પ્રકાશ પ્રદૂષણ : નાસાના પિક્ચર્સમાં જુઓ, રાત બની દિવસ

નાઇલ નદીના કિનારાનો પ્રકાશિત વિસ્તાર Image copyright NASA
ફોટો લાઈન નાઇલ નદીનો કિનારા વિસ્તાર

નાસા દ્વારા રાત્રિના સમયની કેટલીક તસવીરોનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં બહાર આવ્યું છે કે, વર્ષોવર્ષ પૃથ્વી પર રાત્રિના સમયમાં કૃત્રિમ પ્રકાશ વધી રહ્યો છે. જેના કારણે રાત 'ખોવાઈ ગઈ' છે.

નાસા દ્વારા રાત્રિના સમયમાં પ્રકાશને માપવા માટે સેટેલાઇટ રેડિયોમીટર લગાડવામાં આવ્યા છે. જેના ડેટાનો વૈજ્ઞાનિકોની ટીમે અભ્યાસ કર્યો હતો.

વર્ષ 2012થી 2014 દરમિયાન પૃથ્વી પર રાત્રિના સમયમાં કૃત્રિમ રીતે પ્રકાશિત વિસ્તાર વાર્ષિક બે ટકાના દરે વધ્યો હતો.


2012 થી 2016 દરમિયાન ભારતમાં રાત્રિ પ્રકાશ

ક્રિયા પ્રતિક્રિયા કરવી તફાવત જોવા તસવીરને વચ્ચેથી સ્લાઇડ કરો

2016

સેટેલાઇટ ઇમેજમાં ભારતની રાત્રિ, 2016

2012

સેટેલાઇટ ઇમેજમાં ભારતની રાત્રિ, 2012

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અનેક દેશોમાં 'રાત ખોવાઈ' છે. વિશ્વમાં 'સૌથી પ્રકાશિત રાષ્ટ્રો'માં સ્પેન અને અમેરિકા ટોચ પર હતા.

જ્યારે દક્ષિણ અમેરિકા, આફ્રિકા તથા એશિયામાં રાત્રિનાં સમયમાં પ્રકાશ વધ્યો હતો. માત્ર યમન અને સીરિયામાં જ ગૃહયુદ્ધને કારણે પ્રકાશ ઘટ્યો છે.

જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાઇન્સના મુખ્ય સંશોધક ક્રિસ્ટૉફર ક્યાબાના કહેવા પ્રમાણે, ''કૃત્રિમ પ્રકાશ મોટી શોધ હતી. જેના કારણે માનવ જગતમાં જંગી પરિવર્તનો આવ્યા છે."


એલ.ઈ.ડીની અસર

Image copyright Science Photo Library
ફોટો લાઈન યુરોપ

સેટેલાઇટમાં લગાડવામાં આવેલા સેન્સર્સ નારંગી રંગની સોડિયમ લાઇટ્સનો પ્રકાશ માપી શકે છે, પરંતુ તેઓ એલ.ઈ.ડી. (લાઇટ-એમિટિંગ ડાયૉડ્સ)ને માપી શકતા નથી.

આથી, વૈજ્ઞાનિકોને લાગતું હતું કે એલ.ઈ.ડીનાં વ્યાપને કારણે સમૃદ્ધ શહેરમાં પ્રકાશ ઘટ્યો હશે.

જોકે, આવું નથી થયું. 2012થી 2016ના ગાળા દરમિયાન અમેરિકાનો વિસ્તાર સૌથી વધુ પ્રકાશિત જ રહ્યો છે અને બ્રિટન, જર્મની તથા ભારતમાં રાત્રિના સમયમાં પ્રકાશિત વિસ્તાર વધ્યો છે.

પ્રકાશિત નદી કે દરિયા કિનારા, કરોળિયાનાં જાળાં જેવા શહેરો જોવામાં સારા લાગે છે, પરંતુ તેની પર્યાવરણ અને માનવ આરોગ્ય પર વિપરીત અસર થઈ રહી છે.

એકસ્ટર યુનિવર્સિટીના પ્રો. કેવિન ગૅસ્ટને જણાવ્યું, હવે યુરોપમાં ક્યાંય પણ જાવ, રાત્રિના સમયે તમને કુદરતી પ્રકાશ (તારા અને ચંદ્રનો) જોવા નહીં મળે. તેઓ ઉમેરે છે કે પર્યાવરણ સાથે સંઘર્ષમાં ઉતરવાથી નુકસાન માનવજાતિનું જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો