પ્રકાશ રાજ: હું હિંદુ વિરોધી નથી, પણ મોદી-શાહ વિરોધી છું

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પક્ષ પ્રમુખ અમિત શાહ, અભિનેતા પ્રકાશ રાજ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી Image copyright Getty Images
ફોટો લાઈન પ્રકાશ રાજે 'ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવ'માં કહ્યું, ''હું ઍન્ટિ હિંદુ નથી, હું ઍન્ટિ મોદી, ઍન્ટિ હેગડે, ઍન્ટિ અમિત શાહ છું."

અગત્યના મુદ્દાઓ પર ખુલ્લેઆમ ટીકા કરનારા અને સોશિયલ મીડિયા પર ટ્રોલ્સના નિશાના પર રહેતા અભિનેતા પ્રકાશ રાજના તીવ્ર પ્રતિભાવો ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે.

પ્રકાશ રાજે 'ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવ'માં કહ્યું, '' હું ઍન્ટિ હિંદુ નથી, હું ઍન્ટિ મોદી, ઍન્ટિ હેગડે, ઍન્ટિ અમિત શાહ છું."

રાજે ઉમેર્યું હતું કે, "મારા અંગત અભિપ્રાય મુજબ આ લોકો હિંદુ નથી."

રાજે કહ્યું, "અનંત કુમાર હેગડે, જે એક ધર્મને વિશ્વમાંથી સાફ કરી નાખવા માંગે છે એવી વ્યક્તિ હિંદુ ન હોઈ શકે."

તમને આ પણ વાંચવું ગમશે

રાજે વધુમાં જણાવ્યું હતું, '' જે હત્યાઓનું સમર્થન કરે છે તે હિંદુ નથી."

રાજે ઉમેર્યું હતું કે, જો આ લોકો એમ નક્કી કરી શકતા હોય કે હું ઍન્ટિ-હિંદુ છું તો પછી હું પણ એ કહી શકું છું કે આ લોકો હિંદુ નથી.

પ્રકાશ રાજે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડે દ્વારા સંવિધાનને બદલવાની વાત પર કહ્યું હતું કે, ''ચાર દિવસ પહેલાં હું સિરસીમાં હતો."

રાજે કહ્યું કે તેઓ સિરસી ખાતે સંવિધાન બદલવાની વાત કરતા કેન્દ્રીય મંત્રીની વિરુદ્ધમાં વાત કરી રહ્યા હતા.

Image copyright FACEBOOK/ANANTKUMAR HEGDE
ફોટો લાઈન પ્રકાશ રાજે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડે દ્વારા સંવિધાનને બદલવાની વાત પર કહ્યું બંધારણની શરૂઆતમાં આમુખ હોય છે, શું આપને એ પણ ખબર છે કે તેનું મહત્ત્વ શું છે?

રાજે વધુમાં ઉમેર્યું, "મને ભારતના બંધારણ પ્રત્યે ગર્વ છે." પ્રકાશ રાજે સિરસીના એ મંચ પરથી કેન્દ્રીય મંત્રીને સવાલ કર્યો હતો.

સવાલમાં રાજે પૂછ્યું હતું, "પ્રિય મંત્રીજી, શું આપને ખબર છે કે બંધારણની શરૂઆતમાં આમુખ હોય છે?

"શું આપને એ પણ ખબર છે કે તેનું (એ આમુખનું) મહત્ત્વ શું છે?"


વાંચો પ્રકાશ રાજે શું કહ્યું

Image copyright TWITTER
ફોટો લાઈન પ્રકાશ રાજે કહ્યું, એક સાચ્ચો હિન્દુ કોઈના મૃત્યુ પર ઉજવણી નથી કરતો
  • જ્યાં મેં આ વાત કહી હતી ત્યાં ત્રણ દિવસ પછી બીજેપીના લોકો એ મંચ પર ગયા અને મંચને ગૌમૂત્રથી સાફ કર્યું હતું.
  • આવું કરવાવાળા લોકોએ કહ્યું કે પ્રકાશ રાજ બીફ ખાય છે અને બીફ ખાનારાઓનું સમર્થન કરે છે, તેથી અમે આ સ્ટેજ સાફ કર્યું છે.
  • મેં સ્ટેજ પર બીફ વિશે વાત નથી કરી, પરંતુ આ લોકો કોઈપણ વાત પેદા કરી શકે છે.
  • 'સેક્સી દુર્ગા' ફિલ્મ હિંદુત્વ પર નથી, પરંતુ આ લોકો કહે છે કે ના આ ફિલ્મ હિંદુત્વ પર જ છે, એટલે જ તમે એ ફિલ્મનું નામ 'સેક્સી દુર્ગા' રાખ્યું છે.
  • સુપ્રીમ કોર્ટ 'પદ્માવતી' ફિલ્મની રજૂઆતની ચર્ચા કરે છે, પરંતુ કેટલાક અરાજક તથ્યો કહે છે કે ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ.
  • તમે સત્તામાં છો અને કહો છો કે ફિલ્મ રિલીઝ નહીં થાય. જો તમે અરાજક તત્ત્વોને સમર્થન આપો છો તો શું તમે અમારી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વિરૂદ્ધ નથી?
  • મેં આ લોકોને ગૌરી લંકેશની હત્યા પર ઊજવણી કરતા જોયા છે. આ એવા લોકો છે, જેને મારા દેશના વડાપ્રધાન (સોશિયલ મીડિયા પર) અનુસરે છે, ફોલો કરે છે.
  • તો (વડાપ્રધાન) કેમ આ મુદ્દે શાંત છે? તેઓએ (વડાપ્રધાને) શા માટે આવા તત્વોને રોકયા નહીં? મને આ વાત ખૂંચે છે.
  • એક સાચ્ચો હિંદુ કોઈના મૃત્યુ પર ઊજવણી નથી કરતો. મારા વડાપ્રધાનને પસંદ કરેલા મંત્રીને આ પ્રશ્ન પૂછવો જોઈએ કે ધર્મના નિર્મૂલનની વાત તેમણે ન કરવી જોઈએ.
  • અને જો મારા પ્રધાનમંત્રી તેમના કોઈ મંત્રીને આવી વાતો કરવાથી રોકી નહીં શકે તો હું પણ મારા વડાપ્રધાનને એજ કહીશ કે તમે પણ હિંદુ નથી.

વિરોધીઓ અજ્ઞાની છે

Image copyright TWITTER
ફોટો લાઈન પ્રકાશ રાજે કહ્યું, વિરોધીઓ અજ્ઞાની છે

આ કાર્યક્રમમાં પ્રકાશ રાજને પૂછવામાં આવ્યું છે, "હેગડેનો આરોપ છે કે તમે વારંવાર ઇરાદાપૂર્વક આમ એટલે કરો છો કારણ કે તમે ઍન્ટિ-હિંદુ છો અને તમને રાજ્ય સરકારથી જમીન મળી છે.''

પ્રકાશ રાજે કહ્યું, "સૌ પ્રથમ વાત છે કે આ એક દાવો છે કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર પાસેથી મેં જમીન લીધેલી છે."

રાજે પૂછ્યું, "શું આ લોકો જાણે છે કે મારી પાસે કેટલા એકર જમીન છે?

"મેં છેલ્લા 30 વર્ષોમાં પાંચ રાજ્યોની 300 ફિલ્મોમાં કામ કર્યું છે. હું આમાંથી કેટલું કમાયો હોઇશ?"

રાજે જણાવ્યું, "મેં એક આખું ગામ દત્તક લીધું છે. જ્યાં મેં શાળા બનાવવા માટે છ એકર જમીન આપી છે."

રાજે ઉમેર્યું હતું કે તેણે તાજેતરમાં જ એક કૉમ્યુનિટી હોલ બનાવવા માટે બે એકર જમીન દાનમાં આપી હતી.

રાજે અંતમાં કહ્યું, "આ લોકો એવું માને છે કે મારે બેંગલુરુમાં જમીન જોઈએ છે. જૂઓ તો ખરા કે આ લોકો કેટલા ઉત્સાહી અને અજ્ઞાની છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો