યુએસમાં ડિઝાઇન-ચીન અને ઈથિઓપિયામાં બનાવટ થાય છે

યુએસમાં ડિઝાઇન-ચીન અને ઈથિઓપિયામાં બનાવટ થાય છે

બાળકો ઝડપથી મોટાં થાય છે અને તેમના પગ બૂટમાંથી બહાર નીકળી જાય છે.

પરંતુ ગરીબ પરિવારના લોકોને હંમેશા નવા જૂતાં નથી પરવડતા.

કેન્યામાં કિબેરાની ઝૂંપડપટ્ટીમાં ખુલ્લા પગે ચાલવું ખતરનાક છે.

પરંતુ એક સમાજસેવી સંસ્થા વિચારે છે કે આનો ઉપાય છે.

આ એવાં જૂતાં છે જે બાળકની સાથે જ મોટાં થાય છે.

આ જૂતાંનું માપ તેની પટ્ટીથી પાંચ વખત બદલી શકાય છે.

જૂતાં યુએસમાં ડિઝાઇન થઈ ચીન અને ઈથિઓપિયામાં તૈયાર થયાં છે.

બાળકોને તે મફત આપવામાં આવે છે, પરંતુ તેની કિંમત 950 રૂપિયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો