સોશિઅલ : 'વિવાદ બાદ કોઈ તમને છોકરી પણ નહીં આપે. સત્તા તો પછી'

હાર્દિક પટેલનો ફોટો Image copyright Getty Images

હાર્દિક પટેલ હાલ પોતાની સભા અને રેલીઓને લઈને ન્યૂઝની હેડલાઇન્સમાં છવાયેલા છે.

સભાઓ અને બેઠકોમાં તેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટી રહ્યાં છે.

તેમની દરેક સભાનો મુખ્ય મુદ્દો ભાજપને હરાવવાનો હોય છે.

તે સિવાય હાર્દિક પટેલ હાલ પોતાની વિવિધ સભાઓ અંગેના ફોટોઝ અને માહિતી સોશિઅલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

જેમાં પોતાની સભામાં આવેલા લોકો અને પોતાના સ્ટેજ પરના ફોટો રજૂ કર્યાં છે.


ટ્વિટર હેન્ડલ કિંગ_રાંજનાએ જણાવ્યું, "આ બધા વિવાદ બાદ કોઈ વ્યક્તિ તમને છોકરી પણ નહીં આપે. સત્તા તો પછીની વાત."

Image copyright King_Rajha/Twitter

જ્યારે અલી નામના યૂઝરે વિકાસને કેન્દ્રમાં રાખી એક કાર્ટૂન રજુ કર્યું હતું.

Image copyright Ali Zaidi/Twitter

ટ્વિટર યૂઝર ગયેતી સિંહ લખે છે, "લોકો બોલીને ભાજપને ટેકો આપે છે પરંતુ ઘણા પટેલ કહે છે કે પરિવર્તન અનિવાર્ય છે.

હાર્દિક પટેલનો સાથ આપો અને ભાજપને વોટ ન આપો."

Image copyright Gayeti Singh/Twitter

સુજીત નામનાં યૂઝરે જીએમડીસી મેદાનની વાત રજુ કરી હતી. અને 14 પાટીદારના મૃત્યુ હાર્દિકની જીદના લીધે થયા છે તેમ પણ જણાવ્યું હતું.

પાટીદાર નામનાં યૂઝરે હાર્દિકની ટ્વીટમાં રિપ્લાય કર્યો હતો. જેમાં તેમણે ભાજપ અને કોંગ્રેસને અનુલક્ષીને જણાવ્યું હતું કે 'હારને કા ડર ઓર જીતને કી ઉમ્મીદ ઇન દોનો કે બીચ જો એક ટેન્શન વાલા શબ્દ હોતા હે ઉસે...' ફિલ્મનો એક ડાયલોગ રજુ કર્યો હતો.

જ્યારે ઉપેન્દ્ર શર્માએ હાર્દિકને પ્રશ્ન પૂછ્યો હતો કે 'તમને પણ ખ્યાલ છે કે કોંગ્રેસ તમને અનામત નહીં આપી શકે ત્યારે શું થશે?'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો