ઉત્તર કોરિયા : કિમ સોક-ચોલ ઉત્તર કોરિયાથી ભાગીને કેમ દક્ષિણ કોરિયા ગયા?

કિમ સોક-ચોલ
ફોટો લાઈન કિમ સોક-ચોલ

વીસ વર્ષ પહેલા ઉત્તર કોરિયાના નાગરિક કિમ સોક-ચોલ પોતાનો દેશ છોડીને દક્ષિણ કોરિયા ભાગી આવ્યા હતા.

તેમણે એવી આશા સાથે ઉત્તર કોરિયા છોડ્યું હતું કે, અહીં તેમને આશ્રય મળશે, પરંતુ ઉત્તર કોરિયાનો ભાગ્યે જ કોઈ એવો નાગરિક હશે જેને આટલી નિરાશાનો સામનો કરવો પડ્યો હોય.

દક્ષિણ કોરિયાના સત્તાવાર આંકડા અનુસાર, 1990ના દાયકામાં ઉત્તર કોરિયામાં એક જબરદસ્ત દુકાળ અને ભૂખમરાના પ્રકોપથી બચવા માટે ત્રીસ હજારથી વધુ લોકોએ ત્યાંથી ભાગીને દક્ષિણ કોરિયામાં આવીને આશ્રય લીધો હતો.

જેમાં મોટાભાગના લોકો ઉત્તર કોરિયામાં 'કિમ' પરિવારના કડક અને સરમુખત્યારશાહી શાસનને પણ જવાબદાર ગણે છે.

તમને આ પણ વાંચવું ગમશે

પણ કિમ સોક-ચોલ આજે પણ તેમના આ અભિયાનમાં નિષ્ફળ છે. તેમણે બીબીસી હિંદીને તેમની વાત જણાવી.


દક્ષિણ કોરિયાની નાગરિકતા ન મળી

ફોટો લાઈન કિમ સોક-ચોલ અને તેમના ભાઈ

મારો જન્મ ઉત્તર કોરિયાના સા-રયુ-વૉન શહેરમાં થયો હતો, જ્યાં હું ત્રીસ વર્ષ રહ્યો.

દક્ષિણ કોરિયા ભાગીને આવ્યા બાદ અહીં ત્રણ વર્ષ થઈ ગયા છે, પણ એક દસ્તાવેજ ન હોવાથી મારે ધક્કા ખાવા પડે છે.

ચાર વર્ષનો હતો જ્યારે મારા પિતા, પરિવારને લઇને ચીન તરફ ભાગ્યા હતા.

એક ભાઈ અને બહેન સાથે તેમણે સરહદ પાર કરી લીધી હતી, પણ મારી માતા અને મોટા ભાઈ સાથે હું પકડાઈ ગયો.

મારી માતાને કેટલાક મહિના સુધી જેલમાં રહેવું પડ્યું અને સ્કૂલમાં મને 'ગદ્દાર' હોવાના મહેણાં સાંભળવા પડ્યા હતા.

ફોટો લાઈન કિમ સોક-ચોલ અને તેમના પત્ની

સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હું હા-રિયોંગમાં ટ્રેનની ફેક્ટરીમાં કામ કરવા લાગ્યો.

પણ કેટલાક વર્ષો બાદ ઉત્તર કોરિયાની સરકારે મારી ટ્રાન્સફર એક વેરાન વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં કરી દીધી.

હું ત્યાં કામ કરવા નહોતો માંગતો પણ મને ખબર હતી કે, જો કામ નહીં કરું, તો સરકાર મારું રેશન બંધ કરી દેશે.

આખરે મને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો અને મારી હાલત વધુ બગડી ગઈ.

ચીનમાં રહેતા મારા વૃદ્ધ પિતા બીજા લગ્ન કરીને નવો પરિવાર વસાવી ચૂક્યા હતા.


પિતાએ લાંચ આપીને ચીનની નાગરિકતા ખરીદી

ફોટો લાઈન દક્ષિણ કોરિયાના શહેર અનસનમાં કિમ સોક-ચોલ

તેમણે દયા રાખીને કોઈક રીતે લાંચ આપીને મારા પરિવાર માટે ત્યાંની નાગરિકતા ખરીદી હતી.

યેનકેન પ્રકારે છૂપાઈને અમે ચીનના યાંબિયાન શહેર પહોંચીને ત્યાં રહેવાં લાગ્યાં.

પછી મેં ઉત્તર કોરિયાથી ભાગીને આવેલી એક મહિલા સાથે લગ્ન કરી લીધાં અને એક પુત્રનો જન્મ થયો.

જોકે, વાસ્તવિકતા એ છે કે ચીનમાં ક્યારેય મારું મન નહોતું લાગતું અને મેં દક્ષિણ કોરિયામાં શરણું લેવાનો દૃઢ નિશ્ચય કરી લીધો હતો.

માનવ તસ્કરી કરતા એક જૂથે અમને ચીનથી થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચાડ્યાં હતાં.


ચીનના લોકોને દક્ષિણ કોરિયાની નાગરિકતા નહીં

ફોટો લાઈન કિમ સોક-ચોલ અને તેમના પત્ની

પરંતુ દક્ષિણ કોરિયાના દૂતાવાસે આશ્રય આપવાનો ઇન્કાર કરી દીધો કેમ કે, મારી પાસે ઉત્તર કોરિયાના દસ્તાવેજ ન હતા.

દક્ષિણ કોરિયાની નીતિ અનુસાર, એવા લોકોને જ આશ્રય અને નાગરિકતા આપવામાં આવે છે, જેમની પાસે તેમના મૂળ દેશની નાગરિકતા સંબંધિત દસ્તાવેજ હોય.

વળી ચીનના નાગરિકોને આ નીતિ હેઠળ સામેલ કરવામાં નથી આવતાં.

મારી પત્ની અને મારા પુત્રને આશ્રય મળી ગયો કેમ કે, તેમનો પરિવાર જ્યારે ભાગીને ચીન આવ્યો હતો, તે સમયે તેમની પાસે પૂરતા દસ્તાવેજો હતાં.

આથી મને ફરીથી ચીન મોકલી દેવામાં આવ્યો. દરમિયાન દક્ષિણ કોરિયામાં 'અનસન' શહેરમાં મારી પત્ની સાથે રહેતો મારો પુત્ર પણ મોટો થઈ રહ્યો હતો.


આથી હું જાઉં, તો ક્યાં જાઉં?

ફોટો લાઈન કિમ સોક-ચોલ

બાદમાં મારા પુત્રે ઉત્તર કોરિયાથી ભાગીને આવેલી એક યુવતી સાથે લગ્ન કરી લીધાં અને તેમને એક પુત્રી પણ છે.

વર્ષ 2015માં મને દક્ષિણ કોરિયાની મુલાકાત માટેના વીઝા મળ્યાં કેમ કે, મારી પત્ની અને પુત્ર હવે દક્ષિણ કોરિયાના નાગરિક છે.

પરંતુ આજે પણ હું અહીંના લોકો માટે 'બહારની વ્યક્તિ' છું અને લોકો મને ઓછો આદર આપે છે.

જે મારા માટે અફસોસની વાત છે. હું ન તો નોકરી કરી શકું છું, ન કોઈ પણ પ્રકારે રોજી રોટી મેળવી શકું છું.

મારી પત્ની પુત્રને તેની ટ્રાવેલ એજન્સીના સંચાલનમાં મદદ કરે છે.

દક્ષિણ કોરિયામાં રહેવા માટે ભવિષ્યમાં હું કોર્ટમાં પણ અરજી કરીશ.

હું ઉત્તર કોરિયા પરત નથી જઈ શકતો અને દક્ષિણ કોરિયા મને રાખવા માટે તૈયાર નથી. આથી હું જાઉં, તો ક્યાં જાઉં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો