ભારતે ડોકલામમાંથી પાઠ લીધો હશે : ચીન વિદેશ મંત્રાલય

ભારતીય ચીન સરહદ વ્યાપાર માટે નથુ લા બિઝનેસ ચેનલ પર તૈનાત ભારતીય અને ચીની સૈનિકો Image copyright Getty Images
ફોટો લાઈન ચીને એવો દાવો પણ કર્યો હતો કે રસ્તાના નિર્માણનું કાર્ય ચીની સૈનિકો ચીન હસ્તકના વિસ્તારમાં કરી રહ્યા હતા

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ડોકલામ ચીનનો એક ભાગ છે.

ચીન ત્યાં એક માર્ગ બનાવી રહ્યો છે, જે સંપૂર્ણપણે વ્યાજબી છે.

ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે બેઇજિંગમાં એક પત્રકાર પરિષદ સંબોધતા ઉપરોક્ત માહિતી આપી હતી.

તાજેતરમાં મીડિયામાં ઉપગ્રહ દ્વારા લેવાયેલા ચિત્રોના ફોટોગ્રાફ્સ છાપવામાં આવ્યાં હતા.

તમને આ પણ વાંચવું ગમશે

ઉપગ્રહ દ્વારા લેવાયેલા ચિત્રો સૂચવે છે કે ચીન આ વિવાદિત વિસ્તાર નજીક એક વિશાળ લશ્કરી સંકુલનું નિર્માણ કરી રહ્યું છે.

જ્યાં બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહી છે તે સ્થળ ડોકલામ સ્થળની નજીક છે અને ત્યાં પાછલા વર્ષે ભારતીય અને ચીની દળો સામ-સામે ખડકાઈ ગયા હતા.

ભલે ભારતીય વિદેશ મંત્રાલય કહે છે કે વિવાદિત જગ્યામાં કંઈ જ થઈ રહ્યું નથી, પરંતુ ભારતીય રાજકીય પક્ષો આ વિશે ચિંતિત છે.


'દોકાલામમાં ચીન બાંધકામ કરે છે'

Image copyright PIB
ફોટો લાઈન ગત વર્ષે ઝિંઆનમાં યોજાયેલા BRICS સંમેલનમાં બંન્ને રાષ્ટ્રોએ પરસ્પરના સંબંધો સુધારવા પર સંમત થયા હતા

શુક્રવારે બેઇજિંગમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં, લિ કાંગે આ મુદ્દે થયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, "મેં પણ આ અહેવાલો જોયા છે."

કાંગે ઉમેર્યું હતું કે અહેવાલો જોઈને તેમને પણ આશ્ચર્ય થયું હતું કે પ્રકાશિત થયેલા ચિત્રો મીડિયાને કોણે ઉપલબ્ધ કરાવ્યા હશે.

તેમણે ડોકલામ મુદ્દે ચીનનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું, "ડોકલામ ચીનનો એક ભાગ છે."

કાંગે કહ્યું કે ડોકલામ હંમેશાં ચીનના અધિકારક્ષેત્રમાં જ રહ્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

કાંગે કહ્યું, "ચીન આ ક્ષેત્રમાં આંતરમાળખાકીય સુવિધાઓનો નિર્માણ કરી રહ્યું છે."

Image copyright Getty Images
ફોટો લાઈન ચીન આ ક્ષેત્રમાં આંતરમાળખાકીય સુવિધાઓનો નિર્માણ કરી રહ્યું છે

જેમ કે લોકો અને ત્યાં રહેતા સૈનિકો માટે રસ્તા બનાવવા વગેરે.

કાંગ મુજબ એ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર છે.

કાંગે કહ્યું કે ચીન ફક્ત તેમના વિસ્તારના સાર્વત્રિક અધિકારો અંગે ચિંતિત હોઈ ચીની પ્રશાસન તેની કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરીને આ નિર્માણકાર્ય કરી રહ્યું છે.

કાંગે કહ્યું, "જો ભારત તેના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું નિર્માણકાર્ય શરૂ કરે તો ચીન તેના પર ટિપ્પણી નહીં કરે."

કાંગે ઉમેર્યું હતું કે ચીન પણ સાથે-સાથે એવી આશા રાખે છે કે કોઈ અન્ય દેશ ચીનની કાયદેસરની પ્રવૃતિઓ પર કોઈપણ પ્રકારનું અસ્વસ્થ નિવેદન ન કરે.


ખેંચતાણ થોડા મહિનાઓ પહેલા હતી

Image copyright Getty Images
ફોટો લાઈન ચીન આ વિવાદિત વિસ્તાર નજીક એક વિશાળ લશ્કરી સંકુલનું નિર્માણ કરી રહ્યું છે

ગત વર્ષે ઓગસ્ટના અંતમાં, ભારત અને ચીનએ દોક્લામ (સિક્કિમ નજીક, ભારતમાં, તેને ડોકલામ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ચીન તેને 'ડોકા લા' કહે છે) થી પોત-પોતાનું સૈન્ય પાછું બોલાવવાનો નિર્ણય લીધો હતો.

આ પહેલાં બંને દેશોના સૈનિકો આશરે 73 દિવસ માટે સામ-સામે ખડકાઈ ગયા હતા.

ગયા વર્ષે જૂન મહિનામાં, રોયલ ભૂટાન આર્મીએ ડોકા લાના ડોકલામ વિસ્તારમાં સડકનિર્માણ કરી રહેલા ચીની સૈનિકોને રોક્યા હતા.

ઉપરોક્ત ઘટના ઘટ્યાના થોડા દિવસો બાદ ચીનએ ભારતીય લશ્કર પર રોડ નિર્માણના કાર્યને રોકવાનો આક્ષેપ કર્યો હતો.

Image copyright TWITTER
ફોટો લાઈન ભારત અને ચીનએ દોક્લામ થી પોત-પોતાનું સૈન્ય પાછું બોલાવવાનો નિર્ણય લીધો હતો

ચીને એવો દાવો પણ કર્યો હતો કે રસ્તાના નિર્માણનું કાર્ય ચીની સૈનિકો ચીન હસ્તકના વિસ્તારમાં કરી રહ્યા હતા.

બાદમાં મીડિયાને જાણવા મળ્યું કે ભારત અને ચીનએ એ સ્થળ પર સૈન્ય ખડકયું હતું જ્યાં સિક્કીમ-ભુતાન-તિબેટની સીમાઓ મળે છે.

ત્યારબાદ સહમતીપૂર્વક બંન્ને દેશોએ આ વિસ્તારમાંથી તેમના દળોને પાછા ખેંચી લીધાં હતા.


શું ફરીથી ખેંચતાણ વધી શકે છે?

Image copyright Getty Images
ફોટો લાઈન એક પ્રકારે ચિંતા થઈ રહી છે કે શું ફરી એકવાર બંને રાષ્ટ્રો વચ્ચે સરહદ પર લશ્કરી ખેંચતાણની સ્થિતિ ઊભી થઈ રહી છે

આ પછી ડોકાલામ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોમાં ચર્ચા કરવામાં આવી રહી છે.

આ ચર્ચાઓમાં એક પ્રકારે ચિંતા થઈ રહી છે કે શું ફરી એકવાર બંને રાષ્ટ્રો વચ્ચે સરહદ પર લશ્કરી ખેંચતાણની સ્થિતિ ઊભી થઈ રહી છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય સરહદ સુરક્ષા દળના સૈનિકોએ તેમના વિસ્તારમાં ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હતો.

જે બાબત ભારતીય સેનાના ટોચના અધિકારીઓએ પણ આ સ્વીકારેલી છે.

Image copyright Getty Images
ફોટો લાઈન બંન્ને રાષ્ટ્રો સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખશે અને ચીન-ભારત સંબંધોમાં વધુ સુધારો જોવા મળશે

આ કારણે ભારત-ચીનના સંબંધોમાં એક પ્રકારે ખેંચતાણ જોવા મળી રહી છે.

આશા છે કે ભારતીયો આમાંથી એક પાઠ લેશે અને આવી કોઈ વાતનું પુનરાવર્તન નહીં કરે.

ગત વર્ષે ઝિંઆનમાં યોજાયેલા BRICS સંમેલનમાં બંન્ને રાષ્ટ્રોએ પરસ્પરના સંબંધો સુધારવા પર સંમત થયા હતા.

કાંગે અંતમાં ઉમેર્યું, 'અમે આશા રાખીએ છીએ કે ભારત આ દિશામાં આગળ વધશે અને બંન્ને રાષ્ટ્રો સરહદી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખશે અને ચીન-ભારત સંબંધોમાં વધુ સુધારો જોવા મળશે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો