પ્રેસ રિવ્યૂ : વિરાટ કોહલીના નાહવા પર સંકટ શા માટે?

દક્ષિણ આફ્રિકામાં ટીમ ઇન્ડિયા ત્રણ ટેસ્ટ મેચ રમશે Image copyright BCCI
ફોટો લાઈન દક્ષિણ આફ્રિકામાં ટીમ ઇન્ડિયા ત્રણ ટેસ્ટ મેચ રમશે

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ દક્ષિણ આફ્રિકામાં સ્નાન કરવા માટે ટીમના ખેલાડીઓને માત્ર બે મિનિટ આપવામાં આવે છે.

કેપ ટાઉનમાં હાલ દુકાળ પડ્યો છે. જેને લીધે આ નિર્ણય લેવાયો છે.

દુકાળને પગલે શહેરમાં પાણીનાં ઓછા વરરાશ માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

કેપ ટાઉનમાં પાણીની સમસ્યા જટિલ હોવાનો ફાયદો ટીમ ઇન્ડિયાને થશે.

આ પરિસ્થિતિની હકારાત્કમ અસર પીચ પર જોવા મળશે. દુકાળને કારણે પીચ પર ભેજનું પ્રમાણ નહીવત્ રહેશે. ટ્રેક સૂકો જોવા મળશે.

દક્ષિણ આફ્રિકામાં ટીમ ઇન્ડિયા ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ગઈ છે.

તમને આ પણ વાંચવું ગમશે


વિદ્યાર્થિનીઓએ બ્લેડથી શરીર પર નિશાન કર્યા

Image copyright FACEBOOK/MATRUCHHAYASCHOOLBHUJ
ફોટો લાઈન 'માતૃછાયા કન્યા હાઇ સ્કૂલ'ની આ ઘટના અંગે વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરાઈ છે

'દિવ્ય ભાસ્કર'ના એક અહેવાલ મુજબ ભુજની એક શાળામાં વિદ્યાર્થિનીઓએ હાથ-પગમાં બ્લેડ મારી હોવાની ઘટના બની છે.

અહીંની 'માતૃછાયા કન્યા હાઇ સ્કૂલ'માં 10માં ધોરણમાં અભ્યાસ કરતી દસ વિદ્યાર્થિનીઓ શરીર પર બ્લેડ માર્યા હોવાનું મનાઈ રહ્યું છે.

ઘટનાની જાણ થતાં સ્કૂલના સંચાલકોએ તાત્કાલિક વાલીઓને જાણ કરી હતી.

વિદ્યાર્થિનીઓએ આવું શા માટે કર્યું એ હજુ સુધી જાણી શકાયું નથી.


500 મિલિયન ડોલરનો સંરક્ષણ સોદો ફોક કર્યો

Image copyright WEBSITE/rafael.co.il
ફોટો લાઈન ભારતે ઇઝરાયેલની રાફાયેલ સાથે મિસાઈલની ખરીદી સંદર્ભેનો 500 મિલિયન ડોલર્સનો સૌદો ફોક કર્યો

પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા(પીટીઆઈ)ના અહેવાલ મુજબ ભારતે ઇઝરાયલની ટોચની શસ્ત્રો બનાવતી કંપની રફાયેલ 500 મિલિયન ડોલર્સનો સોદો ફોક કર્યો છે.

આ સોદો સ્પાઇક-એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઈલની ખરીદી સંદર્ભેનો હતો.

સોદો ફોક કરવાનો નિર્ણય ઇઝરાઈલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની મુલાકાત સમયે જ લેવાયો હોવાનો અહેવાલ છે.

સોદો ફોક કરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


રજનીકાંત કરુણાનિધિને મળ્યા

Image copyright V CREATIONS
ફોટો લાઈન રજનીકાંતે કરુણાનિધિની તેમના નિવાસ્થાને બુધવારે મુલાકાત લીધી હતી

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ પોતાની રાજકીય એન્ટ્રીની જાહેરાત કર્યા બાદ ફિલ્મ અભિનેતા રજનીકાંતે સૌપ્રથમ ડીએમકેના સુપ્રીમો કરુણાનિધિની સાથે મુલાકાત કરી છે.

રજનીકાંતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ કરુણાનિધિ સાથે ઔપચારિક મુલાકાત હેતુથી તેમના નિવાસ્થાને જઈ રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો