બ્લોગ : મોદી નહીં, રાહુલ બદલાયા અને બધું બદલાયું

રાહુલ ગાંધીની તસવીર Image copyright Getty Images

રાજકીય રીતે કોઈ કસર ન છોડવાની નરેન્દ્ર મોદીની શૈલીએ જ્યારે યુનિવર્સિટીથી લઇને નગર નિગમોની ચૂંટણીઓને પણ મહત્ત્વપૂર્ણ બનાવી દીધી છે, ત્યારે આ વાત તો તેમના ગૃહ રાજ્ય ગુજરાતની ચૂંટણીઓ વિષેની છે.

2014ની લોકસભાની ચૂંટણીઓનું સૂત્ર, "અબકી બાર, મોદી સરકાર" અને "હરહર મોદી, ઘરઘર મોદી" હતા અને નહિ કે "અબકી બાર, બીજેપી સરકાર".

2014ની લોકસભાની ચૂંટણીઓમાં મોદીએ પોતાની રાજકીય કારકિર્દી દાવ પર લગાડીને લડ્યા હતા.

તે ચૂંટણીમાં મોદીએ જે રીતે આક્રમક પ્રચાર કર્યો હતો, હાલની તારીખે તેમની પ્રચાર-પ્રસાર શૈલીમાં કોઈ ફેરફાર થયો નથી.

તમને આ પણ વાંચવું ગમશે

પણ એક વાત ચોક્કસ છે કે તેમની આ પ્રચાર-પ્રસાર શૈલીમાં સી-પ્લેન જેવાં કારનામાં ઉમેરાઈ ગયા છે.

જો તમને બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યાદ હોય તો મોદી એવી રીતે લડયા હતા જાણે કે તેઓ પોતે બિહારના મુખ્યમંત્રી બનવા માંગતા હોય.

મોદીએ બિહારમાં સંખ્યાબંધ રેલીઓને સંબોધી હતી જેમાં એમણે 'ડીએનએ', 'ગાય' અને 'પાકિસ્તાનમાં દિવાળી' જેવા ચૂંટણીલક્ષી સૂત્રો પૂર્ણ આક્રમકતા સાથે ઉછાળ્યા હતા.


મોદીની કઠોરતા તેમની ગભરાટ નથી

Image copyright Getty Images
ફોટો લાઈન આ પ્રચાર-પ્રસાર શૈલીમાં સી-પ્લેન જેવા કારનામાં ઉમેરાઈ ગયા છે

આ વખતની ગુજરાત ચૂંટણીઓમાં ફરી એકવાર એ વાત સાબિત અને સ્પષ્ટ થઇ ગઈ કે ભાજપ ક્યાંય નથી, બધે માત્ર મોદી જ મોદી છે.

નોટબંધી અને જીએસટીનો (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના) ડબલ માર સહન કરનારી પ્રજા જાણે ભાજપથી નારાજ છે એવું ફલિત થઇ રહ્યું હતું.

ક્યાંયે એવું નહોતું દેખાઈ રહ્યું કે ગુજરાતની પ્રજાએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધુ જાણીતા બનેલા તેમના નેતા સાથેનો સંબંધ તોડી નાખવાનો વિચાર કર્યો હોય.

પોતાની હારને ગુજરાત અને ગુજરાતીઓની હાર તરીકે ગુજરાતી પ્રજાના જનમાનસમાં સ્થાપિત કરવામાં મોદી સફળ થતા જોવા મળ્યા.

ગુજરાતની ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં તેમની આદત મુજબ મોદીએ પોતાની પૂર્ણ તાકત લગાવી દીધી.

અમુક લોકો મોદીની રાગદ્વેષ વાળી શૈલીને તેમની ઘભરામણ સમજી લેવાની ભૂલ કરી બેસે છે.

મોદી કોઈ એક રોમન તલવારબાજ (ગ્લૅડિએટર) યોદ્ધાની જેમ લાડવાનો મિજાજ ધરાવે છે.

મોદીને કોઈ દિવસ એ હારી જશે તો આગળ શું થશે એવી ચિંતા નથી સતાવતી.

મોદી હંમેશા જીતવા માટે લડે છે અને એ જીત મેળવવા માટે તેઓ કઇંપણ કરવા તૈયાર રહે છે.

લોકસભાનું શિયાળુ સંસદ સત્ર ટાળી દીધા બાદ ત્રીસેક મંત્રીઓને ગુજરાત ચૂંટણીલક્ષી સંપૂર્ણ-સમયની સેવાઓ માટે કામે લગાવી દેવામાં આવ્યા.

ખુદ મોદીએ એટલી જગ્યાઓ પર એટલા જોર-શોરથી ભાષણ કર્યું કે તેમનું ગળું બેસી ગયું પરંતુ આમાં કાંઈ નવું નથી.


રાહુલ ગાંધીની શૈલી - આ વખતે નવું છે

Image copyright Getty Images
ફોટો લાઈન ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં રાહુલ ગાંધીના રાજકીય પરિપક્વતાના લક્ષણો દેખાવા લાગ્યા હતા

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ સાથે મળીને રાહુલ ગાંધીએ લડેલી (આ વર્ષે માર્ચમાં યોજાયેલી) ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં રાહુલ ગાંધીના રાજકીય પરિપક્વતાના લક્ષણો દેખાવા લાગ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ સફળ થાય કે નહીં, પરંતુ જે રીતે વરિષ્ઠ પત્રકાર વિનોદ શર્માએ લખ્યું છે કે, "રાહુલ ગાંધી હવે ચોક્કસ એક એવા નેતા બની ગયા છે, જેની વાત લોકો સાંભળે છે."

થોડા મહિનાઓ પહેલાં કોઈ એવું માનવા પણ તૈયાર ન હતું કે રાહુલ ગાંધી મોદી સામે ઉભા રહી શકે અને તે પણ ગુજરાતમાં!

રાહુલ હવે લડી રહ્યા છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સૌથી મહત્વની બાબત એ છે.

રાહુલ ગાંધી ગુજરાત મોડેલ અને વિકાસના દાવાઓને શંકાસ્પદ રીતે જોવા માટે અને શંકાની પરિઘમાં લાવવામાં સફળ રહ્યા છે.

ગુજરાતનું પરિણામ ચાહે જે આવે, પરંતુ વડાપ્રધાનના ગૃહ રાજ્યમાં પ્રવેશીને વડાપ્રધાનને પડકારીને રાહુલ ગાંધીએ વિરોધ પક્ષના એક યોદ્ધા તરીકેનું સ્થાન ચોક્કસ મેળવ્યું છે.

નીતીશકુમાર કે કેજરીવાલ પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેઓ સંગઠનિત વિપક્ષનું નેતૃત્વ સંભાળે, કારણ કે રાહુલ ગાંધી નેતૃત્વ લઈ શકે તેમ નથી.

રાહુલ ગાંધીએ પૂર્વધારણાને બદલી કાઢી છે.


બેરહામ મોદી અને સૌમ્ય રાહુલ

Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપના ચૂંટણી પ્રચારમાં, ઈન્દિરા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સોનિયા ગાંધી પર ભારે આક્ષેપો કરવામાં આવ્યા હતા

રાહુલ ગાંધીએ મોદીના ગુસ્સેથી ભરાયેલા, ઉગ્ર અને વ્યંગ વાળા ભાષણોની સામે શાંત, સંતુલિત અને સૌમ્ય ચિત્ર રજૂ કર્યું હતું.

રાહુલ ગાંધીએ પોતાની શૈલીમાં મોદી સાથે મેળ ખાતા પ્રયાસો નહીં કરીને વિપરીત બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભાજપના ચૂંટણી પ્રચારમાં, ઈન્દિરા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સોનિયા ગાંધી પર ભારે આક્ષેપો કરવામાં આવ્યા હતા.

'શું સોમનાથ મંદિર તેમના નાના દાદા દ્વારા બાંધવામાં આવ્યું હતું?' થી મોરબીમાં ઇંદિરા ગાંધીના નાકને ટેરવે રૂમાલ મૂકીને ફરવાની વાત સુધી મોદીએ પોતાના વક્તવ્ય આક્રમણમાં સંપૂર્ણ નિર્દયતા દર્શાવી હતી.

પરંતુ વક્તવ્યની આ પ્રતિ-સ્પર્ધામાં રાહુલે ખેડૂતો, યુવાનો અને સમસ્યાઓની વાત કરી હતી.

સોમનાથ મંદિરના વારસદારોના નામ પર નોંધણી કરાવવાનો મુદ્દો એ એકલો જ કેસ હતો જ્યારે રાહુલ ગાંધીની ટીમે પ્રતિક્રિયા આપી હતી અને તેમનો જનોઈ વાળો ફોટા વહેતો કરવામાં આવ્યો હતો.

આ એક માત્ર એવો મુદ્દો હતો જ્યાં નરેન્દ્ર મોદી હિન્દુત્વના ક્ષેત્રે રાહુલ ગાંધીને મેદાનમાં ખેંચી લાવવામાં સક્ષમ બન્યા હતા.


હાર્દિક ફેક્ટર

Image copyright TWITTER/@HARDIKPATEL
ફોટો લાઈન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં મોદીની ઊંઘ રાહુલ ગાંધીએ નહિ પણ હાર્દિક પટેલે ઉડાડી દીધી હતી

આ ચૂંટણીમાં એક વાત સ્પષ્ટ હતી કે મોદીની નેતૃત્વ હેઠળ ભાજપ એક એવું ચોક્કસ વાતાવરણ ઊભું કરી શક્યું હતું કે, જેમાં મુસ્લિમોનું નામ સુદ્ધાં લેવા કોઈ તૈયાર ન હતું.

રાહુલ ગાંધીએ ગુજરાતના મુસ્લિમોનો કોઈ પણ વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો ન હતો. ન તો રાહુલ એવા વિસ્તારોમાં ગયા, જ્યાં મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભલે રાહુલ ગાંધી દીપી ઉઠ્યા હોય, પરંતુ મોદીની ઊંઘ રાહુલ ગાંધીએ નહિ પણ હાર્દિક પટેલે ઉડાડી દીધી હતી.

હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના નેતા તરીકે જેલમાં ગયા, હાર્દિક પટેલ રાજદ્રોહના કેસમાં જેલમાં ગયા, આ કેસનો સામનો કરીને હીરો તો બની જ ગયા, પરંતુ ચૂંટણીઓ પર હાર્દિક આટલી અસર કરશે એ કોઇએ વિચાર્યું ન હતું.

એક યુવક જેની વય એટલી નથી કે તે પોતે ચૂંટણી લડી શકે છતાંય મોદીની સરખામણીએ હાર્દિકની કેટલીક જાહેર સભાઓમાં વધારે ભીડ જોવા મળી હતી, જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળેલી એક ખાસ અને નવી વાત છે.


જાતીય ઓળખાણનું રાજકારણ

Image copyright Getty Images
ફોટો લાઈન જ્ઞાતિગત ચૂંટણીલક્ષી સમીકરણોની વચ્ચે મોદીની હિન્દુત્વની રાજનીતિ અલિપ્ત થતી જોવા મળી

ગુજરાત વિધાનસભા સાથે સંકળાયેલી એક બીજી મહત્વની બાબત - આ વખતે પહેલીવાર એવું લાગ્યું કે જ્ઞાતિગત ચૂંટણીલક્ષી સમીકરણો એ મોદીની હિંદુત્વની રાજનીતિ પર ભારે પડી રહી છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણીઓ પછી આ સિદ્ધાંત સ્પષ્ટપણે સાબિત થઇ ગયો હતો કે મોદીએ જ્ઞાતિગત ચૂંટણીલક્ષી રાજકારણને હિંદુત્વનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો.

પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં અલ્પેશ ઠાકોર, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલની ત્રિપુટી મેદાનમાં એવી રીતે સામે ઉતરી કે ભાજપ સામસમી ઉઠ્યું અને કેહવા માંડ્યું કે, "આ જ્ઞાતિવાદી રાજકારણ થઇ રહ્યું છે."

રાજનીતિના જાણકારો આજે નહિ, પરંતુ 1989થી માનતા આવ્યા છે કે કમંડલનો તોડ મંડલ જ કરી શકે એમ છે.

કમંડલ સતત મજબૂત બની રહ્યું છે ત્યારે ગુજરાતમાં એક બદલાવ જોવા મળ્યો છે.

એ બદલાવ એ છે કે સામાજિક ન્યાયની રાજનીતિમાં હજુ જીવ છે અને સામાજિક ન્યાયની રાજનીતિ હજુ જીવંત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ