સિડની ક્લાસરૂમ ક્રેશ : ગુસ્સાથી ભરેલા પિતાએ ડ્રાઇવરને માફી આપી

ઘટનાનો ફોટો Image copyright AHMAD HRAICHIE

સિડનીમાં ક્લાસરૂમની અંદર કાર અકસ્માતમાં પિતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો. પિતાએ ત્યારબાદ આ ઘટનાને અકસ્માત ગણાવી.

બે બાળકોમાંથી એક 8 વર્ષના છોકરાનું શાળામાં અકસ્માતથી મંગળવારે કરુણ મૃત્યુ થયું હતું.

મહા અલ-શેનાગ નામની 52 વર્ષીય મહિલાનું નામ આ અકસ્માતમાં સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલિસ આ અકસ્માતને ઇરાદાપૂર્વક માનતા નથી.

તમને આ પણ વાંચવું ગમશે

કબર ખોદનારા અહમદ હરિચીએ બાળકનાં પિતાના માફીના સંદેશાનો અનુવાદ કર્યો હતો.

હરિચીએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં બાળકનું કોફિન બૅકગ્રાઉન્ડમાં હતું અને પિતાએ આ ક્રેશને અકસ્માત તરીકે વર્ણવ્યો હતો.

તેમના પ્રમાણે ''પરિવાર દ્વારા માફી આપવામાં આવી છે. તે આ મહિલા ડ્રાઇવર સાથે બેસીને વાત કરવા ઇચ્છે છે અને કહેવા માંગે છે કે 'અમે તમને માફ કર્યા છે',''

''પરિવાર મહિલાને આવકારે છે અને પરિવાર સાથે બેસી જમવાનું આયોજન કરવાનું પણ કહે છે. હવે કઈ રીતે આગળ વધવું તેના વિશે પણ વાત કરવા માગે છે.''

Image copyright EPA

બાળકનાં પિતાએ પોતાના સમુદાયનાં લોકોને ડ્રાઇવર અને શાળા સામે કોઈ પણ દુર્વ્યવહાર ન કરવા જણાવ્યું.

''પિતા જણાવે છે કે તે લોકો આ ઘટનાને જેવી છે તેનાથી મોટી રજુ કરે છે. તે દરેક લોકો સમક્ષ આ વાત કરી રહ્યાં છે. આ ઘટનાને ભૂલી જાઓ. તે એક અજાણી ભૂલ હતી. જે આપણામાંથી કોઈ પણ સાથે થઈ શકે છે.''

સંદેશામાં વધુ હરિચી કહે છે, ''આફત અને કટોકટીના સમયમાં મુસ્લિમ આ રીતે કાર્ય કરે છે.''

સ્થાનિક ધારાસભ્ય જિહાદ ડિબ જેને 'એકબીજા સાથે ઘનિષ્ઠતાથી સંકળાયેલા સમુદાય' તરીકે ઓળખાવે છે, તે ગ્રીનએકર ઉપનગરને બેન્કિસિયા રોડ પબ્લિક સ્કૂલમાં થયેલા કાર અકસ્માતે હચમચાવી નાખ્યું છે.

આ અકસ્માતમાં ત્રણ છોકરીઓને પણ ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જિહાદ ડિબ પ્રમાણે અલ-શેનાગ પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનાં માતા છે. તેમના પર અયોગ્ય રીતે ડ્રાઇવ કરી બાળકનો જીવ લેવાનો આરોપ લગાડવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો