‘બિહાઈન્ડ ધ સ્કાર્સ’ શ્રેણીમાં દાઝી ગયેલી મહિલાઓએ પોઝ આપ્યા
‘બિહાઈન્ડ ધ સ્કાર્સ’ શ્રેણીમાં દાઝી ગયેલી મહિલાઓએ પોઝ આપ્યા
મોટા ભાગે દાઝી જવાથી અથવા વાગવાના કારણે શરીર પર જે નિશાન રહી જાય છે તેને લોકો છુપાવવાની કોશિશ કરતા હોય છે.
પરંતુ આ ઘાનાં નિશાનથી શરમાવાની જરૂર નથી. એવું સમજવવાનો પ્રયત્ન બ્રિટીશ ફોટોગ્રાફર ‘બિહાઈન્ડ ધ સ્કાર્સ’ નામની શ્રેણી થકી કરી રહ્યા છે.
તેમણે ફોટોગ્રાફી માટે એવી મહિલાઓને પસંદ કરી જેમના શરીર પર ઘાનાં નિશાન હતા.
આવી સ્ત્રીઓએ ખુલા મને મોડલની જેમ પોઝ આપ્યા.
આ મહિલાઓનું માનવું છે કે ઘણીવાર શરીર પરના ઘા આઘાતજનક હોય છે. પરંતુ વાસ્તવમાં તે વ્યક્તિની આપવીતી કહેતા હોય છે.
તેનાં કારણે કારણે શરમ આવતી હશે કે તમારો વિશ્વાસ ડગી જતો હશે, પરંતુ આ ડાઘથી ગભરાવાની જરૂર નથી. એ તમને તમે ખરેખર જે છો તે જ બનાવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો