'સમાજે અલ્લાહ પાસેથી પુત્ર માંગવા માટે ફરજ પાડી'

એક પુત્ર સંતાન હોવાનું માનસિક દબાણ મહિલાના સ્વાસ્થ્ય અને આરોગ્ય પર નકારાત્મક અસર કરે છે Image copyright Getty Images
ફોટો લાઈન એક પુત્ર સંતાન હોવાનું માનસિક દબાણ મહિલાના સ્વાસ્થ્ય અને આરોગ્ય પર નકારાત્મક અસર કરે છે

પાકિસ્તાનનાં પેશાવર શહેરની જમીલા (નામ બદલવામાં આવ્યું નામ)ની ચાર દીકરીઓ છે.

તે તેની નાની પુત્રી માટે રસોઈ બનાવવામાં વ્યસ્ત છે. તેમની સૌથી મોટી પુત્રી તેમની સાથે છે, જ્યારે બાકીની બે દીકરીઓ રમી રહી છે.

જમીલાનો પતિ પેશાવરમાં એક સરકારી કર્મચારી છે. તેના લગ્નને 15 વર્ષથી વધુ સમય થયો છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેના સંતાનોમાં ચાર પુત્રીઓનો સમાવેશ થાય છે પરંતુ કોઈ પુત્ર નથી.


પતિની પુત્ર એષણા

Image copyright Getty Images
ફોટો લાઈન એક પુત્ર પેદા કરવા માટે સમાજના દબાણને લીધે લોકો કયા પ્રકારની માનસિક બીમારીથી પીડાય છે

જમીલાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેણે પુત્રની અપેક્ષાએ અત્યાર સુધીમાં ચાર પુત્રીઓને જન્મ આપ્યો છે, કારણ કે તે અને તેના પતિ ઇચ્છે છે કે તેમની સંતાનોમાં એક પુત્ર પણ હોય.

તેમણે જણાવ્યું હતું કે, "અમે એવા સમાજમાં જીવી રહ્યા છીએ કે જ્યાં સંતાનોમાં પુત્રનું ન હોવું એને બહુ મોટો વિષય બનાવી દેવામાં આવે છે, કારણ કે બહારના મોટાભાગના કામ પુરુષો દ્વારા કરવામાં આવે છે અને તે કારણોસર ઘરમાં સંતાનોમાં એક પુત્રનું હોવું જરૂરી છે."

જ્યારે પૂછવામાં આવ્યું કે શું છોકરીઓ બહાર કામ કરી શકતી નથી?

ત્યારે જમીલાએ કહ્યું છોકરીઓ બહાર કામ કરી શકે છે, પરંતુ પરિવારને એવો ભય છે કે છોકરીઓને બહાર કોઈ કઈંક નુકસાન ન કરે.

જમીલાએ ઉમેર્યું કે એવું નથી કે તે અને તેમના પતિ પુત્રીઓને ધિક્કારે છે અથવા તેમના શિક્ષણ અને ઉછેરમાં કોઈ પ્રકારની કસર રાખી છે.

તેમની પુત્રીઓ સારી શાળાઓમાં અભ્યાસ કરે છે, પરંતુ સમાજને કારણે બંન્ને પતિ-પત્ની ઇચ્છે છે કે તેમને પુત્રની સંતાન પ્રાપ્તિ થાય અને એ માટે તેઓ ખુદાને પ્રાર્થના કરે છે.

જમીલાએ કહ્યું, "જયારે મારા સગર્ભા થયા બાદ ત્રણ મહિના પસાર થાય છે, ત્યારે હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે કદાચ મને એક પુત્ર પ્રાપ્ત થઈ જાય, પણ હજુ સુધી અલ્લાહે મારી આ દુઆને સ્વીકારી નથી."

Image copyright AFP
ફોટો લાઈન ઘણી સ્ત્રીઓએ પુત્રી જન્મ સમયે દર વખતે છૂટાછેડાના ભયનો સામનો કરવો પડ્યો હતો

તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના પતિ પુત્ર ન હોવાને કારણે તેમના પર ગુસ્સે થાય છે?

તો જમીલા જણાવે છે કે, તેના પતિ તેના પર ગુસ્સે નથી થતા, પરંતુ ઘરમાં કોઈ પુરુષ ન હોવાને કારણે ક્યારેક કોઈ કામસર જમીલાને કરવા માટે બહાર જવું પડે છે ત્યારે તેઓ જરૂર ગુસ્સે થઈ જાય છે.

જમીલાની જેમ એવી ઘણી સ્ત્રીઓ છે જે પરિવાર અને સમાજના દબાણનો શિકાર થયેલી છે.

આવી સ્ત્રીઓ પર એક પુત્ર સંતાન હોવાનું દબાણ હોય છે અને નિષ્ણાંતોના મતે આ પ્રકારનું માનસિક દબાણ મહિલાના સ્વાસ્થ્ય અને આરોગ્ય પર નકારાત્મક અસર કરે છે.

કેટલાક અહેવાલો અનુસાર ઘણી સ્ત્રીઓએ પુત્રી જન્મ સમયે દર વખતે છૂટાછેડાના ભયનો સામનો કરવો પડ્યો હતો.


'માનસિક દબાણ'

Image copyright Getty Images
ફોટો લાઈન બદલાઈ રહેલા સમયમાં માત્ર 'મર્દાનગી'ને નહિ પરંતુ બૌદ્ધિક બળ અને શક્તિને પણ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે

એક પુત્ર પેદા કરવા માટે સમાજના દબાણને લીધે લોકો કયા પ્રકારની માનસિક બીમારીથી પીડાય છે.

આ વિશે પેશાવરમાં ખૈબર ટીચિંગ હોસ્પિટલના મનોચિકિત્સક એઝાઝ જમાલ કહે છે કે કેટલીકવાર તણાવ એટલો વધી જાય છે કે સ્ત્રીઓને આપઘાત કરવા સુધી ફરજ પડે છે.

પાકિસ્તાનમાં તબીબી સંશોધનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે સ્ત્રીઓમાં માનસિક તણાવના મૂળ કારણોમાં એક પુત્રની અછતને કારણે સામાજિક અને પરિવારના દબાણનો પણ સમાવેશ થાય છે.

પુત્ર ન હોવાના કારણો સમજાવતા જમાલે કહ્યું કે પુત્ર અને પુત્રીને જન્મ આપવો તે પુરુષના રંગસૂત્રો પર આધારીત હોય છે.

તેમણે કહ્યું કે આ પ્રકારની માનસિકતાને દૂર કરવા માટે સમાજમાં જાગરૂકતા ઝુંબેશ શરૂ કરવી જરૂરી છે.

લોકોને સમજાવવું જરૂરી છે કે પુરુષ અને સ્ત્રીઓ સમાન છે અને તેમની વચ્ચે કોઈ ભેદભાવ ન થવો જોઈએ.

પેશાવર યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. જમૈલ એહમદે બીબીસીને કહ્યું હતું કે 'મરદપણું' અને 'પુરુષ સ્ત્રી કરતાં મજબૂત છે'નો ખ્યાલ હજી સમાજમાં અસ્તિત્વમાં છે કારણ કે સમાજ ઉત્ક્રાંતિના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે પહેલાં બાદશાહત જોવા મળતી હતી જેને કારણે મોટા ભાગના પુરુષોને જ સમાજમાં શક્તિશાળી સમજવામાં આવતા હતા.

બદલાઈ રહેલા સમયમાં માત્ર 'મર્દાનગી'ને નહીં, પરંતુ બૌદ્ધિક બળ અને શક્તિને પણ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો