શું આપ જાણો છો કે દારૂ શરીરને કેવી રીતે અસર કરે છે?

દારૂ પીનારા વ્યક્તિ. Image copyright ERIC FEFERBERG/AFP/Getty Images

ઘણાં લોકો તેમના સ્વાસ્થ્યની સંભાળ લેવા માટે દૃઢ નિશ્ચય કરે છે. કેટલાક લોકો એવું પણ વિચારે છે 'હવે હું દારૂ પીવાનું છોડી દઈશ'.

આનો લાભ ખીસાખરચી અને આરોગ્ય સાથે જોડાયેલો છે.

તમને આ વાંચવું પણ ગમશે:

બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા એન.એચ.એસ. મુજબ, ઓછી માત્રામાં દારૂ પીવાથી તમારા શરીરમાં આ ફેરફારો દેખાશે:

  • સવારે ઊઠીને વધારે સારું લાગશે.
  • દિવસમાં ઓછો થાક અનુભવશો.
  • વધુ ફિટ અનુભવશો.
  • વજનમાં વધ-ઘટ થવાની બંધ થશે.

આ ફેરફારો તમે તરત જ અનુભવશો. જો તમે તાત્કાલિક જ દારૂ પીવાનો છોડી દો અથવા તેને ઓછી માત્રામાં પીશો, તો તમારા શરીરમાં લાંબા સમય સુધી આ ચાર ફેરફારો દેખાશે.


ઊંઘ વધારે સારી રીતે આવશે.

Image copyright Getty Images

દારૂ પીવાથી તરત જ ઊંઘ આવે છે પરંતુ તે ગાઢ ઊંઘ નથી ગણાતી.

વર્ષ 2013માં વિજ્ઞાન જર્નલ 'ઍલકોહૉલિસમ'માં ઊંઘ પર દારૂની અસરો સાથે સંકળાયેલા એક અહેવાલને આધારે જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ માત્રામાં દારૂ પીવાથી ઊંઘ તાત્કાલિક આવે છે. ઊંઘની પહેલી સાઇકલમાં ગાઢ ઊંઘ આવે છે પરંતુ ઊંઘની બીજી સાઇકલમાં ઊંઘ વારંવાર તૂટી જાય છે.

એન.એચ.એસ.ના મુજબ, ઓછી માત્રામાં દારૂ પીવાથી તમે સવારે વધારે તરોતાજા લાગશો.


બીમારીઓ સામે લડવાની સારી ક્ષમતા.

Image copyright Getty Images

ભારે માત્રામાં દારૂ પીવાથી ચેપનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂદ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.

જેના કારણે ઘણાં રોગોનું જોખમ વધી જાય છે. વધુ દારૂ પીવાથી સાઇટોકિન પ્રોટીન બનવાની પ્રક્રિયામાં અડચણ આવે છે.

સાઇટોકિન પ્રોટીન્સ ચેપ સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અમેરિકાના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍલકોહૉલ અબ્યૂઝ એન્ડ ઍલકોહૉલિઝમનો એક અહેવાલ જણાવે છે કે દારૂ પીવાના 24 કલાક બાદ, શરીરમાં સાઇટોકિનનું નિર્માણ ધીમું થઈ જાય છે.


બહેતર મિજાજ.

Image copyright MAXIM MALINOVSKY/AFP/Getty Images

એન.એચ.એસ.ના મુજબ દારૂ અને ડિપ્રેશન વચ્ચે ઘણો સંબંધ છે. હૅંગઓવરના કારણે કેટલાક લોકોનો મિજાજ ખરાબ થઈ જાય છે અને તેમને અસ્વસ્થતાનો પણ અનુભવ થાય છે.

જો તમે પહેલેથી જ ડિપ્રેશનથી અસરગ્રસ્ત અથવા દુ:ખી છો, તો દારૂ પીવાથી આ લાગણીઓની તીવ્રતા વધી શકે છે.

એન.એચ.એસ.ના જણાવ્યા અનુસાર, દારૂની માત્રામાં ઘટાડો કરવાથી તમારો મિજાજ વધારે સારી થઈ શકે છે.


ત્વચાસારી થશે.

Image copyright Getty Images

દારૂ છોડવાથી ઘણાં લોકો તેમની ત્વચામાં ફેરફાર જૂએ છે.

અમેરિકાના અસોસિએશન ઑફ ડર્મટૉલોજિના મુજબ, દારૂ ત્વચા માટે નુકસાનકારક છે.

તે ચામડીને શુષ્ક કરે છે અને સમય જતાં તેને બગાડે છે, જેથી દારૂ પીનાર વ્યક્તિ તેમની ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાય છે.


દારૂની કેટલી માત્રા વધુ ગણાય છે?

Image copyright Getty Images

એન.એચ.એસ.નું કહેવું છે કે એક અઠવાડિયામાં કોઈ પુરુષ કે સ્ત્રીને 14થી વધુ 'યૂનિટ' દારૂ પીવો નહીં જોઈએ. બ્રિટનની સરકાર 10 મી.લી. અમિશ્રિત દારૂને એક 'યૂનિટ' તરીકે ગણે છે.

બ્રિટનના લોકોને એક અઠવાડિયામાં અધિકતમ માત્રામાં 10 નાની પ્યાલીમાં વાઇન પીવાની સલાહ આપવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો