આ 7 નિશાનીઓથી જાણી શકાય કે તમારો ફોન હેક થયો છે કે નહીં

મોબાઈલ ધારકની પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

તમારા મોબાઇલ ફોનમાં તમારા વિશેની ઘણી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ માહિતી હોય છે

તમારા મોબાઇલ ફોનમાં તમારા વિશેની ઘણી મહત્ત્વપૂર્ણ અને વ્યક્તિગત માહિતી હો શકે છે.

મિત્રોની તસવીરોથી લઈને ઓફિસના જરૂરી ફોન નંબરો અથવા તો આપના બેંકના ખાતાની વિગતો.

મોબાઇલના આજનાં યુગમાં, આપના ખિસ્સામાં પડેલું એક રોકેટ છે.

હવે જો તમને જાણ થાય કે તમારો ફોન હેક કરવામાં આવ્યો છે?

તમને આ વાંચવું પણ ગમશે:

તમારો જવાબ હશે કે શક્ય હોય તેટલી ઝડપથી ઉકેલ લાવવામાં આવશે.

પરંતુ જો તમારો ફોન હેક કરવામાં આવે છે અને તમને તેની ખબર નથી, તો શું?

અમે તમને અહીં 7 એવી શક્યતાઓ વિષે વાત કરીશું જેના દ્વારા કોઈ તમારા ફોનને હેક કરવાનો પ્રયત્ન કરી શકે છે.

આ સાત શક્યતાઓ માનવ મગજ પ્રેરિત હોય શકે છે અથવા તો કોઈ ટેક્નિકલ યુક્તિનો ભાગ.

ફોન હેકિંગ વિષેના 7 સંકેતો અને તેના ઉપાયો

1. ફોન સ્પીડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વાઇરસ તમારા ફોનની ગતિ (સ્પીડ) અને ફોનની કામગીરી (પરફોર્મન્સ) પર સીધી અસર કરે છે

 • જો તમારો ફોન સામાન્ય કરતા ઓછો ચાલી રહ્યો હોય, તો તે વાઇરસ અથવા કોઈ મેલિસિયસ પ્રોગ્રામને કારણે હોઈ શકે છે.
 • મેલિસિયસ પ્રોગ્રામ એક એવો પ્રોગ્રામ છે જે ફોન અને વપરાશકર્તાઓની કામગીરીને નુકસાન પહોંચાડી શકે છે.
 • આવા વાઇરસ તમારા ફોનની ગતિ (સ્પીડ) અને ફોનની કામગીરી (પરફોર્મન્સ) પર સીધી અસર કરે છે.
 • પરંતુ એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી ખરી કે આવી પરિસ્થિતિ ફોનના ઓપરેટિંગ સિસ્ટમના નિયમિત અપડેટને કારણે પણ થઈ શકે છે.
 • એપલે તાજેતરમાં આઈફોનના જૂના સંસ્કરણની (વર્ઝન) સ્પીડ ઘટાડવાની સમસ્યાને માન્યતા આપી છે.

2. ફોન ગરમ થઈ જાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

તમારો ફોન ઘણીવાર ખૂબ ગરમ થઈ જાય છે

 • તમે કદાચ નોંધ્યું હશે કે તમારો ફોન ઘણીવાર ખૂબ ગરમ થઈ જાય છે.
 • અમેરિકન ઇન્ટેલ ટેક્નોલોજી એક્સપર્ટ એનું કારણ સમજાવે છે.
 • "શક્ય છે કે તમારા ફોનમાં કોઈ પ્રકારની મેલિસિયસ એપ્લીકેશન બેકગ્રાઉન્ડમાં ચાલી રહી છે."
 • ફોનની ગરમી માટેનું એક કારણ એ છે કે તે એપ્લિકેશન્સ યોગ્ય રીતે બંધ ન કરી હોય.

3. બેટરી લાઇફ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

ફોન સતત ગરમ રહેવાને કારણે તેની અસર બેટરી પર પડે છે

 • ફોન સતત ગરમ રહેવાને કારણે તેની અસર બેટરી પર પડે છે.
 • આ કારણે બેટરી તેના નિર્ધારિત સમયકાળની કામગીરી કરતા ઓછી કામગીરી આપે છે.
 • પરંતુ અહીં જે મહત્વપૂર્ણ બાબત છે એ છે સિસ્ટમ અપડેટ.
 • મોબાઇલ ઝોન વેબસાઇટ અનુસાર, જો અપડેટ્સ ખરેખર નવા અથવા અસરકારક હોય તો આવું કરતા અચકાવું નહીં.

4. અજ્ઞાત મેસેજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જો સંદેશો તમે નથી મોકલ્યો તો ચોક્કસપણે સમજી જજો કે એ હેકર્સની કરામત છે

 • કેટલાક પ્રસંગોમાં તમને લાગતા-વળગતા લોકોને તમારો ફોન હેક થયાનો મેસેજ તમારા કરતા પહેલાં મળે છે.
 • કદાચ તમે નોંધ્યું છે કે તમારી પાસે ઘણી વખત કોઈ અજ્ઞાત ફોન-નંબર પરથી સંદેશાઓ આવે છે.
 • અથવા તમે તમારા ફોન-નંબર પરથી આવા સંદેશાઓ આપો-આપ બીજા નંબરો પર એની મેળે ચાલ્યા જાય છે.
 • આવી સ્થિતિમાં તમારા મિત્રો અને પરિવારને એસએમએસ અથવા વોટ્સએપ મારફત આ સંદેશાઓ મળી જાય છે.
 • જો કે એ પ્રકારના સંદેશાઓ તમને સીધા મોકલવામાં આવતા નથી.
 • તેથી તમારા મિત્રોમાંના કોઈ આપને ભવિષ્યમાં કહે કે ફલાણો સંદેશો કેમ મોકલ્યો?
 • અને જો એ સંદેશો તમે તેને નથી મોકલ્યો તો ચોક્કસપણે સમજી જજો કે એ હેકર્સની કરામત છે.
 • આવી સ્થિતિમાં ફક્ત એક બટન પર જ વિશ્વાસ કરો જે ડીલીટ બટન છે.
 • આવા પ્રકારના વાઇરલ હુમલાઓ ઈ-મેલ દ્વારા પણ તમારા ફોન પર થાય છે.
 • એવી પરિસ્થિતિમાં તુરતજ આવા ઇ-મેઇલ જો ખોલ્યા હોય તો બંધ કરી દેવા જોઈએ.
 • એવી કોઈપણ લિંક ક્લિક ન કરવી જોઈએ જે લોભામણી લાગતી હોય.
 • અલગ-અલગ સિસ્ટમ પર ફોન લગાવવાથી જુદા જુદા પ્રકારના વાઇરસ મોબાઈલમાં પ્રવેશવાની શક્યતા છે.

5. વિન્ડો ખોલો

ઇમેજ કૅપ્શન,

કેટલીકવાર વાઇરસ જાહેરાત સ્વરૂપે હોય છે

 • ઘણીવાર એવા વાઇરસ પણ હોય છે જે તમારા ફોનમાં અચાનક દેખા દે છે.
 • કેટલીકવાર આ વાઇરસ જાહેરાત સ્વરૂપે હોય છે,
 • તો કેટલીકવાર આવા વાઇરસ તમને મોબાઈલની સ્ક્રીન પર નવી વિંડો અથવા ટેબ પર લઈ જાય છે.
 • કમ્પ્યુટર ભાષામાં તેને પોપ અપ્સ કહેવામાં આવે છે.
 • સાયબર સિક્યુરિટી એક્સપર્ટ જોસેફ સ્ટિનબર્ગ કહે છે:
 • "જેમ કોમ્પ્યૂટરમાં ઈન્ટરનેટને કારણે નવા ટેબ્સ ખુલી જાય છે ઠીક એવીજ રીતે નવા ટેબ્સ ફોનમાં પણ ખુલે છે."
 • બસ આ પરિસ્થિતિથી સાવચેત રહેવાની જરૂર છે.

6. નવી એપ્લિકેશન

ઇમેજ કૅપ્શન,

વિશ્વસનીય હોય એ જ એપ ડાઉનલોડ કરવી જોઈએ

 • તમે તમારા ફોન પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો છો અને આ એપ્લિકેશન્સ શું છે, તે બહુ મહત્ત્વનું છે.
 • ઘણી વખત તમારું ઇન્ટરનેટ પેક ટૂંક સમયમાં એટલે સમાપ્ત થઇ જાય છે કારણ કે આ એપ્લિકેશન્સ ઘણો ઇન્ટરનેટ ડેટા ખેંચી લે છે.
 • સ્ટિનબર્ગ કહે છે, "ફોનને અપડેટેડ રાખવું ખૂબ મહત્ત્વનું છે."
 • સાથે-સાથે કંપની અથવા સર્વિસ પ્રોવાઇડરની એપ્લિકેશનની પ્રમાણિત કરાયેલી વિશ્વસનીયતા પણ એટલી જ જરૂરી છે.
 • જો ઉપરોક્ત સુવિધા ઉપલબ્ધ ન હોય તો તમારે આવી નકલી એપ્સથી દૂર રહેવું જોઈએ.
 • જાણકારો કહે છે કે તમે જે પણ એપ ફોન પર ડાઉનલોડ કરવા માંગતા હો એ એપ વિષે પહેલા ઇન્ટરનેટ પર જાણકારી મેળવી લેવી જોઈએ.
 • જો એ એપ વિશ્વસનીય હોય તો જ એ એપ ડાઉનલોડ કરવી જોઈએ.
 • જો એપની વિશ્વસનીયતા ચકાસવામાં ન આવે તો નુકસાન એ છે કે હેકર્સ આવી એપ્સ વડે તમારું ઇન્ટરનેટ વાપરી શકે છે.
 • એટલે ફોન દ્વારા થતી નાણાકીય લેવડ-દેવડ જોઈ વિચારીને કરવી જોઈએ.

7. બેકગ્રાઉન્ડમાં અવાજ

ઇમેજ સ્રોત, PA

ઇમેજ કૅપ્શન,

જો બીપ અથવા એવો કોઈ સમાંતર અવાજ સતત આવે તો કોલ રેકોર્ડ થઈ રહ્યો હોવાની શક્યતાઓ સૌથી વધુ છે

 • ઘણીવાર ઇન્ટરનેટ પર કામ કરતી વેળાએ અચાનક વિચિત્ર અવાજો શરૂ થઈ જાય છે.
 • ઘણી વખત વેબ-પેજ પર અનિચ્છનીય અને અસામાન્ય વસ્તુઓ આ દેખાવા લાગે છે.
 • આ એટલે થાય છે કારણ કે દૂર ક્યાંક બેઠેલો હેકર તમારા ઉપકરણને નિયંત્રિત કરી રહ્યો હોય છે.
 • પરિણામ એ આવે છે કે તમારો ફોન અજબ-ગજબ રીતે કામ કરવાનું શરૂ કરી દે છે.
 • સૌથી ભયાનક બાબત એ છે કે જો તમે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હો ત્યારે, પાછળથી આવતા અવાજમાં કોઈ વિચિત્ર અવાજ આવે તો, તો શક્ય છે કે કોઈ તેને રેકોર્ડ કરી રહ્યું હોય.
 • આવા સમયે જો બીપ અથવા એવો કોઈ સમાંતર અવાજ સતત આવે, તો તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો હોવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે.

આ મુશ્કેલીઓનો ઉકેલ શું છે?

ઇમેજ સ્રોત, ANYWHERE SIM

ઇમેજ કૅપ્શન,

ઉપકરણને (ડિવાઇસ) અપડેટેડ રાખો, પરંતુ સાવચેત રહો

 • ફોનમાં વિશ્વસનીય કંપનીનું એન્ટી-વાઈરસ ઇન્સ્ટોલ કરો.
 • જે એપ્લિકેશન્સને તમે ઇન્સ્ટોલ નથી કરી તેને હટાવી દો.
 • મફત Wi-Fi ની લાલચમાં બધી જગ્યાઓ પર ફોન જોડશો નહીં.
 • ફોનનો પાસવર્ડ એવો રાખો કે કોઈપણ તેનું અનુમાન કરી શકે નહીં.
 • પોપ-અપ્સ પર ભૂલથી પણ ક્લિક કરશો નહીં
 • ઉપકરણને (ડિવાઇસ) અપડેટેડ રાખો, પરંતુ સાવચેત રહો.
 • ઇન્ટરનેટ ડેટા કેટલો ખર્ચવામાં આવે છે તેનો ટ્રૅક રાખો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો