમનાં પર પોલીસની નજર રહેતી.

જેમ જેમ વર્ષો વીતવાં લાગ્યાં હજારો લોકો પૂર્વ જર્મનીથી પશ્ચિમ જર્મની ભાગવાં લાગ્યાં. આ સ્થળાંતર રોકવા માટે બર્લિનની દીવાલ બાંધવામાં આવી હતી.


દીવાલ કેવી રીતે બની?

Image copyright Reuters
ફોટો લાઈન દીવાલ તોડવાની ઘોષણા થતા જ લોકો દીવાલ પર ચઢી ગયા હતા

1961માં સોવિયત યુનિયનના નેતા, નિકેતા કુશ્ચોવે આદેશ આપ્યો હતો કે પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચે દીવાલ બનાવવામાં આવશે જેથી કરીને લોકોનું સ્થળાંતર રોકી શકાય.

13 ઑગસ્ટના રોજ ઝડપથી રાતોરાત દીવાલ બનાવવામાં આવી હતી. સવારે ઉઠીને લોકોને ખબર પડી હતી કે તેમના મિત્રો અને પરિજનો દીવાલની બીજી તરફ રહી ગયા હતા.

દીવાલ પૂર્વ અને પશ્ચિમ બર્લિનની વચ્ચે એ રીતે બનાવવામાં આવી હતી જેથી કરીને લોકો તેને પાર ન કરી શકે.

તે મૂળરૂપે 96 માઇલ કાંટાવાળી વાયરની વાડ હતી પરંતુ પાછળથી તેને ફરીથી બનાવવામાં આવી હતી કારણ કે લોકો તેની ઉપર ચઢી શકતા હતા.


દીવાલ કેવી હતી?

Image copyright Getty Images
ફોટો લાઈન દીવાલ 12 ફીટ ઊંચી અને 96 માઇલ લાંબી હતી

લગભગ સાડા ત્રણ મીટર ઉંચી દીવાલ 66 માઇલના કોંક્રીટથી બનેલી હતી. તેની આસપાસ સુરક્ષા ગાર્ડ્સને રાખવામાં આવ્યા હતા જેથી કરીને કોઈ દીવાલ ઓળંગી ન શકે.

પશ્ચિમ અને પૂર્વની વચ્ચેની આ દીવાલ યુરોપમાં વિભાજનનું પ્રતીક બની ગઈ હતી.

દીવાલ વિશે સોવિયત યુનિયનના નેતાઓએ કહ્યું કે તે એક રક્ષણાત્મક શૅલ છે. પરંતુ બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સે તેને જેલ કહી.


જીવન કેવું હતું?

Image copyright Reuters
ફોટો લાઈન દીવાલ તોડવાની ઘોષણા થતા જ લોકો દીવાલ પર ચઢી ગયા હતા

આશરે પાંચ હજાર લોકોએ દીવાલ ઓળંગવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ખૂબ જ મુશ્કેલ અને ખતરનાક હતું.

એવું માનવામાં આવે છે કે 1961 થી 1989 વચ્ચેના 29 વર્ષોમાં દીવાલ પાર કરવા બદલ 100 થી વધુ લોકો માર્યા ગયા હતા.

પૂર્વ બર્લિનમાં લોકો માટે જીવન મુશ્કેલ હતું. જે લોકો અગાઉ પશ્ચિમ બર્લિનમાં કામ કરતા હતા તેમની નોકરી જતી રહી હતી. તેઓ મિત્રો અને કુટુંબીજનોથી અલગ થઈ ગયા હતા.


દીવાલનું શું થયું?

Image copyright Reuters
ફોટો લાઈન ઘણા લોકોએ એકબીજાને વર્ષોથી જોયા નહોતા

1980 ના દાયકામાં સોવિયત યુનિયન વિરુદ્ધ બળવો થવા લાગ્યો. પૂર્વ યુરોપમાં ઘણાં દેશોનું નિયંત્રણ પણ શરૂ થયું હતું.

પૂર્વનાં લોકો સ્વતંત્રતા ઇચ્છતાં હતાં. આ વિરોધના ભાગરૂપે, પૂર્વ જર્મનીના લોકોએ દીવાલ ઓળંગવાની માંગણી શરૂ કરી.

પૂર્વ જર્મનીના સેંકડો લોકો હંગેરી અને ચેકોસ્લોવાકિયા જેવા પડોશી દેશોમાં પલાયન કરવા લાગ્યા જેને રોકવું સરકાર માટે મુશ્કેલ બની ગયું.

9 નવેમ્બર 1989ના રોજ પૂર્વ જર્મનીના નેતાએ ટીવી પર એક ભાષણ આપ્યું. જેમાં તેમણે કહ્યું કે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની આ દીવાલને તરત જ ખોલવામાં આવશે.

એ સમયે જ પૂર્વ જર્મનીના હજારો લોકો દીવાલ પાસે ગયા અને ગાર્ડ્સ ને દરવાજા ખોલવા કહ્યું. રાત્રે આશરે 10.45 વાગ્યે હજારો લોકોએ તેમના જીવનમાં પ્રથમ વખત આ દીવાલ ઓળંગી પશ્ચિમ જર્મની પહોંચ્યા.


જવણી

Image copyright Reuters
ફોટો લાઈન બર્લિનની દીવાલ બર્લિનમાં બર્નૌર સ્ટ્રાસિસની સ્મારક સ્થળ પર હજુ પણ જોઇ શકાય છે

દીવાલ તૂટતાની સાથે જ બંને તરફથી લોકો ગળે મળ્યા અને આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી થઈ. લોકો રસ્તા પર દિવાલની ટોચ પર નાચતા દેખાતા હતા.

9 નવેમ્બર 1989ના રોજ દીવાલ તોડવામાં આવી હતી, પરંતુ આખી દીવાલ તરત જ નહોતી તૂટી.

એ પછીના દિવસોમાં લોકોએ ખુદ હથોડી અને અન્ય સાધનોથી દીવાલ તોડવાનું શરૂ કર્યું હતું. લોકોએ આ દીવાલના ટૂકડાને લઈને લોકો ઘરમાં સંભાળીને રાખવા લાગ્યા હતા.

1990માં દીવાલને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવી. લોકોને જોવા માટે થોડો ભાગ રાખવામાં આવ્યો છે.

1990માં જ પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે પણ ફરી એક થવાની ચર્ચા શરૂ થઈ અને તે એજ જર્મની છે જેને આપણે જાણીએ છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો