જાણો, ભારતનાં માનુષી છિલ્લર વિશે, જેણે મિસ વર્લ્ડ 2018ને પહેરાવ્યો તાજ

માનુષી છિલ્લરની તસવીર

ઇમેજ સ્રોત, NICOLAS ASFOURI/AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

માનુષીને પ્રોત્સાહિત કરવા તેમના પિતા પણ ચીન પહોંચ્યા હતા

ચીનના સનાયા શહેરમાં મિસ વર્લ્ડ 2018 સ્પર્ધા યોજાઈ, જેમાં મિસ મૅક્સિકો વેનેસા પોન્સે દી લિયોન મિસ વર્લ્ડ - 2018 બન્યાં છે.

પરંપરા અનુસાર, ગત વર્ષનાં વિજેતા માનુષી છિલ્લરે આ વર્ષનાં વિજેતાને પોતાનાં હાથથી તાજ પહેરાવ્યો.

આ વખતે મિસ ઇંડિયા અનુકૃતિ વાસ સ્પર્ધામાં સામેલ થયાં હતાં, પરંતુ તેઓ સફળ થઈ શક્યાં ન હતાં.

ત્યારે જાણો માનુષી વિશેની રસપ્રદ વાતો તથા પરિવારજનોની પ્રતિક્રિયા, વાંચો એ સમયે પ્રકાશિત અહેવાલ.

'મિસ વર્લ્ડના તાજ સાથે પરત આવશે'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

68મી મીસ વર્લ્ડ સ્પર્ધામાં પરફૉર્મ કરી રહેલાં મિસ જાપાન

ગત વષે પણ વર્ષે ભારતાનાં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો તાજ જીતી લીધો. મિસ વર્લ્ડ 2017ની ફાઇનલ ઇવેન્ટનું ચીનમાં આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં મિસ મેક્સિકો બીજા સ્થાને અને મિસ ઈંગ્લેન્ડ ત્રીજા નંબરે રહ્યાં.

માનુષી આ પૂર્વે મિસ હરિયાણા રહી ચૂક્યાં હતાં અને મિસ ઇન્ડિયા 2017નો ખિતાબ પણ પોતાના નામે કરી ચૂક્યાં હતાં.

માનુષીના નાનાનો દાવો હતો કે 'મિસ વર્લ્ડ-2017'ની હરિફાઈ માટે ચીન જતા પહેલાં માનુષીને આત્મવિશ્વાસ હતો કે મિસ વર્લ્ડના તાજ સાથે પરત આવશે.

વીસ વર્ષીય માનુષી છિલ્લરનો જન્મ 14 મેના રોજ થયો હતો અને તેઓ હરિયાણાના સોનીપતથી મેડિકલનો અભ્યાસ કરતા હતાં.

તમને આ વાંચવું પણ ગમશે :

માનુષી વિશેની કેટલીક વાતો

ઇમેજ સ્રોત, Getty Images

માનુષીના નાના ચંદ્રસિંહ શેરાવત રોહતકમાં રહે છે. ગત વર્ષે બીબીસી સંવાદદાતા વાત્સલ્ય રાયે તેમની સાથે વાતચીત કરી હતી તેમાં તેમણે કહ્યું હતું, "તેની મહેનત પર મને ગર્વ છે. ચીન જતા પહેલા તેણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નાનાજી, હું તાજ લઈને આવીશ અને મિસ વર્લ્ડ બનીને આવીશ."

મિસ વર્લ્ડની હરિફાઈના પરિણામ જાહેર થયાના લગભગ સાડા ચાર કલાક બાદ બીબીસીએ માનુષીના નાના સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમના અવાજમાં હર્ષની લાગણી હતી.

આ સમય દરમિયાન ચંદ્રસિંહે તેમના પુત્રી અને જમાઈ એટલે કે માનુષીના માતા-પિતા સાથે ફોન પર વાત કરી હતી.

ચંદ્રસિંહ કહ્યું હતું, "મારા જમાઈ માનુષીને પ્રોત્સાહિત કરવા ચીન ગયા છે." ત્રણ ભાઈ-બહેનમાં બીજા નંબરનું સંતાન એવા માનુષીના સંખ્યબંધ ગુણ તેમના નાના એકીશ્વાસે ગણાવી દીધા હતા.

માનુષીની સફળતા વિશે વાત કરતા તેમણે કહ્યું હતું, "તે જે પણ કામ કરે તે દિલથી કરે છે. સફાઈ હોય કે ઘર સજાવટ કે પછી અભ્યાસ ,દરે કામ તે પૂરાં મનથી કરે છે. અભ્યાસમાં પણ તે હંમેશા અગ્રેસર રહી છે."

ઇમેજ સ્રોત, Getty Images

"મેડિકલના અભ્યાસના બીજા વર્ષમાં તે મિસ ઇન્ડિયાની હરિફાઈમાં સામેલ થઈ અને તે હરિફાઈ જીતી પણ ખરી. હવે તે મિસ વર્લ્ડ બની તે તો જગજાહેર છે."

તેમના નાની સાવિત્રીએ રોહતકના સ્થાનિક પત્રકાર મનોજ ઢાકાને જણાવ્યું હતું કે માનુષી દાળ બનાવડાવે છે કેમકે તેમને તે ખૂબ પંસદ છે. જો કે તેમને મીઠી વસ્તુ નથી ભાવતી.

હરિયાણા એવું રાજ્ય છે જે પુરુષોની સરખામણીએ મહિલાઓની ઓછી સંખ્યાના કારણે ચર્ચામાં રહેતું આવ્યું છે.

આવી પરિસ્થિતિમાં હરિયાણાના સાક્ષી મલિકે ઓલિમ્પિક મેડલ હાંસલ કર્યો હતો અને હવે માનુષીનું મિસ વર્લ્ડ બન્યાં હતા એ બાબાત આ રાજ્યની પરિસ્થિતમાં કોઈ ફેરફારનું સૂચન કરી રહ્યા છે?

ચંદ્રસિંહ જવાબ આપતા કહ્યું હતું, "લોકો હવે જાગૃત થઈ રહ્યા છે. અમારા હરિયાણાની યુવતીઓ પણ હોશિયાર છે અને સફળતા મેળવવા માગે છે."

છઠ્ઠી ભારતીય મિસ વર્લ્ડ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રિયંકા ચોપરાનાં મિસ વર્લ્ડ બન્યાંના સત્તર વર્ષ બાદ કોઈ ભારતીય એ ફરી આ ખિતાબ જીત્યો હતો. હરિયાણાનાં માનુષી આ ખિતાબ જીતનારાં છઠ્ઠાં ભારતીય યુવતી છે.

આ પૂર્વે વર્ષ 2000માં પ્રિયંકા ચોપરા, 1999માં યુક્તા મુખી, 1997માં ડાયના હેડેન, 1994માં એશ્વર્યા રાય અને 1966માં રીટા ફારિયા મિસ વર્લ્ડ બન્યાં હતાં.

રોહતકના સ્થાનિક પત્રકાર મનોજ ઢાકાએ આપેલી માહિતી અનુસાર સ્પર્ધામાં માનુષીને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કયા વ્યવસાયને સૌથી વધુ પગાર મળવો જોઈએ અને શા માટે?

જેના જવાબમાં તેણે કહ્યું કે એક માતાને સૌથી વધુ આદર મળવો જોઈએ અને જ્યાં સુધી પગારની વાત છે તો તેનો અર્થ પૈસાથી નહીં પણ સન્માન અને પ્રેમથી છે.

અભિનંદનની વર્ષા

ઇમેજ સ્રોત, Getty Images

માનુષીએ ખિતાબ જીતતા જ સોશિયલ મીડિયા પર તે ટ્રેન્ડ થવા લાગ્યાં હતાં અને લોકો તરફથી અભિનંદનની વર્ષા થવા લાગી હતી. લોકોએ તેમને યુવા ભારતની ઓળખ ગણાવી હતી.

દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનુષીને તેની સફળતા બદલ શુભેચ્છા પાઠવી હતી.

ઇમેજ સ્રોત, @narendramodi

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ ટ્વિટર પર શુભેચ્છા પાઠવતા લખ્યું હતું,"હરિયાણાની દીકરી માનુષી છિલ્લરને મિસ વર્લ્ડ 2017 બનવા પર ખૂબ જ શુભેચ્છા."

ભાજપના નેતા રાજ્યવર્ધનસિંહ રાઠોડે લખ્યું હતું, "વિશ્વમાં ભારતનાં યુવા તેમનું સ્થાન બનાવી રહ્યા છે અને આપણને ગૌરવાન્વિત કરી રહ્યા છે."

ઇમેજ સ્રોત, @priyankachopra

એટલું જ નહીં પણ પ્રિયંકા ચોપરાએ પણ ટ્વીટ કર્યું,"હવે માનુષી અમારાં ઉત્તરાધિકારી છે! અભિનંદન... તેને માણો અને શીખો, સૌથી અગત્યનું એ છે કે તેનો આનંદ લો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો