સોશિઅલ : ઘરમાં સિંહ બહાર પડી ભાંગ્યા!

શિખર ધવનની તસવીર Image copyright Getty Images

કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 72 રનથી હાર આપી છે. મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાની અસરકારક બૉલિંગ બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઇનિંગમાં 130 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

જોકે, ત્યારબાદ ભારતીય બેટ્સમેન પણ દક્ષિણ આફ્રિકાની બૉલિંગ સામે ટકી ન શક્યા.

તમને આ પણ વાંચવું ગમશે

ભારતને આ મેચ જીતવા માટે 208 રનની જરૂર હતી, પરંતુ ભારતીય ટીમ લક્ષ્યાંક સુધી ન પહોંચી શકી. ભારતીય ટીમ માત્ર 135 રન બનાવીને જ આઉટ થઈ ગઈ.


કોણે બનાવ્યા કેટલા રન?

Image copyright Huw Evans picture agency

ભારતીય ટીમના બીજા દાવમાં મુરલી વિજયે 13 રન બનાવ્યા અને તેમને ફિલેન્ડરે આઉટ કર્યા.

ત્યારબાદ તરત જ ભારતના બીજા ઓપનર શિખર ધવન પણ મોર્ન મોર્કલની ઓવરમાં 16 રન બનાવી, મોરિસને કેચ આપીને આઉટ થયા.

ચેતેશ્વર પુજારાએ સાવધાનીપૂર્વક રમવાની કોશિશ કરી પરંતુ 13 બૉલમાં ચાર રન બનાવીને તે પણ મોર્કલનો શિકાર બન્યા.

કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ બાજી સંભાળવાની કોશિશ કરી પરંતુ 28 રન બનાવીને કોહલી ફિલેન્ડરના બૉલ રમવા જતા આઉટ થયા. ત્યારબાદ રોહિત શર્મા પણ ફિલેન્ડરના બૉલથી બોલ્ડ થઈ ગયા.

પહેલી ઇનિંગમાં ભારત માટે 93 રન બનાવનારા હાર્દિક પંડ્યા પણ બીજી ઇનિંગમાં પાંચ બૉલમાં એક રન બનાવીને આઉટ થઈ ગયા. વિકેટ કીપર સાહા પણ માત્ર આઠ રન બનાવી શક્યા.


ભારતીય બૉલર્સે આશા જગાવી હતી

Image copyright Getty Images

દક્ષિણ આફ્રિકાએ આ ટેસ્ટની પ્રથમ પાળીમાં 286 રન બનાવ્યા હતા. જવાબમાં પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમનું પ્રદર્શન 209 રનોમાં સમાપ્ત થઈ ગયું હતું.

દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીત્યા બાદ બૅટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મૅચમાં વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને તક આપી છે.

સોશિઅલ મીડિયા પર ક્રિકેટપ્રેમીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.

ટ્વિટર યૂઝર શિવ ભક્તે જણાવ્યું હતું કે ઘરમાં સિંહ છે બહાર પડી ભાંગ્યા. આ જુમલો આપણા ધુરંધર ક્રિકેટરોના ગૌરવશાળી ઇતિહાસ પર એક ડાઘ સમાન કાયમ છે.

@rafiq_kashif નામનાં ટ્વિટર હેન્ડલ પરથી એક જીઆઈએફ રજુ કરાયુ હતું.

@ShebasTendulkar હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે ભારતીય ટીમ કેપટાઉનમાં 5 મેચ રમી છે અને એક મેચ પણ જીતી નથી.

@hrveylannister નામનાં ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે ભારતીય ટીમમાં સુધારાની જરૂર છે.

@iambittusingh નામનાં ટ્વિટર હેન્ડલ પરથી કટાક્ષ કરતા લખવામાં આવ્યું કે લગ્નની સાઇડ ઇફેક્ટ.

@RemoG246 નામનાં યૂઝરે ભારતીય ટીમને આશ્વાસન આપતા જણાવ્યું કે હજી આગળની મેચ બાકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો