ઉંમર છ વર્ષ અને કમાણી 75 કરોડ રૂપિયાથી પણ વધારે!

રેયાનની તસવીર

છ વર્ષનાં બાળકની કમાણી કેટલી હોઈ શકે છે? આ સવાલ પર પહેલા તો તમે એ જ પૂછશો કે નાની ઉંમરનાં બાળકો કામ પણ કરે છે?

જોકે, છ વર્ષના બાળક રેયાનની વાત કંઈક અલગ છે. રેયાન દર અઠવાડીયે યૂટ્યૂબ પર રમકડાંનો રિવ્યૂ કરે છે.

આ રિવ્યૂને કારણે તેમના માતાપિતા અઢળક કમાણી કરી રહ્યાં છે.

રેયાને ગત વર્ષે 11 મિલિયન ડોલર એટલે કે રૂ. 75 કરોડથી પણ વધારે છે.

આ કમાણી પાછળ છે રેયાનનું યૂટ્યૂબ સ્ટાર્ડમ. યૂટ્યૂબ પર રેયાનના વીડિયો કરોડો લોકો જુએ છે.

છ વર્ષનો રેયાન ટૉય્ઝરિવ્યૂઝ નામથી એક યૂટ્યૂબ ચેનલ ચલાવે છે.

હવે 'રેયાન્સવર્લ્ડ'ની બ્રાન્ડનેમ કપડાં અને રમકડાં વોલમાર્ટના 2500 સ્ટોર્સ તથા તેની વેબસાઇટ પર વેચાશે.

આ પ્રોડકટ્સ ત્રણ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે હશે, જેમાં રેયાનની તસવીરોવાળા ટીશર્ટ્સનો પણ સમાવેશ થાય છે.

તમને આ પણ વાંચવું ગમશે

સેલેબ્રિટિઝની યાદીમાં નામ

આ યૂટ્યૂબ ચેનલનાં માધ્યમથી રેયાન તેમના વ્યૂઅર્સને રમકડાંની દુનિયામાં લઈ જાય છે.

ફોર્બ્સ મેગેઝીને તેમને વર્ષ 2017માં દુનિયાના સૌથી વધારે કમાણી કરનારા સેલેબ્રિટિઝની યાદીમાં સ્થાન આપ્યું હતું.

માર્ચ 2015માં શરૂ થયેલા રેયાન ટૉય્ઝરિવ્યૂના વીડિયો અત્યાર સુધી 16 અબજ કરતાં વધારે લોકોએ જોયા છે.

એક રિપોર્ટ પ્રમાણે, દર મહિને રેયાનના વીડિયો એક અબજ વખત જોવાય છે.

આટલી પ્રસિદ્ધિ મેળવ્યા બાદ પણ રેયાન વિશે દુનિયાને વધુ જાણકારી નથી.

તેનું પુરું નામ શું છે અને તે ક્યાં રહે છે, જેવા સવાલોના જવાબ ખૂબ ઓછા લોકોને ખબર છે.

જાણકારી માત્ર એટલી જ છે કે તે અમેરિકન છે.

યૂટ્યૂબ ચેનલ

હાલ જ વોશિંગ્ટન પોસ્ટને આપેલાં એક ઇન્ટરવ્યૂમાં રેયાનના માતાએ જણાવ્યું હતું, "યૂટ્યૂબનો વિચાર ત્યારે આવ્યો જ્યારે રેયાન ત્રણ વર્ષનો હતો. રેયાન નાની ઉંમરથી જ રમકડાંના રિવ્યૂ કરનારી ટીવી ચેનલ જોતો હતો."

રેયાનના માતાએ તેમની ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું, "એક દિવસે રેયાને મને કહ્યું કે બીજા બાળકોની જેમ હું કેમ યૂટ્યૂબ પર નથી. ત્યારે અમે કહ્યું કે આપણે એ કરી શકીએ છીએ."

"અમે રમકડાંની દુકાન પર ગયા, એક લીગો ટ્રેન ખરીદી અને ત્યાંથી જ શરૂઆત કરી."

રેયાનનો એક વીડિયો 80 કરોડ કરતાં વધુ લોકોએ જોયો છે.

માર્ચ 2015થી શરૂ થયેલી તેની યૂટ્યૂબ ચેનલને વર્ષ પૂર્ણ થતાં પહેલાં જાન્યુઆરી 2016માં 10 લાખ કરતાં વધારે સબ્સક્રાઈબર્સ મળી ગયા હતા.

હાલ રેયાનની ચેનલના એક કરોડ કરતાં વધારે સબ્સક્રાઈબર્સ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો