ઇઝરાયલમાં નેતન્યાહૂની ફેવરિટ રેસ્ટોરાં કઈ છે?

તંદૂરી રેસ્ટરાં.
ફોટો લાઈન તંદૂરી રેસ્ટરાં.

જેરૂસલેમથી એક કલાક દૂર હરઝિલ્યા પીટૂચ શહેરમાં "તંદૂરી" નામે એક ભારતીય રેસ્ટરાં છે.

રેસ્ટોરાંની એક શાખા તેલ અવીવમાં પણ છે જ્યાં ભારતની સત્તાવાર મુલાકાત લેનારા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમનાં પત્ની સારા નેતન્યાહૂ પહેલી વાર ડેટ પર ગયાં હતાં.

તંદૂરી રેસ્ટોરાંના માલકણ રીના પુષ્કરના સારા નેતન્યાહુના ખાસ મિત્ર છે. બન્ને એકબીજાને 20 કરતાં વધુ વર્ષોથી ઓળખે છે. તે સમયે નેતન્યાહૂએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

વડાપ્રધાન નેતાન્યાહૂના પ્રતિનિધિમંડળમાં સત્તાવાર સામેલ રીના ડેલિગેશન સાથે ભારતની મુલાકાતે આવ્યા છે.


મોદી પણ તેમની રેસ્ટોરાંમાં ગયા હતા

તેમની સાથે અમારી મુલાકાત તેમના રેસ્ટોરાંમાં જ થઈ જ્યાં ગ્રાહકો ઓછા હતા પરંતુ તેઓ હાજર સૌને ઉત્સાહથી એક પછી એક એમ વ્યક્તિગતપણે મળી રહ્યા હતા.

નેતન્યાહૂએ ગત વર્ષે તેમની પહેલી ડેટ વિશે વાત કરી હતી જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેસ્ટોરાંની મુલાકાતે ગયા હતા.


શું કહે છે રીના પુષ્કરના?

ફોટો લાઈન રીના પુષ્કરના

તેઓ કહે છે, "અમે જેરૂસલેમમાં સૌપ્રથમ 'કોશર' રેસ્ટોરાંની શરૂઆત કરી હતી. ઉદઘાટન તત્કાલીન પૂર્વોક્ત વડાપ્રધાન ઈશાક રેબિન દ્વારા કરવામાં આવ્યું હતું."

વધુમાં તેમણે જણાવ્યું, "ઉદઘાટનમાં વડાપ્રધાન નેતન્યાહૂ અને તેમના પત્ની સારા પણ હાજર હતાં. વડાપ્રધાન નેતાયાહૂએ સમગ્ર વિશ્વને કહ્યું છે કે સારા સાથે તેમની પહેલી ડેટ તલ અવીવની તંદૂરી રેસ્ટોરાંમાં થઈ હતી."

તેમણે દાવો કર્યો કે, "મને યાદ છે કે આશરે વીસ વર્ષ પહેલાં, તેમણે મને કહ્યું હતું કે જ્યારે હું વડાપ્રધાન બનીશ અને ભારતની મુલાકાતે જઈશ, તો રીના તમને ચોક્કસ પ્રવાસમાં સાથે લઈ જઇશ."

વડાપ્રધાન થયા બાદ નેતન્યાહૂએ તેમનું વચન પૂરું કર્યું હતું. પુષ્કરના તેમની સાથે ભારત આવ્યા હતા.


મોદી માટે આયોજિત ભોજન

ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધો વર્ષ 1992માં શરૂ થયા હતા. પરંતુ તે પહેલા પુષ્કર્ણાનાં રેસ્ટોરાંમાં બન્ને પક્ષો વચ્ચે ઘણી મુલાકાતો થઈ હતી.

તેઓ કહે છે, "આપણે પ્રથમ પ્રતિનિધિમંડળનું સ્વાગત રેસ્ટરાંમાં જ કર્યું હતું. અમે આતુરતાપૂર્વક એ દિવસની રાહ જોઈ રહ્યા હતા કે ઇઝરાયલમાં ભારતનું પ્રતિનિધિત્વ હોય."

ભારતના વડાપ્રધાન મોદી ગત વર્ષે ઇઝરાયલ ગયા હતા. મુલાકાત દરમિયાન નેતન્યાહુએ તેમના માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા પુષ્કરના દ્વારા કરાવડાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો