ઉત્તર કોરિયામાં ઉત્પન્ન થતો માલ કોણ ખરીદે છે?

સપ્ટેમ્બર માસમાં પ્યોંગયાંગ ઓટમ (પાનખર ઋતુ) ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર - વ્યાપારિક મેળામાં ઉત્પાદનોનું પ્રદર્શન Image copyright Getty Images
ફોટો લાઈન સપ્ટેમ્બર માસમાં પ્યોંગયાંગ ઓટમ (પાનખર ઋતુ) ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર - વ્યાપારિક મેળામાં ઉત્પાદનોનું પ્રદર્શન

ઉત્તર કોરિયા પર અનેક દાયકાઓથી અનેક પ્રકારના પ્રતિબંધો લદાયેલા છે. વૈશ્વિક વ્યાપારિક પ્રતિબંધો હોવા છતાં ઉત્તર કોરિયા અન્ય દેશની જેમ જ વેપાર કરતું નજરે પડે છે.

સપ્ટેમ્બર માસમાં પ્યોંગયાંગ ઓટમ (પાનખર ઋતુ) ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરના આયોજકોએ જણાવ્યું કે, અઢીસો (250)થી વધુ સ્થાનિક અને વિદેશી કંપનીઓએ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં યોજાયેલા આ વ્યાપારિક મેળામાં પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.

સીરિયા, ચીન, ક્યુબા, ઈરાન, ઇટાલી, ઇન્ડોનેશિયા, વિયેતનામ અને તાઇવાન જેવા રાષ્ટ્રોએ તેના વ્યાપારિક આયોજનમાં ભાગ લીધો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

આ આયોજનને મીડિયામાં સફળ આયોજન તરીકે દર્શાવવામાં આવ્યું છે.


કેવા પ્રતિબંધો છે, ઉત્તર કોરિયા પર?

Image copyright Getty Images
ફોટો લાઈન ઉત્તર કોરિયાને રાષ્ટ્ર તરીકે વ્યાપાર અને વાણિજ્ય માટે સતત એક પ્રતિબંધિત વિસ્તાર તરીકે જ સંબોધવામાં આવે છે

ઉત્તર કોરિયાને રાષ્ટ્ર તરીકે વ્યાપાર અને વાણિજ્ય માટે સતત એક પ્રતિબંધિત વિસ્તાર તરીકે જ સંબોધવામાં આવ્યો છે.

ગત મહિને 23 ડિસેમ્બરના રોજ ઉત્તર કોરિયા પર લદાયેલા નિયંત્રણોને વધુ કડક કરવામાં આવ્યા હતા.

ઉત્તર કોરિયામાંથી તેલ (ક્રૂડ ઓઇલ), ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને વીજ સાધનોની આયાત પર વૈશ્વિક વ્યાપારિક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આવી પરિસ્થિતિમાં જ્યાં ઉત્તર કોરિયા પર અનેક પ્રકારના વૈશ્વિક વ્યાવસાયિક અને વાણિજ્ય વ્યવહારો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેવા સમયે આ રાષ્ટ્ર સાથે વ્યાપારિક-વાણિજ્ય સંબંધો વિક્સાવવા એ ઘણી કંપનીઓ માટે ખૂબ જોખમી છે.


શું છે બિઝનેસની સંભાવનાઓ?

Image copyright NORTH KOREA FOREIGN TRADE PUBLICATION
ફોટો લાઈન ઉત્તર કોરિયામાં વ્યાપાર કેન્દ્ર શરૂ કરવાનું અને વિદેશી ગ્રાહકો સાથે સંપર્કો બનાવવા માટે આ પ્રકાશન એક માધ્યમ છે

પોલ તિજયા, ડચ આઇટી કન્સલ્ટન્સીના સ્થાપક છે, જે ઉત્તર કોરિયામાં વેપાર કરે છે, તે આ દેશમાં રહેલી વ્યાપારિક સંભાવનાઓને લઈને બહુ ઉત્સાહી છે.

પોલ તિજયાએ ગત વર્ષે મે મહિનામાં પ્યોંગયાંગમાં વેપાર અને રોકાણની તકોની ચકાસણી કરવા માટે યુરોપીયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

પોલ તિજયાએ કહ્યું હતું કે, "દરેક વ્યક્તિ આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માંગે છે."

તિજયા કહે છે કે કિમ જોંગ ઉનની સરકાર સાથે વેપાર કરવાની નૈતિક ચિંતાઓને કારણે આ દેશના અર્થતંત્રને મળનારા બળ અને પ્રોત્સાહનને ધ્યાનમાં નથી લેવાતું આથી તેમાંથી થનારા ફાયદાઓને ક્યાંક આપણે નજરઅંદાજ કરી બેસીએ છીએ.

ઉત્તર કોરિયાના ફોરેન ટ્રેડ ઓફ ડીપીઆરકે પ્રકાશનની નવી આવૃત્તિમાં વાચકો માટે નવા ઉત્પાદનો વિષે વિગતો આપવામાં આવેલી છે.

આ પ્રકાશનમાં તબીબી સાધનો, આઈપેડથી લઈને સાબુ સુધીનાં તમામ ઉત્પાદનોની વિગતો દર્શાવવામાં આવેલી છે.

ફોટો લાઈન આ પ્રકાશનમાં તબીબી સાધનો, આઈપેડથી લઈને સાબુ સુધીનાં તમામ ઉત્પાદનોની વિગતો દર્શાવવામાં આવેલી છે

ઉત્તર કોરિયામાં વ્યાપાર કેન્દ્ર શરૂ કરવાનું અને વિદેશી ગ્રાહકો સાથે સંપર્કો બનાવવા માટે આ પ્રકાશન એક માધ્યમ છે અને આ રીતે ઉત્તર કોરિયા વિશ્વ સાથે વેપાર કરે છે.

યુનિવર્સિટી ઓફ સિડનીમાં ઉત્તર કોરિયાના બિઝનેસ રિસર્ચર જસ્ટિન હેસ્ટિંગ્સ કહે છે, "આ દેશમાં જીવવા માટે દરેક વ્યક્તિએ સખત પરિશ્રમ કરવો પડે છે અને એક પ્રકારે ઉદ્યોગસાહસિક બનવું જરૂરી છે."

હેસ્ટિંગ્સ ઉમેરે છે કે ઉત્તર કોરિયામાં નાણાં કમાવવા માટે ઘણાં સર્જનાત્મક રસ્તાઓ શોધવા પડે છે.

વેપાર સામયિકો અને અખબારી અહેવાલોને જોતાં એવું લાગે છે કે ઉત્તર કોરિયામાં બધું સારું ચાલી રહ્યું છે.


કોણ ખરીદે છે ઉત્તર કોરિયાનો સામાન?

શું ખરેખર કોઈ ઉત્તર કોરિયાના ઉત્પાદનો ખરીદે છે? આવો સવાલ થવો સ્વાભાવિક છે.

સાન ડિએગો, કેલિફોર્નિયા યુનિવર્સિટી ખાતે ઉત્તર કોરિયાના રાજકીય અર્થતંત્રમાં કોરિયા-પેસિફિક સ્ટડીઝના પ્રોફેસર અને નિષ્ણાત સ્ટીફન હેગર્ડ કહે છે, "તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે જો કે, આ ઉત્પાદન માત્ર પ્રદર્શન માટે જ નથી હોતા."

પ્રોફેસર હેગર્ડ કહે છે, "આ વેપાર મેળાઓ પ્રચાર માટે નથી હોતા. આ વેપાર મેળાઓ કારોબાર અને વેપાર હેતુથી યોજાતા હોય છે."


ચીન સાથે 90% વેપાર

ઉત્તર કોરિયા તેનો મોટાભાગનો વાણિજ્ય-વેપાર ચીન સાથે કરે છે. જેનું પ્રમાણ નેવું (90) ટકા જેટલું છે.

આ કારણોસર ઘણાં રાષ્ટ્રોને એવું લાગે છે કે ચીન એકમાત્ર એવું રાષ્ટ્ર છે જે ઉત્તર કોરિયા પર વ્યાપારિક પ્રતિબંધો લાદીને તેના પરમાણુ કાર્યક્રમને પ્રતિબંધિત કરી શકે છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્રસંઘે મુકેલા પ્રતિબંધોને લાગુ કરવા ચીનને આગ્રહ કર્યો છે.

આ નિયંત્રણો કોલસા, સીફૂડ અને ટેક્સ્ટાઇલના નિકાસ પર લાદવામાં આવ્યાં હતાં.

યુ.એસ.એ કહ્યું હતું કે જો આ નિયંત્રણો ઉત્તર કોરિયા પર લાગુ થાય તો તેના વિદેશી વેપારનો એક તૃતિયાંશ ભાગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. આ બાબત મોટા ફટકા સમાન સાબિત થાય એમ છે.


ઉત્તર કોરિયાઈ કામદારો અને વિદેશી મુદ્રા

Image copyright Getty Images
ફોટો લાઈન વિશ્વભરનાં ચાલીસ દેશોમાં જહાજ અને જહાજ સંલગ્ન બાંધકામ સાઇટ્સમાં કાર્યરત ઉત્તર કોરિયાઈ શ્રમિકો એ ઉત્તર કોરિયામાં વિદેશી વિનિમયનો બીજો મોટો સ્રોત છે

ઉત્તર કોરિયામાં વિદેશી વિનિમયનો બીજો મોટો સ્રોત એ છે વિશ્વભરનાં ચાલીસ દેશોમાં જહાજ અને જહાજ સંલગ્ન બાંધકામ સાઇટ્સમાં કાર્યરત ઉત્તર કોરિયાઈ શ્રમિકો.

ઉત્તર કોરિયામાં કેટલાક વિશિષ્ટ કારોબારી સંસ્થાનો છે જે રશિયા, ચીન, કેટલાક આફ્રિકન અને યુરોપીયન દેશોમાં રોજગાર માટે વિદેશી કંપનીઓમાં રોજગારી અપાવવાનું કામ કરે છે.

ઉત્તર કોરિયા છોડીને વિદેશમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા થયેલાં નિવેદનોના આધારે જોવા મળ્યું છે કે મોટાભાગના કામદારો તેમનું વેતન ઉત્તર કોરિયા મોકલે છે, જે તેમને આપવામાં આવી રહેલાં વેતનનું ઓછામાં ઓછું બે-તૃતીયાંશ જેટલું હોય છે.

ઉપરાંત ઉત્તર કોરિયામાં ચાલી રહેલી રાજકીય પરિસ્થિતિને જોતાં મોટાભાગનાં ઉત્તર કોરિયાઈ શ્રમિકોને વિદેશમાં કામ કરવાનું આકર્ષણ છે.

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન ઉત્તર કોરિયાઈ સરકાર દ્વારા પરદેશ કામ કરવા જઈ રહેલા શ્રમિકોની હાથ ધરાતી પસંદગી પ્રક્રિયા ઘણી જટિલ છે

ઉત્તર કોરિયાઈ સરકાર દ્વારા પરદેશ કામ કરવા જઈ રહેલા શ્રમિકોની હાથ ધરાતી પસંદગી પ્રક્રિયા ઘણી જટિલ હોય છે.

જે રાષ્ટ્રોમાં કામદારો જતા હોય ત્યાં ઉત્તર કોરિયાઈ સરકાર સખત મૉનિટરિંગ સિસ્ટમ લાગુ કરે છે જેથી કરીને કોઈ પણ શ્રમિક કે કામદાર તેમની નજરથી દૂર ન રહે.

ઉત્તર કોરિયાના માનવ અધિકાર માટે બનાવાયેલા ડેટાબેઝ સેન્ટરમાં સંશોધક તરીકે કામ કરી રહેલા ટાયડોરા ગ્યૂપશાનોવા જણાવે છે, "વિદેશમાં કામ કરવાની ઇચ્છા ધરાવતા શ્રમિકોએ સરકાર પ્રત્યે વફાદારી સાબિત કરવી પડે છે."

આવા કામદારો સાથે કરવામાં આવેલા ઇન્ટરવ્યૂ પરથી જાણવા મળ્યું છે કે તેમાં મોટે ભાગે લગ્ન કરેલા લોકો છે જેમને બાળકો પણ છે.

આનો અર્થ એ થાય કે મજૂરો અને તેમના પરિવાર બન્ને માટે નિયમોના ભંગ બદલ સજાનો ભય એકસરખો યથાવત રહે છે.


શસ્ત્રોનો વેપાર

Image copyright Getty Images
ફોટો લાઈન જ્યારે ઉત્તર કોરિયાના જહાજમાંથી 240 ટન શસ્ત્રજથ્થામાં ક્યુબન-સોવિયેત માર્કાના હથિયારો મળ્યા ત્યારે ઉત્તર કોરિયાનો શસ્ત્રવેપાર પ્રકાશમાં આવ્યો

2013ની સાલમાં જ્યારે ઉત્તર કોરિયાના જહાજમાંથી 240 ટન શસ્ત્રજથ્થામાં ક્યુબન-સોવિયેત માર્કાના હથિયારો મળ્યા ત્યારે ઉત્તર કોરિયાનો શસ્ત્રવેપાર પ્રકાશમાં આવ્યો.

તેવા સમયે ક્યુબાએ કહ્યું હતું કે સમારકામ હેતુથી ચીની બોરાઓમાં હથિયારો છુપાવી તેઓ આ હથિયારોને ઉત્તર કોરિયા મોકલી રહ્યા હતા.

તે જ સમયે સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રકાશિત કરેલા એક અહેવાલ મુજબ ઓગસ્ટ 2016માં રોકેટ સંચાલિત ત્રીસ હજાર (30,000) ગ્રેનેડ્સ સુએઝ કેનાલ માટે લઈ જવામાં આવી હતી.

આ અહેવાલ મુજબ જે જહાજમાં આ રોકેટ સંચાલિત ગ્રેનેડ્સનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું તેના મોરા પર કંબોડિયાનો ધ્વજ ફરફરતો હતો પરંતુ તેનું સંચાલન ઉત્તર કોરિયન ક્રૂ મેમ્બર્સ (જહાજનું સંચાલન કરતી ટુકડી) કરી રહ્યા હતા.

ઉત્તર કોરિયાના ઉદ્યોગપતિઓ પર ચોરી-છૂપીથી સોદાઓની ચોરી માટે માસ્ક કંપનીઓ બનાવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

ઉત્તર કોરિયાન બ્રાન્ડસ્ ઘણા લોકોને નાપસંદ હોઈ શકે, પરંતુ આ દેશ તૂટ્યો નથી કારણ કે એક અસ્પૃશ્ય દેશ હોવા છતાંયે આ દેશ અને આ દેશના લોકોએ વેપાર અને કારોબાર કરવાનું શીખી લીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ