ઇજિપ્તમાં કેળું ખાતો વીડિયો બનાવવા મામલે ગાયિકાને જેલ!

પૉપ સ્ટારની તસવીર Image copyright SHYMA
ફોટો લાઈન વીડિયો મામલે શાયમાએ માફી પણ માગી હતી

ઇજિપ્તની એક કોર્ટે પૉપ ગાયિકાને બે વર્ષની કેદની સજા કરી છે. આ ગાયિકા એક મ્યૂઝિક વીડિયોમાં ઇનરવેઅર પહેરી કેળું ખાતાં જોવાં મળ્યાં હતાં.

25 વર્ષનાં શાયમા અહેમદની ગત મહિને ધરપકડ કરવામાં આવી હતી.

તેમના પર આરોપ છે કે તેમનો મ્યૂઝિક વીડિયો અશ્લીલતા ફેલાવનારો અને ઉત્તેજક છે.

સ્થાનિક મીડિયાની જાણકારી અનુસાર શાયમાને અશ્લીલ વીડિયો બનાવવા માટે દોષિત જાહેર કરાયાં છે.

કોર્ટે આ વીડિયોના ડાયરેક્ટરને પણ બે વર્ષની સજા સંભળાવી છે અને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

જોકે, ધરપકડ થાય એ પહેલાં વીડિયોને લઈને શાયમાએ માફી પણ માગી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે ફેસબુક પર લખ્યું, "મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આવું કંઈ થશે અને મારે લોકોના આ પ્રકારના રોષનો સામનો કરવો પડશે."

આ ફેસબુક પેજ હવે ડિલિટ કરી દેવાયું છે.

શાયમા અહેમદ પોતાના એક મ્યૂઝિક વીડિયોમાં ફળ ખાતા જોવા મળ્યાં હતાં.

આ વીડિયોમાં તેઓ વયસ્ક વિદ્યાર્થીઓના ક્લાસમાં ભણાવી રહ્યાં છે.

ઇજિપ્તની જનતા તેમજ સરકારને શાયમાની ફળ ખાવાની રીત અશ્લીલ લાગી.

વિરોધ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ સાથે જ તેમનાં કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો