શું સોમવારે મગજ સૌથી વધારે તેજ ચાલે છે? આજે જરા ચેક કરજો

લેપટોપ પર કામ કરી રહેલી બે યુવતીઓ

ઇમેજ સ્રોત, Getty Images

વેકેશન બાદ રજાઓ પૂરી થઈ જાય અને પાર્ટી, મોજ-મસ્તીનો સમય પણ જતો રહે છે. ફરીથી કામ પર પરત ફરવાનો સમય શરૂ થઈ જાય છે.

જેમાં આપણી સામે નવા ટાર્ગેટ અને લક્ષ્ય હશે. તો જ્યારે પડકારોનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યા છીએ, તો એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે.

સવાલ એ છે કે વર્ષમાં ક્યો એવો સમય હોય છે જ્યારે આપણે સૌથી સારું કામ કરીએ છીએ?

આપણે ક્યારે સૌથી વધારે કામ કરી શકીએ?

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક લોકો આ સવાલ સાંભળીને મજાક ઉડાવશે. તેઓ કહેશે કે જો ઇચ્છીએ તો સમગ્ર વર્ષ સારું કામ કરી શકીએ છીએ. પરંતુ તમામ રિસર્ચ આ વાતને ખોટી ઠેરવી રહ્યાં છે.

ઑક્ટોબર મહિના સુધી દરેક સોમવારે સવારના 11 વાગ્યા સુધી આપણે વધારે અને સારી રીતે કામ કરીએ છીએ.

આ વાત અમેરિકા સ્થિત મેનેજમેન્ટ કંપની રેડબૂથનાં રિસર્ચમાં સાબિત થઈ છે.

આ અહેવાલ નવેમ્બર મહિનામાં પ્રકાશિત થયો હતો. જેમાં હજારો લોકોનાં મંતવ્ય લેવામાં આવ્યાં હતાં.

સર્વેમાં સામેલ લોકો જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા.

માર્કેટિંગથી લઈને આર્કિટેક્ચર, સ્વાસ્થ્ય સેવાઓ, કાયદાના જાણકારો અને એકાઉન્ટિંગ સાથે જોડાયેલા લોકોને આ મામલે સવાલો કરવામાં આવ્યા હતા.

હા, આપણે એવું કહીને આ સર્વેને નકારી શકીએ કે આ માત્ર એક કંપની દ્વારા કરવામાં આવેલો સર્વે હતો.

તો પણ તમે ઑગસ્ટ મહિનાનામાં દર શુક્રવારે આળસનો અનુભવ કરો છો. પરંતુ ચિંતા ના કરો આ માત્ર તમારા એકલાનો જ અનુભવ નથી.

શું છે કારણ?

ઇમેજ સ્રોત, Getty Images

કેનેડાની ટોરંટો યુનિવર્સિટીના પ્રોફેસર જૉન ટ્રુગાકોસ આનું વૈજ્ઞાનિક કારણ બતાવે છે.

તેઓ કહે છે કે આપણા શરીરની અંદરની ઘડિયાળ અથવા બાયોલૉજિકલ ક્લૉક દર્શાવે છે કે આપણે સવારે 9થી 11 વાગ્યા સુધી સૌથી વધારે અલર્ટ રહીએ છીએ.

આપણું શરીર દિવસના 24 કલાક મુજબ શરીરની ઘડિયાળ ચલાવે છે. તે આપણે બતાવે છે કે આપણે ક્યારે જાગવાનું છે, ક્યારે સુવાનું છે અને ક્યારે ખાવાનું છે.

અનેક રિસર્ચ બાદ એ વાત સાબિત થઈ છે કે શરીરની ઘડિયાળ મુજબ ચાલતી નોકરીઓ કરનારા લોકો સૌથી સારું કામ કરે છે. તેમને ઓછો થાક લાગે છે.

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા પણ આ જ હિસાબે તેમના અંતરિક્ષ યાત્રીઓ પાસેથી વધારે કામ લે છે.

જૉન કહે છે કે સવારે ઓફિસ પહોંચ્યા બાદ લોકો મેઇલ ચેક કરે છે. લોકો એકબીજાને મળે છે. ત્યારબાદ તેઓ પોતાના કામમાં ખુદને ઢાળવા લાગે છે.

સવારના 11 વાગ્યાનો સમય કામના હિસાબથી સૌથી સારો હોય છે.

આ રીતે બપોરના બેથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન સૌથી વધારે આળસ થાય છે.

જૉન કહે છે કે આ જ કારણ છે કે વિશ્વના અનેક દેશોમાં બપોરના વખતે થોડી ઊંઘ લેવાનું ચલણ છે.

મગજ ક્યારે સૌથી વધારે ચાલે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ટોરંટોની ક્વિન્સ યૂનિવર્સિટીના પ્રોફેસર ડૉન ડ્રમંડ કહે છે કે સોમવારે લોકોનું મગજ તેજ એટલા માટે ચાલે છે કે તેઓ રજા બાદ કામ પર આવે છે. તેઓ તાજગી અનુભવે છે.

પાનખરના દિવસો મોટા હોય છે, તો કામ પણ વધારે હોય છે. એવી જ રીતે શિયાળામાં દિવસ જલ્દી પૂરો થઈ જાય છે, તો કામ પણ ઓછું હોય છે. એટલે કામ કરવાનો મૂડ પણ હોતો નથી.

ડ્રમંડ કહે છે કે કંપનીઓએ કર્મચારીઓને આઝાદી આપવી જોઈએ કે તે કામ કરવાના સમયની પસંદગી કરી શકે. આ રીતે તેમની સર્જનાત્મકતાનો સૌથી વધારે ફાયદો ઉઠાવી શકાશે.

તેઓ સપ્તાહની શરૂઆતમાં વહેલા આવીને વધારે મોડા સુધી કામ કરી શકે છે. આ દરમિયાન મીટિંગ ના હોય તો વધારે સારું.

પરંતુ ડ્રમંડ કહે છે કે સાવ કંટાળાજનક મીટિંગ સોમવારે હોય છે.

જો આ વિચારો અને તમારા અનુભવો મળતા હોય તો ચોંકાવનારી વાત નથી.

જો તમે ટીમ લીડર છો તો આનાથી બોધ લઈ ટીમની કામગીરી સુધારી શકો છો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો