પોલીસ સામે જ્યારે આવી ગયો 15 ફૂટ લાંબો અજગર!

પોલીસની સામે પાયથન Image copyright QUEENSLAND POLICE

સોશિઅલ મીડિયા પર એક એન્કાઉન્ટર ખૂબ વાઇરલ થયું છે. આ એન્કાઉન્ટર કોઈ આરોપી અને પોલીસ વચ્ચે નહીં પણ એક અજગર અને પોલીસ વચ્ચે જોવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ એક પોલીસ અધિકારી તેમના અન્ય એક સાથી સાથે ઉત્તર ક્વિન્સલેન્ડમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા.

ત્યાં અચાનક તેમની સામે રસ્તા પર એક મોટો અજગર આવી ગયો હતો.

મોકો જોતા પોલીસે તુરંત જ અજગર સાથેની તસવીર કૅમેરામાં કેદ કરી લીધી હતી.

પોલીસે બીબીસીને જણાવ્યું, "અજગર લગભગ પાંચ મીટર લાંબો હતો."

ક્વિન્સલેન્ડ પોલીસે 11 ડિસેમ્બરે તેમના દરેક સોશિઅલ મીડિયા અકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

પોલીસ જણાવે છે કે ફોટો પોસ્ટ થયા બાદ તેને 2 મિલિયન વ્યૂઝ તેમજ 10 હજાર જેટલી કૉમેન્ટ્સ મળી છે.

પોસ્ટમાં લખવામાં આવ્યું હતું, "અમે કંટાળાજનક કામ નથી કરતા."

"એક શિફ્ટ દરમિયાન તમારી સામે શું આવી શકે છે તેના વિશે કોઈને ખબર નથી હોતી."

પોલીસના કહેવા મુજબ આ પોસ્ટ બાદ મોટી સંખ્યામાં લોકોએ પ્રતિક્રિયા આપી હતી.

અજગર સાથે પોલીસના આ એન્કાઉન્ટરની ઘટના વુજુલ વુજુલની નજીક ઘટી હતી.

ઓસ્ટ્રેલિયાના પ્રાણીસંગ્રહાયલની માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયાનો સૌથી લાંબો અજગર સ્ક્રબ પાઇથન છે. જે 7 મીટર જેટલી લંબાઈ ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો