અમેરિકા: વીજ કંપનીએ મહિલાને 18 લાખ કરોડ રૂપિયાનું બિલ ફટકાર્યું

પાવર ગ્રીડની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન 'અમે નાતાલ પર માત્ર 'લાઇટનિંગ' કર્યું હતું`

અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક મહિલાને 284 બિલિયન ડોલર (લગભગ 18 લાખ કરોડ રૂપિયા)નું વીજ બિલ આવતા તે સ્તબ્ધ થઈ ગયાં હતાં.

જો કે બાદમાં તેમને જાણ થઈ કે આ રકમ ખોટી છે.

એરી ટાઉનના મેરી હોરોમન્સ્કીએ કહ્યું કે નવું બિલ આવ્યું તેમાં ચૂકવણીની આખરી તારીખ નવેમ્બર 2018 હતી.

તેમણે એરી ટાઇમ્સ-ન્યૂઝને જણાવ્યું "બિલ જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ."

"અમે નાતાલ પર 'લાઇટિંગ' કર્યું હતું. મને એમ કે કદાચ આ કારણે આવું થયું કે કેમ?"

તમને આ પણ વાંચવું ગમશે

કંપનીએ શું કહ્યું?

ફોટો લાઈન ચૂકવણીની આખરી તારીખ નવેમ્બર 2018 હતી

જો કે બાદમાં વીજ કંપનીએ સ્પષ્ટતા કરી કે બિલ ખરેખર 284.46 ડોલર (લગભગ 18 હજાર રૂપિયા) છે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે તેમને ખબર નથી કે આવી ભૂલ કેવી રીતે થઈ.

તેમણે બિલ વિશે વાત કરતા કહ્યું કે હોરોમન્સ્કીએ 284 બિલિયન ડોલરના બિલમાંથી પ્રથમ હપતો ડિસેમ્બરમાં ચૂકવવાનો હતો.

પ્રવક્તા માર્ક ડર્બિને જણાવ્યું, "ગ્રાહકને ક્યારેય આટલું બિલ આવ્યું હોય તેવું આગાઉ બન્યું નથી."

"ગ્રાહકે અમારી પાસે આવીને રજૂઆત કરી અમારું ધ્યાન દોર્યું તેમની આ વાતને અમે આવકારીએ છીએ. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો