વૉલમાર્ટને તરબૂચ ખરીદવા આવેલા ગ્રાહકને 50 કરોડ ચૂકવવાનો આદેશ

તરબૂચનો ફોટો Image copyright STEVE EVANS/ WIKIMEDIA COMMONS

પોતાના સ્ટોરમાંથી તરબૂચ ખરીદતી વખતે ઇજાગ્રસ્ત થઈ જવાને કારણે વૉલમાર્ટે એક વ્યક્તિને 50 કરોડ રૂપિયાનું નુકસાની વળતર ચૂકવવાની ફરજ પડશે.

ખરીદી કરતી વખતે ઇજા પામેલા વ્યક્તિને આ રૂપિયા ચૂકવવાનો જ્યૂરીએ આદેશ કર્યો છે.

ઉપરોક્ત ઘટના અમેરિકાના અલબામા રાજ્યનો છે. જુલાઈ 2015માં હેનરી વૉલ્કરનો પગ લાકડાની પટ્ટીઓ વચ્ચે ફસાઈ ગયો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

આ ઘટના વૉલમાર્ટમાંથી ફ્રૂટ ખરીદતી વખતે બની હતી. આ સમયે વૉલ્કરની ઉંમર 59 વર્ષની હતી. તેમણે આ મામલે ફેનિક્સ સિટી કોર્ટમાં કહ્યું હતું કે તેઓ પડી ગયા હતા.

વૉલ્કરે કહ્યું કે આ દુર્ધટનામાં તેમની કમર અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી.

Image copyright AFP

બીજી તરફ વૉલમાર્ટનું કહેવું છે કે તેમના સ્ટોરમાં ડિસપ્લે સુરક્ષિત રીતે જ રાખવામાં આવ્યા હતા અને આ ઘટના પછી પણ સંચાલકો તરીકે તઓ તેમાં કોઈ ફેરફાર કરવાના નથી.

વૉલમાર્ટનું કહેવું છે કે કંપની આ ચૂકાદાની સામે અપીલ કરશે. વૉલ્કર એક નિવૃત્ત આર્મીમેન છે. જ્યૂરીએ 25 લાખ ડૉલર વળતર રૂપે અને 50 લાખ ડૉલર સજાના ભાગરૂપે ચૂકવવાનો આદેશ કર્યો છે.

વૉલ્કરના વકીલે કહ્યું કે આ એકદમ સાચો-સમયસરનો ચૂકાદો છે કારણ કે વૉલમાર્ટે શરૂઆતથી જ આ ઘટનાની અવગણના કરી હતી.

વૉલ્કરના વકીલે કહ્યું, 'વૉલમાર્ટે લાકડાની પટ્ટીઓ અસુરક્ષિત રીતે રાખી હતી.

તેમાં કોઈપણ વ્યક્તિનો પગ ફસાઈ શકતો હતો. જ્યૂરીએ એ વાતની નોંધ લીધી કે વૉલ્કર અગાઉ અઠવાડિયામાં ત્રણ વખત બાસ્કેટબૉલ રમતા હતા પરંતુ હવે તેઓ એ માટે અશક્તિમાન છે.'

વૉલમાર્ટનું કહેવું છે કે તેના ડિસપ્લેમાં કોઈ ખામી ન હતી. સમગ્ર અમેરિકાના સ્ટોરમાં તે આ રીતે ડિસપ્લેનો ઉપયોગ કરે છે. વૉલમાર્ટના કહેવા પ્રમાણે વૉલ્કરનું ઈજાગ્રસ્ત થવું એ તેમની પોતાની જ બેદરકારી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો