નાતાલની ગિફ્ટમાં ટોઇલેટના રોલ માગતી બાળકી!

મૅગી.
ક્રિસમસની ઉજવણીમાં જો સૌથી વધુ હરખ કોઈને હોય તો તે બાળકો છે, લાંબી સફેદ દાઢી અને લાલ કપડાંમાં શોભતા સાન્તા ક્લૉઝ પાસેથી મનગમતી ગિફ્ટ્સ મેળવવા માટે રાત્રે મોજા અને પ્લેટમાં દુધ અને બિસ્કિટ મૂકીને બાળકો ઊંઘી જાય છે. અઢળક સપનાં ધરાવતાં બાળકોને સાન્તા ક્લૉઝ પાસેથી અનોખી ગિફ્ટ લેવી હોય છે.
પરંતુ યુકેના શ્રોપશર પ્રાંતના ટેલફર્દ શહેરની આઠ વર્ષની મૅગીને સાન્તા ક્લૉઝ અને અન્ય વડિલો પાસેથી કોઈ બાળકે ન માગી હોય તેવી ગિફ્ટ જોઈએ છે.
તેને બધા જ પાસેથી ક્રિસમસ ગિફ્ટમાં ટોઇલેટ પેપર જોઈએ છે.
તમને આ પણ વાંચવું ગમશે
કારણ કે એ ટોઇલેટ પેપરના રોલથી જ ક્રિસમસ ટ્રી અને રમવા માટે કાગળની ખુરશીઓ બનાવે છે.
મૅગીને કેમ આવી જ ગિફ્ટ જોઈએ છે?
મૅગીની માતા હૅના વિટમોર.
મૅગી અસ્પર્જસ સિન્ડ્રોમથી અસરગ્રસ્ત છે. આ એક એવી માનસિક માંદગી છે જેમાં સામાજિક વ્યવહાર અને અશાબ્દિક સંદેશાવ્યવહારમાં ખૂબ મુશ્કેલીઓ પડે છે.
વધુમાં વર્તન અને વ્યક્તિગત જિજ્ઞાસાને લગતી સંબંધિત આવર્તનનો સમાવેશ થાય છે.
તેમની માતા હૅના વિટમોર જણાવે છે, "મૅગી ખૂબ જ સર્જનાત્મક છે. અન્ય લોકો કરતાં તેનો દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ અલગ છે. મારા-તમારા માટે એ માત્ર ટૉયલેટ રોલ્સ હોઈ શકે છે.
પરંતુ મૅગી માટે તે કંઈક બનાવવાની અને તેની સાથે રમવાની વસ્તુ છે."
વધુમાં તેમણે કહ્યું, "જ્યારે મેં તેમને પૂછ્યું કે તેઓ નાતાલ માટે શું ઈચ્છે છે, જવાબમાં તેમને જણાવ્યું કે તેમને માત્ર ટૉયલેટ રોલ્સની જરૂર છે.
નાતાલ પર મારી બાળકી માટે ભેટ તરીકે ટૉયલેટ રોલ્સની ખરીદી મારી દૃષ્ટિમાં બહુ જ ખરાબ હતી. આથી અમે પરિવાર અને મિત્રોને ટૉયલેટ રોલ્સને દાન આપવા માટે વિનંતી કરી હતી.
ક્રિસમસ પર મૅગીને આશ્ચર્યચકિત કરવા માટે અમે એક મોટી બરફની ઝૂંપડી બનાવવા માગીએ છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો