સોમાલીલૅન્ડમાં પ્રથમવાર બળાત્કાર ગુનો ગણાશે

મહિલાની પ્રતિકાત્મક તસવીર Image copyright AFP

સ્વઘોષિત ગણતંત્ર સોમાલીલૅન્ડે ઐતિહાસિક રીતે પહેલીવાર બળાત્કાર વિરુદ્ધ એક કાયદો બનાવ્યો છે. હવે બળાત્કારને અહીં ગુનો ગણવામાં આવશે.

અત્યારસુધી અહીં બળાત્કારને સાંસ્કૃતિક સમસ્યાના રૂપમાં જોવામાં આવતો હતો અને બળાત્કારીઓને પીડિતા સાથે લગ્ન કરવાનું કહેવામાં આવતું હતું.

કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ હવે બળાત્કારીને ઓછામાં ઓછી 30 વર્ષની જેલની સજા થશે.

તમને આ પણ વાંચવું ગમશે

સોમાલીલૅન્ડે પોતાને 1991માં સોમાલિયાથી અલગ કરીને સ્વતંત્ર દેશ ઘોષિત કર્યો હતો.

સોમાલીલૅન્ડની સંસદના સ્પીકર બાશે મોહમ્મદ ફરાહે બીબીસીને જણાવ્યું કે બળાત્કારની ઘટનાઓ વધી ગઈ છે અને તેમને આશા છે કે નવા કાયદાથી તેને રોકવામાં મદદ મળશે.

તેમણે કહ્યું, "તાજેતરમાં અમે જોયું કે લોકો સામૂહિક બળાત્કારને અંજામ આપી રહ્યા છે. નવા કાયદાનો ઉદ્દેશ બળાત્કારને સંપૂર્ણ રીતે રોકવાનો છે."

આ કાયદો બનાવવા પાછળ બાળકો અને મહિલાઓના હક્કો માટે કામ કરી રહેલા લોકોની મોટી ભૂમિકા રહી છે.

મહિલા અધિકાર વુમન અજેન્ડા ફૉરમની ફૈસા અલી યુસૂફે કહ્યું કે તેઓ આ પ્રકારના કાયદાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ