વોશિંગ્ટન: હાઇ-વે પર ટ્રેન અકસ્માત, ત્રણનાં મૃત્યુ, 100થી વધુ ઘાયલ

વોશિંગ્ટનમાં હાઈ-વે પર પાટા પરથી ઉતરી ગયેલો ટ્રેનનો ડબ્બો Image copyright WASHINGTON STATE PATROL

અમેરિકાના વોશિંગ્ટનમાં સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર એક ટ્રેનના ડબ્બા ખડી પડ્યા હતા.

દુર્ઘટના બાદ ટ્રેનના ડબ્બા હાઇ વે પર પડ્યા હતા. જેમાં ત્રણ લોકોનાં મોત થયાં છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયાં છે.

ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઘાયલોમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર છે. ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

શેરિફ વિભાગના જણાવ્યા અનુસાર આ અકસ્માતને કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે.

વિભાગના પ્રવક્તા એડ ટ્રોયરે જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિનું મૃત્યું થયું નથી. અગ્નિશામક દળે લોકોને સ્થળેથી બહાર કાઢ્યા છે.

એક રેલયાત્રી ક્રિસ કાર્ન્સે કહ્યું કે જે ડબ્બામાં તેઓ સવાર હતા તે ડબ્બો લટકી રહ્યો હતો.

તેમણે કહ્યું કે અમે કારને કચડાતી જોઈ અને છતમાંથી પાણી પણ અંદર આવી રહ્યું હતું.

તેમના કહેવા પ્રમાણે બહાર નીકળવા તેમણે બારીનો ઉપયોગ કર્યો હતો.

અધિકારીઓએ તાત્કાલિક એક સહાય કેન્દ્ર પણ શરૂ કરી દીધું હતું.


ઘટનાની તપાસ શરૂ

Image copyright WASHINGTON TRANSPORTATION BOARD

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે.

દુર્ઘટના પહેલા આ ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાકની હતી.

એમટ્રેકનું કહેવું છે કે ટ્રેનમાં લગભગ 78 યાત્રી અને પાંચ ક્રૂના સભ્યો હતા.

દુર્ઘટના ટેકૉમાના દક્ષિણ-પશ્ચિમમાં ડૂપૉન્ટની પાસે બની હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો