છી! એટલે હૉંગકૉંગ જતું પ્લેન અલાસ્કા પહોંચ્યું

યુનાઇટેડ એરલાઇન્સનાં વિમાનની પ્રતીકાત્મક તસવીર Image copyright REUTERS/LOUIS NASTRO
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના શિકાગોથી હૉંગકૉંગ જઈ રહેલા વિમાનના બે ટોઇલેટમાં મળ ભરાઈ જવાનાં કારણે તેને અલાસ્કામાં ઉતારવું પડ્યું હતું.

અધિકારીઓના કહેવા પ્રમાણે ગુરુવારે યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં 'એક મુસાફરનું મળ ફેલાઈ જવાના કારણે' વિમાનને એનકોરેજ એરપોર્ટ ખાતે ઉતારવું પડ્યું હતું.

એ સમયે વિમાનમાં 245 મુસાફર યાત્રા કરી રહ્યાં હતાં.

પોલીસના કહેવા પ્રમાણે મૂળ વિયેટનામના અમેરિકન નાગરિકે કોઈપણ પ્રકારની ધમકી આપી ન હતી.

તમને આ પણ વાંચવું ગમશે

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વિમાનમાં એવું તે શું થયું કે વિમાનને અલાસ્કામાં ઉતારવામાં આવ્યું.

એનકોરેજ એરપોર્ટ પોલીસના પ્રવક્તા લેફટનન્ટ જોઈ ગામાચેએ જણાવ્યું, "અમને માહિતી મળી હતી કે એક મુસાફરે વિમાનના ટોયલેટમાં પોતાનું મળ ફેલાવી દીધું છે."

વિમાન લેન્ડ થયું કે તરત જ કથિત મુસાફરની અટકાયત કરવામાં આવી હતી.


Image copyright Getty Images

22 વર્ષના મુસાફરનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસનું કહેવું છે કે મુસાફરે તપાસમાં પૂરેપૂરો સહયોગ આપ્યો. તેમનો ઇરાદો ગુનાહિત ન હોવાનું જણાયું હતું.

એનકોરેજ ટેલિવિઝન કેટીયૂયૂના રિપોર્ટ પ્રમાણે પોલીસે એક ટ્રાન્સલેટરની મદદથી મુસાફરનો ઇન્ટરવ્યૂ લીધો હતો.

ત્યારબાદ મુસાફરની માનસિક સ્થિતિ ચકાસવા માટે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો.

યુનાઇટેડ એરલાઇન્સનાં નિવેદન પ્રમાણે, "ફ્લાઇટ નંબર યુએ895માં એક મુસાફરે મુશ્કેલી ઊભી કરતાં તેનો રૂટ બદલવો પડ્યો હતો."

સાથે જ ઉમેર્યું છે કે વિમાનમાં યાત્રા કરી રહેલા અન્ય મુસાફરોને રહેવા માટે હોટલની વ્યવસ્થા કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ