ટ્રમ્પના પુત્રને 'વિશ્વાસઘાતી' કહેતાં રાજીનામું આપવું પડ્યું?

સ્ટીવ બેનન Image copyright REUTERS
ફોટો લાઈન જૂનિયર ડોનાલ્ડ પર કથિત ટીપ્પણીને લઈને બેનન વિવાદમાં હતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ મુખ્ય રણનીતિકાર સ્ટીવ બેનને દક્ષિણપંથી સમાચાર સંસ્થાન 'બ્રીટબાર્ટ'ના એગ્ઝેક્યુટિવ ચેરમેન પદ છોડી દીધું છે.

તેઓ અમેરિકાના પ્રમુખના પુત્ર પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને વિવાદમાં હતા.

ટ્રમ્પ અંગે કેટલાક વિવાદાસ્પદ દાવા કરનારા પુસ્તક 'ફાયર ઍન્ડ ફ્યૂરી: ઇનસાઇડ ધી ટ્રમ્પ વ્હાઇટ હાઉસ' મુજબ બેનને ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રને 'વિશ્વાસઘાતી' કહ્યા હતા.


'આ શબ્દ બીજા કોઈ માટે કહ્યો હતો'

Image copyright Getty Images
ફોટો લાઈન પુસ્તકમાં દાવો કરાયો છે કે બેનને ટ્રમ્પના પુત્રને વિશ્વાસઘાતી કહ્યા હતા

આરોપ છે કે 2016ના ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને રશિયાના વકીલ વચ્ચે ન્યૂયૉર્કમાં થયેલી એક મુલાકાતના સંદર્ભે તેમણે આ વાત કહી હતી.

જોકે, બેનને પુસ્તકમાં કરાયેલા આ દાવાને નકારી દીધો છે.

બેનને રવિવારે કહ્યું હતું કે આ વાત બેઠકમાં હાજર રહેલા પૂર્વ સહયોગી પૉલ માનાફોર્ટને લઈને કહેવામાં આવી હતી.

સ્ટીવ બેનન વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પના સૌથી વિશ્વાસપાત્ર અને વિવાદિત સહયોગી હતા.

પરંતુ વ્હાઇટ હાઉસમાં સ્ટાફ વચ્ચેના સંઘર્ષના સમાચારો વચ્ચે તેમણે ગયા વર્ષે પોતાનું પદ છોડી દીધું હતું.

સ્ટીવ બેનન 2012થી બ્રીટવાર્ટના એગ્ઝેક્યુટિવ ચેરમેન હતા.

બ્રીટબાર્ટે એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં સ્ટીવ બેનનના સંદર્ભથી લખ્યું છે, "બ્રીટબાર્ટ ટીમે આટલા ઓછા સમયમાં વિશ્વસ્તરીય સમાચાર સંસ્થા બનાવવા જે હાંસલ કર્યું છે તેના પર મને ગર્વ છે."


ટ્રમ્પના પુત્રને કહ્યા દેશભક્ત

Image copyright Getty Images
ફોટો લાઈન ટ્રમ્પે બેનને નોકરી જવા પર રડનારા પૂર્વ સહાયક કહ્યા હતા

બ્રીટબાર્ટના સીઇઓ લેરી સોલોવના હવાલાથી આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "સ્ટીવ અમારી વિરાસતનો એક મહત્ત્વનો ભાગ છે અને અમે હંમેશાં તેમના યોગદાન અને અહીં સુધી પહોંચવામાં તેમની મદદ માટે આભારી રહીશું."

આ પહેલા તેમણે સ્પષ્ટતા કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરને 'દેશભક્ત અને સારા માણસ' કહ્યા હતા.

તેમણે કહ્યું, 'મારી ટિપ્પણી પૉલ માનાફોર્ટને પર હતી. તેઓ જાણતા હતા કે રશિયનો કેવી રીતે કામ કરે છે. તેમને જાણ હોવી જોઈતી હતી કે તેઓ દગાબાજ તેમજ ચાલક છે અને અમારા મિત્ર પણ નથી. હું ફરીથી કહું છું કે આ ટિપ્પણી ડોનાલ્ડ જૂનિયર પર ન હતી.'

વુલ્ફના પુસ્તકમાં જે વાત છાપવામાં આવી છે તેમાં એક કમરામાં હાજર ટ્રમ્પના પ્રચાર અભિયાનના ત્રણ અધિકારી પર નિશાન સાધવામાં આવ્યું છે જેમાં ડોનાલ્ડ જૂનિયર પણ સામેલ હતા.

તેમાં લખવામાં આવ્યું છે, "અભિયાનમાં સામેલ ત્રણ વરિષ્ઠ લોકોને લાગ્યું કે ટ્રમ્પ ટાવરના 25માં માળે કૉન્ફરન્સ રૂમમાં વકીલો વિના વિદેશી સરકાર સાથે મુલાકાત કરવી યોગ્ય છે. તેમની સાથે વકીલ ન હતા."

"પરંતુ તમને આ વિશ્વાસઘાતી, દેશવિરોધી અથવા ખોટું કામ નથી લાગતું પરંતુ મને લાગે છે. આ એવું જ કામ હતું. તમારે તુરંત એફબીઆઈને બોલાવવી જોઈતી હતી."

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તેમને 'બેપરવા સ્ટીવ' અને 'નોકરી જવા પર રડનારા' પૂર્વ સહાયક કહી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ