પાકિસ્તાનની મહિલા ડૉક્ટર્સ વીડિયો લિંકથી આપે છે તાલીમ

પાકિસ્તાનની મહિલા ડૉક્ટર્સ વીડિયો લિંકથી આપે છે તાલીમ

ગર્ભાવસ્થા દરમિયાનની જટિલતા અને બાળકનાં જન્મ સમયે પાકિસ્તાનમાં દર 20 મિનિટે એક મહિલા મૃત્યુ પામે છે.

‘સેહત કહાની’ ગ્રૂપ સમાજની દાયણોને તાલીમ આપે છે.વીડિયો લિંક મારફતે તેમને મહિલા ડૉકટરો સાથે જોડે છે.

આ માટે દાયણોને માત્ર 80 રૂપિયા ચૂકવવાનાં રહે છે. આ વ્યવસ્થા ડૉ. સારા સઇદ અને ડૉ. ઇફ્ફાત ઝફરે શરૂ કરી હતી.

પાકિસ્તાનમાં ઘણી શિક્ષિત મહિલા ડૉકટર્સ પ્રૅક્ટિસ નથી કરી શકતી, કારણ કે ત્યાં મહિલાઓને બહાર કામ કરવા માટે પરિવારની મંજૂરી લેવી પડે છે.

આ ટીમ દ્વારા અત્યાર સુધી 28 હજાર વીડિયો પરામર્શ થયા છે, જેના થકી 1.40 લાખ પ્રસૂતાઓને મદદ મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો