ટાઇટેનિક : શું ફિલ્મમાં હિરો જેકને બચાવી શકાતો હતો?

ટાઇટેનિક ફિલ્મના અંતના અંતની તસવીર Image copyright YOUTUBE GRAB
ફોટો લાઈન ટાઇટેનિક એક દુર્ઘટના વચ્ચે પ્રેમકહાણી કહેતી ફિલ્મ છે.

ટાઇટેનિક એક દુર્ઘટના વચ્ચે પ્રેમકહાણી કહેતી ફિલ્મ છે. પરંતુ તેનો અંત ખૂબ કરૂણ છે.

પ્રેમિકાને બચાવવા પ્રેમી પોતાનો જીવ આપી દે છે અને પ્રેમિકા આખું જીવન તેના પ્રેમમાં વિતાવી નાંખે છે.

આ ફિલ્મ આરએમએસ ટાઇટેનિક નામના જહાજની કહાણી છે.

તે ઈંગ્લેડમાં સાઉથેમ્પ્ટનથી અમેરિકામાં ન્યૂયોર્કની તેની પ્રથમ યાત્રા દરમિયાન 14 એપ્રિલના રોજ 1912માં હિમખંડ સાથે અથડાઈ ગયું હતું.

અથડામણને લીધે તે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું અને એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું હતું.

દુર્ઘટનામાં મહિલા-પુરુષો અને બાળકો સહિત કુલ 1500થી વધુનાં મૃત્યુ થયાં હતાં.

ટાઇટેનિક જહાજ ડૂબતા પહેલાંના કેટલાક કલાકો અંગે ઘણી માન્યતાઓ છે.

પરંતુ વર્ષ 1997માં આવેલી જેમ્સ કૅમેરોનની આ ફિલ્મ સૌથી વધુ ચાલી હતી.


ફિલ્મમાં શુ દર્શાવાયું છે?

Image copyright Getty Images
ફોટો લાઈન ટાઇટેનિક વર્ષ 1997માં ફિલ્મ રિલીઝ થઈ હતી

આ ફિલ્મ પાછળ ઘણાં નાણાં ખર્ચાયાં હતાં. જોકે, તેણે કમાણી પણ એટલી જ કરી આપી હતી.

ફિલ્મ સફળ રહેતા છતાં અંત બાબતે દર્શકોએ ઘણી ફરિયાદ કરી હતી.

ફિલ્મમાં જ્યારે જહાજ ડૂબે છે ત્યારે મુખ્ય નાયક પોતાનો જીવ આપીને તેની પ્રેમિકાને બચાવે છે.

જેમાં એવું બને છે કે જહાજ ડૂબી ગયા બાદ જેક અને રોઝને એક લાકડાનું પાટિયું મળે છે.

તે બન્ને આ પાટિયા પર બેસીને જીવ બચાવવાની કોશિશ કરે છે.

વળી સુમુદ્રના બરફથી થીજેલા પાણીમાં વધુ સમય રહેવાના ઘણાં જોખમ હોય છે.

પરંતુ જ્યારે તે બન્ને તે પાટિયા પર ચડવાની કોશીશ કરે છે, તો બન્ને ડૂબવા લાગે છે.

જો કે લાકડાનું આ પાટિયું મોટું હોય છે અને બન્ને તેના પર ચડી શકતા હતા પણ તે બન્નેનું વજન નથી ખમી શકતું.


જેમ્સ કેમેરોને શું આપ્યો જવાબ?

Image copyright Getty Images
ફોટો લાઈન ફિલ્મ જેમ્સ કેમેરોને બનાવી હતી

કેટલાંય વર્ષો સુધી લોકોનાં મગજમાં એક સવાલ રહ્યો કે શું ખરેખર રોઝનો સાથી જેક બચી શકતો હતો?

શું ખરેખર તે પાટિયું બન્નેને બચાવા માટે સક્ષમ નહોતું કે શું?

ફિલ્મ બનાવનારા જેમ્સ કેમેરોનને ઘણી વખત લોકોએ આ સવાલ પૂછ્યો છે. પણ જવાબ હવે સામે આવ્યો છે.

આનો જવાબ તેમણે એકદમ શાંતિથી આપ્યો. તેમણે કહ્યું, "આ સવાલનો સીધો અને સરળ જવાબ છે કે સ્ક્રિપ્ટના 147માં પાનાં પર લખ્યું હતું કે જેકનું મૃત્યુ થયું છે. આ એક કળાની દૃષ્ટિઓ લેવાયોલો નિર્ણય હતો."

તેમણે કહ્યું, "તે પાટિયું (દરવાજો) માત્ર એટલો જ મોટો હતો કે તે રોઝનું જ વજન વહન કરી શકતો હતો. બન્નેનું વજન નહીં."

"20 વર્ષ પછી પણ આપણે આ અંગે વાત કરીએ છે તે બાળબુદ્ધિ જેવી વાત છે."

"પરંતુ આ વાત એ બાબત પણ પુરવાર કરે છે કે ફિલ્મ એટલી અસરદાર રહી અને જેક એટલો પંસદ આવ્યો કે તેનાં મૃત્યુથી દર્શકોને દુઃખ થયું."

તેમણે એમ પણ કહ્યું, "જો તે જીવતો હોત તો ફિલ્મ અર્થહીન બની જતી. આ ફિલ્મ મૃત્યુ અને અલગ થવા અંગે હતી."

"જેકે મરવાનું જ હતું. જે થવાનું હતું તે થયું અથવા તેના પર જહાજનો કોઈ મોટો ટુકડો પડતો અને તેનું મૃત્યુ થઈ જતું. આ વાતને જ તો કળા કહે છે."


ભૌતિક વિજ્ઞાન નહીં પણ કળા છે આનું કારણ

Image copyright ALDRICH AND SON PA
ફોટો લાઈન જેકનું મૃત્યું નિશ્ચિત જ હતુ?

જેમ્સને એક અન્ય સવાલ પૂછવામાં આવ્યો કે તેમને ભૌતિક વિજ્ઞાન મામલે ઘણા ચોક્કસ માનવામાં આવે છે.

જેનો તેમણે જવાબ આપતા કહ્યું, "હા હું છું. મેં બે દિવસ સુધી લાકડીના પાટિયા પર લોકોને બેસાડવાની કોશીશ કરતો રહ્યો જેથી તેના પર એક વ્યક્તિ આસાનીથી બેઠેલી રહી શકે."

"ઠંડા પાણીમાં રોઝે તેની પર બેસવાનું હતું અને પાટિયું ડૂબે નહીં તેની તકેદારી રાખવાની હતી."

તેમણે કહ્યું, "જેક નહતો જાણતો હતો કે એક કલાક બાદ તેને 'લાઈફ બોટ' બચાવવા માટે આવવાની. તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું."

"ફિલ્મમાં તમે જે પણ કંઈ જોયું તે અંગે અમને વિશ્વાસ હતો અને આજે પણ છે કે એક જ વ્યક્તિને બચાવવાની હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો