ફિલિપાઇન્સમાં દરિયાઈ તોફાનથી બોટ ઊંધી વળી

ફિલિપાઇન્સ Image copyright EVM
ફોટો લાઈન ફિલિપાઇન્સની બોટ દુર્ઘટનામાં બચી ગયેલાં મુસાફરો

251 મુસાફરો સાથેની ફેરી ફિલિપાઇન્સના પૂર્વ કિનારા પર દરિયાઈ તોફાનમાં સપડાયાં બાદ ઊંધી વળી ગઈ હોવાનું ફિલિપિન્સના કોસ્ટગાર્ડે જણાવ્યું છે.

કોસ્ટગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું કે, સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. નૌકા ઊંધી વળવા પાછળનું કારણ વિશાળ દરિયાઈ મોજાં હોવાનું કહેવાય છે.

મળતા અહેવાલો મુજબ એ પોલિલ્લો ટાપુની નજીકના વિસ્તારમાં થયેલી આ દુર્ઘટનામાં અન્ય સ્થાનિક નૌકાઓએ આ બોટમાં રહેલાં કેટલાંક મુસાફરોને બચાવી લીધા છે.

તમને આ વાંચવું પણ ગમશે :

અધિકારીઓના જણાવ્યા અનુસાર મુસાફરોને બચાવવા માટે મોકલાયેલાં હેલિકોપ્ટર્સ અને બોટ્સને ખરાબ હવામાન નડતાં બચાવ કાર્યમાં અડચણ ઊભી થઈ છે.


શું હતું કારણ?

Image copyright EVM

સ્થાનિક ઇમર્જન્સી સેવાઓના એક અધિકારી જુઆનિટો ડાયઝે કહ્યું કે, પ્રાથમિક માહિતી દર્શાવે છે કે, આ ફેરીમાં (બોટનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું), મોટું કાણું પડવાને કારણે તે ઊંધી વળી હતી.

ફિલિપાઇન્સ ઇંક્વ્યારરના અહેવાલ અનુસાર તેમણે કહ્યું, “બચાવ કાર્યમાં જોડાયેલાં લોકો હજી પણ પાણીમાં સંભવિત મુસાફરોની શોધખોળ કરી રહ્યા છે.”

કોસ્ટગાર્ડે જણાવ્યું છે આ બોટની ક્ષમતા 280 મુસાફરોની હતી અને એમાં ક્ષમતા કરતાં વધુ લોકો નહોતાં.

સમયાંતરે રીતે દરિયાઈ તોફાનોનો સામનો કરતાં ફિલિપાઇન્સમાં આ પ્રકારે નૌકાઓ ઊંધી વળી જવાનાં અકસ્માતો સહજ છે.

વૃત્તિય દરિયાઈ તોફાન ટેમ્બિન શુક્રવારે દરિયા કિનારા સુધી પહોંચે તેવી આગાહી છે. સ્થાનિકોને આ તોફાનની ચેતવણી આપી દેવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા