સોશિઅલ : 'મિસ્ટર ટ્રમ્પ, આપણે બધા જાણીએ છીએ કે ફક્ત એક જ GOD છે.'

ડોનાલ્ડ ટ્રમ્પ. Image copyright Getty Images
ફોટો લાઈન ડોનાલ્ડ ટ્રમ્પ.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્વિટરનાં માધ્યમથી જાહેરાત કરી હતી કે પાકિસ્તાનને આપેલી નાણાકીય સહાય દેશની મૂર્ખતા હતી.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાને માત્ર કપટ જ કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પર પાકિસ્તાન સરકારે ઘણો વિરોધ કર્યો છે.

તમને આ વાંચવું પણ ગમશે:

વધુમાં પાકિસ્તાનના નાગરિકોએ પણ સોશિઅલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ જણાવી છે.

ટ્વિટર યૂઝર લેફ્ટેનન્ટ જનરલ અમજદ શોએબે ટ્વિટમાં લખ્યું, "પાકિસ્તાને આતંકવાદને હરાવવામાં અન્ય દેશો કરતાં વધારે પ્રયત્ન કર્યો છે. આપણને દોષ આપવા પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પને અફઘાનિસ્તાનની તરફેણ કરવાની નીતિ પર પુનર્વિચાર કરવો જોઈએ.."

Image copyright Lt. Gen. Amjad Shoaib/Twitter

ટ્વિટર યૂઝર મૅન્ડિલિશિઅસે લખ્યું, "ડોનાલ્ડ ટ્રમ્પ ઇતિહાસના સૌથી મોટા કાર્ટૂન છે અને પાકિસ્તાન વિશેની આ મૂર્ખ ટ્વીટ પર આપણે માત્ર હસી શકીએ છીએ."

Image copyright Mandylicious/Twitter
Image copyright Team Hasan/Twitter

ટીમ હસને ટ્વીટમાં લખ્યું, "પાકિસ્તાને એક એવા યુદ્ધમાં ભાગ લીધો જે ક્યારેય તેના માટે નહોતું.

વધુમાં યુદ્ધમાં 100 અબજ ડૉલરથી વધુનો ખર્ચ થયો અને 70 હજારથી વધુનાં મૃત્યુ થયાં હતાં.

અમેરિકાની તમામ લશ્કરી તાકાત હોવા છતાં તે અફઘાનિસ્તાનમાં તાલિબાનને હરાવવામાં નિષ્ફળ રહ્યું અને હવે તે પાકિસ્તાનને દોષ આપી રહ્યું છે."

ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ્સની સરખામણી કરનારી સમન સિદ્દીકીએ ટ્વીટ કરીને લખ્યું, "શૉર્ટ ટર્મ મેમરી લૉસ સિન્ડ્રોમ કે બાયપોલર ડિસૉર્ડર?"

Image copyright Saman Siddiqui/Twitter

યૂઝર નોમાન ખાને લખ્યું, "મિસ્ટર ટ્રમ્પ, આપણે બધા જાણીએ છીએ કે ફક્ત એક જ GOD (ગોલ્ડ, ઑઇલ, ડાયમન્ડ) છે અને કમજોર દેશો પર હુમલા કરીને તમે GOD જ મેળવવા માંગો છો.

અમને દોષ આપવું બંધ કરો અને તમારી ભૂલો સુધારો..."

Image copyright Noman Khan/Twitter

ટ્વિટર યૂઝર નાયબ ખાક્સે ટ્વીટમાં પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. તેમણે લખ્યું, "અમેરિકા તમામ મુસલમાન દેશોની સંપત્તિ લૂંટી લેવા માંગે છે."

ઇરમ અહમદ ખાને લખ્યું, "'#StopAmericanSupplies અને અમેરિકાને પાકિસ્તાન વગર અફઘાનિસ્તાનનું યુદ્ધ જીતવા દો. મૂર્ખને તરત જ એક પાઠ મળશે."

પ્રતિક્રિયા જણાવતા હિજાબ ખાને ટ્વીટમાં લખ્યું, "તમારી મદદની અમને કોઈ જરૂર નથી. આતંકવાદના નામે અન્ય દેશો પર યૂ.એસ.એ હુમલો કર્યો છે, તેમની સંપત્તિ (સોના, તેલ વગેરે) ચોરી કરી છે અને ત્યારબાદ લૂંટેલા માલથી જ લોકોને ઓછી મદદ આપી છે."

ભારતમાં પણ લોકોએ સોશિઅલ મીડિયા પર આ વિશે ઘણી ચર્ચા કરી હતી.

ટ્વિટર યૂઝર અનમોલ કટિયારે લખ્યું, "નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા સતત પ્રયત્નો બાદ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સામે કડક પગલાં લેવાનો સંકેત છે. આમ પહેલાં જ થઈ જવું જોઈતું હતું."

શ્રીરામે લખ્યું, "રાહુલજી જલ્દી કરો, એવું લાગે છે કે પાકિસ્તાનને વધુ એકવાર આલિંગન કરવાની જરૂર છે." આ ટ્વીટ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના જૂના ટ્વીટના જવાબમાં લખવામાં આવ્યું હતું.

Image copyright Neha Bhole/Twitter

નેહા ભોલેએ કહ્યું છે, "હું ટ્રમ્પને પસંદ કરવાનું શરૂ કરી ચૂકી છું. તેમનામાં સત્ય સ્વીકારવાની સંવેદનક્ષમતા છે. જે છેલ્લા 15 વર્ષમાં તેમના પુરોગામીઓમાં નહોતી."

પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા એમ. આસિફે ટ્વીટમાં જણાવ્યું, "અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે વિશ્વને સત્ય કહીશું. હકીકતો અને કલ્પનાની વચ્ચે તફાવત બતાવીશું."

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ પાકિસ્તાનમાં અમેરિકી રાજદૂતને બોલાવીને ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટ અંગે વિરોધ કર્યો હતો.

પાકિસ્તાની વડાપ્રધાન શાહિદ ખાન અબ્બાસી આજે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને મળવા જઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો