ઉત્તર કોરિયાનો મિસાઇલ કાર્યક્રમ શું છે? સમજો 300 શબ્દોમાં

કોમ જોંગ ઉનની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ઉત્તર કોરિયાનું વિભાજન બીજા વિશ્વયુદ્ધ બાદ થયું હતું

ઉત્તર કોરિયા મુદ્દે ચાલી રહેલો વિવાદ એક એવું સંકટ છે જેનું સૌથી ખરાબ પરિણામ પરમાણું યુદ્ધ હોઈ શકે છે.

આ સમગ્ર વિવાદના મહત્વના બનાવો પર એક નજર કરીએ.

મને આ પણ વાંચવું ગમશે


પરમાણુ હથિયારોની ઇચ્છા

Image copyright Reuters

ઉત્તર કોરિયાનું વિભાજન બીજા વિશ્વયુદ્ધ બાદ થયું હતું.

રશિયાને અનુસરીને ઉત્તર કોરિયાએ પણ સરમુખત્યારશાહી લાગુ કરી હતી.

વિશ્વના દેશોમાં સૌથી અલગ થઈ ચૂકેલા આ દેશના નેતાઓને લાગે છે કે પરમાણુ શક્તિ એવી તાકાત છે જે તેમને બરબાદ કરવા માટે તૈયાર બેઠેલી દુનિયાથી તેમને બચાવી શકે છે.


મિસાઇલની પહોંચ ક્યાં સુધી?

Image copyright Getty Images
ફોટો લાઈન ઉત્તર કોરિયા રોકેટમાં ફિટ કરી શકાય તેવા પરમાણુ હથિયારો વિકસાવી રહ્યું હોવાના અહેવાલો છે

ઉત્તર કોરિયાના મિસાઇલ પરિક્ષણો પરથી એવું અનુમાન કરી શકાય કે તેની આંતરખંડીય મિસાઇલો અમેરિકા સુધી પહોંચી શકે છે.

ગુપ્ત અહેવાલો પ્રમાણે ઉત્તર કોરિયા નાના કદના પરમાણું હથિયારોની શોધના અંતિમ ચરણોમાં છે અથવા તે આવા હથિયારો શોધી ચૂક્યું છે.

કહેવાય છે કે તે એવા પરમાણું હથિયારો વિકસાવી રહ્યું છે જેને રોકેટમાં ફિટ કરી શકાય. ઉત્તર કોરિયા અમેરિકાને પોતાનું સૌથી મોટું દુશ્મન માને છે.

તેમની પાસે એવી મિસાઇલો પણ નથી જેના દ્વારા દક્ષિણ કોરિયા અને જાપાન પર હુમલો થઈ શકે. આ દેશોમાં અમેરિકન સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

નિઃશસ્ત્રીકરણના તમામ પ્રયત્નો નિષ્ફળ થયા છે. સંયુક્ત રાષ્ટ્રોએ સતત કડક પ્રતિબંધો લાગુ કર્યા છે પરંતુ તેનું કોઈ પરિણામ નથી આવ્યું.

ઉત્તર કોરિયાના એકમાત્ર મિત્ર ચીને તેના પર માત્ર આર્થિક અને રાજનૈતિક દબાણ કર્યું છે.


ચેતવણી કેટલી અસરકારક?

Image copyright Reuters
ફોટો લાઈન સંયુક્ત રાષ્ટ્રોએ ઉત્તર કોરિયા પર ઘણાં પ્રતિબંધો લાદ્યા છે

આ સંકટ ગત ઘણાં વર્ષોથી સતતપણે વધી રહ્યું છે. ઉત્તર કોરિયાએ નાના પરમાણું હથિયારો વિકસિત કર્યા છે.

ઉત્તર કોરિયાની ધમકીઓ અને ગતિવિધિઓ જે ઝડપથી વધી રહી છે તેનાથી પરમાણું સંઘર્ષનો ખતરો વધી ગયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો