દુબઇમાં પણ સોનું મોંઘું
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

VAT લગાડ્યા પછી સોનાની કિંમત 5 ટકા વધી જશે

દુબઈમાં ટૂંક સમયમાં સોનું મોંઘું થવાનું છે.

કારણ કે અહીં વર્ષ 2018થી સોના પર 5 ટકા VAT લગાડવામાં આવશે. VAT લગાડ્યા પછી સોનાની કિંમત 5 ટકા વધી જશે.

વેપારીઓને ડર છે કે લોકો વધારે ખર્ચ નહીં કરે તો 15થી 20 ટકા નુકસાન થશે. મધ્યપૂર્વના દેશો અને ભારતથી લોકો દુબઈમાં સોનું ખરીદવા આવે છે.

દુબઈનાં લોકો પણ દુનિયામાં સૌથી વધારે સોનું ખરીદે છે. દુબઇમાં સોનાનો વર્ષે 5 હજાર કરોડ રૂપિયાનો વેપાર થાય છે.

જોકે વિદેશી પ્રવાસીઓને દુબઈ એરપોર્ટ પર VATનું રિફન્ડ મળી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો