જાપાનની ડિજિટલ એક્સચેંજ કોઇનચેકમાંથી કરોડો ડૉલરની ચોરી

મીડિયાનું સંબોધન કરી રહેલા ડિજિટલ કરન્સી એક્સચેન્જ કોઈનચેકના અધિકારીઓની લાક્ષણિક મુદ્રામાં લેવાયેલી તસ્વીર Image copyright NIPPON HOSO KYOKAI
ફોટો લાઈન મીડિયાનું સંબોધન કરી રહેલા ડિજિટલ કરન્સી એક્સચેન્જ કોઈનચેકના અધિકારીઓ

જાપાનના ડિજિટલ કરન્સી એક્સચેન્જ કોઇનચેકે જણાવ્યું છે કે એક હેકિંગ હુમલામાં 53.4 કરોડ ડોલર (અંદાજિત 3,395.71 કરોડ રૂપિયા જેટલા) મૂલ્યની વર્ચ્યુઅલ કરન્સી ખોઈ બેઠા છે.

કોઇનચેક જાપાનની સૌથી મોટાં ડિજિટલ કરન્સી એક્સચેન્જમાંથી એક છે.

હવે આ એક્સચેન્જે બિટેકોઇન્સ ઉપરાંત અન્ય તમામ પ્રકારના ક્રિપ્ટો કરન્સીમાં લેણ-દેણ બંધ કરી છે.

કંપની એનઈએમ નામની વર્ચ્યુઅલ કરન્સીમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

કંપનીના એક પ્રતિનિધિએ જાપાની મીડિયાને કહ્યું છે કે, તેમના એક્સચેન્જની કરન્સીમાં રોકાણકારો દ્વારા રોકાયેલા નાણાં કદાચ તેઓ પરત નહિ કરી શકે.

જો આ ચોરીની પુષ્ટિ થાય તો ડિજિટલ મુદ્રાના ઇતિહાસમાં કદાચ આ સૌથી મોટી ચોરી ગણાશે.

ટોકિયો સ્થિત અને એક્સચેંજ એમટીગોક્સએ વર્ષ 2014 માં સ્વીકાર્યું હતું કે તેના નેટવર્કમાંથી 40 કરોડ ડોલરનું (અંદાજિત 2,543.60 કરોડ ભારતીય રૂપિયા સમકક્ષ) ચલણ ચોરાયું.

આ સમાચાર પછી એ ડિજિટલ એક્સચેન્જ બંધ થયું હતું.


ચોરી કેવી રીતે થઈ?

Image copyright DANNY VINCENT
ફોટો લાઈન ડિજિટલ કરન્સી આવા મશીનો દ્વારા 'માઇનિંગ' જેવી જટિલ કમ્પ્યૂટર પ્રક્રિયા દ્વારા ઉપજાવવામાં આવે છે

એમ મનાય છે કે કોઇનચેકની જે ચલણની ચોરી થઈ છે, તે 'હોટ વોલેટ' માં રાખવામાં આવી હતી તે ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે.

તો બીજી તરફ 'કોલ્ડ વૉલેટ'માં મુદ્રાને ઓફલાઈન નેટવર્કમાં રાખવામાં આવે છે.

કોઇનચેકનું કહેવું છે કે તેને ખબર છે કે ચોરાઇ ગયેલી વર્ચુઅલ મુદ્રા કયા ડિજિટલ એડ્રેસ પર મોકલવામાં આવી છે.

કંપનીએ જણાવ્યું હતું કે, તેમના નેટવર્કમાં હેકરો શુક્રવારે સવારથી ઘુસ્યા હતા, જેની ખબર કંપનીને આઠ કલાક પછી થઈ હતી.

કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી યુસુકે ઓટસુકાએ કહ્યું કે, એ હેકિંગ હુમલામાં અંદાજિત 52.3 કરોડ ડૉલર (અંદાજિત 3,325.76 કરોડ ભારતીય રૂપિયા સમકક્ષ) એનઇએમ કોઇનચેકના નેટવર્કમાંથી ચોરાઈ ગયા હતા.

કોઇનચેક હજુ શોધી રહ્યું છે કે આ હૅકિંગ હુમલામાં કુલ કેટલા ગ્રાહકો પ્રભાવિત થયા છે અને આ હુમલો ક્યાંથી કરવામાં આવ્યો હતો.

ઓટસુકાએ કહ્યું કે, તેમને ખબર છે કે મુદ્રાને ક્યાં મોકલવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે.

ઓટસુકાએ કહ્યું છે કે, જો ચલણને (કરન્સીને) સંપૂર્ણ રીતે ટ્રેક કરવામાં આવશે તો આ ચલણ પાછું મેળવી શકવાની શક્યતા છે.

કોઇનચેક દ્વારા આ ચોરી વિશે જાપાનની પોલીસ અને સરકારી નાણાંકીય સેવા સંસ્થાને આ વિષે જાણકારી આપવામાં આવી છે.

બ્લુમબર્ગ એજન્સીના જણાવ્યા અનુસાર ચોરી પછી વિશ્વની દસમી સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી એનઈએમનો માર્કેટ રેટ (બજાર ભાવ) લગભગ 11 ટકા તૂટ્યો છે.

એનઈએમના મૂલ્યમાં ગાબડું પડ્યું છે જેની કિંમત હાલમાં 87 સેન્ટ થઈ ચુકી છે.

તો બીજી તરફ બિટ્કોઇનની કિંમતમાં 3.4 ટકા ઘટાડો નોંધાયો છે અને રીપ્પલમાં 9.9 ટકા ઘટ આવી છે.


શું છે કોઇનચેક?

Image copyright EPA
ફોટો લાઈન કોઇનચેક 2012માં સ્થપાયેલી ટોકિયો સ્થિત કંપની છે જેમાં ગત વર્ષ ઓગસ્ટના મહિના સુધી 71 કર્મચારીઓ કાર્યરત હતા

કોઇનચેક 2012માં સ્થપાયેલી ટોકિયો સ્થિત કંપની છે.

કોઇનચેકમાં ગત વર્ષ ઓગસ્ટના મહિના સુધી 71 કર્મચારીઓ કાર્યરત હતા.

બ્લૂમબર્ગ અનુસાર કંપની ટોકિયોના શિબુયા વિસ્તારમાં સ્થિત છે જ્યાં ઘણી સ્ટાર્ટ-અપ કંપનીઓની કચેરીઓ આવેલી છે.

એમટીગોક્સ એક્સચેન્જ પણ અહીંથી જ સંચાલિત થાય છે.

ટોકિયોના એક ત્રીસ વર્ષના ગ્રાહક કુનીહિકો સાતોએ કહ્યું હતું કે, તેણે એક્સચેન્જના ડિજિટલ વૉલેટમાં પાંચ લાખ યેન (આશરે 4600 ડોલર - અંદાજિત 2 લાખ 92 હજાર 514 ભારતીય રૂપિયા સમકક્ષ) ત્યાં રાખ્યા હતા.

તેમણે ઉમેર્યું કે, તેઓ ક્યારેય વિચારી પણ નથી શકતા કે જાપાનમાં પણ તેવું બની શકે છે, જ્યાં કાયદો-વ્યવસ્થા ખૂબ જ કડક અને વિકસિત છે.


કેવી રીતે કામ કરે છે ક્રિપ્ટો કરન્સી?

Image copyright Reuters
ફોટો લાઈન ડિજિટલ કરન્સીને 'માઇનિંગ' તરીકે ઓળખાતી એક જટિલ કૉમ્પ્યુટર પ્રોસેસિંગ પદ્ધતિ દ્વારા ઉપજાવવામાં આવે છે

પૈસાને સામાન્ય રીતે સરકારી અથવા પરંપરાગત બેંક પ્રિન્ટ કરે છે.

તે જ રીતે, ડિજિટલ કરન્સીને 'માઇનિંગ' તરીકે ઓળખાતી એક જટિલ કૉમ્પ્યુટર પ્રોસેસિંગ પદ્ધતિ દ્વારા ઉપજાવવામાં આવે છે.

બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીમાં થઈ રહેલી લેવડ-દેવડ પર દેખરેખ રાખવામાં આવે છે.

હજ્જારો બ્લોકચેન છે, જે ઓનલાઇન છે અને આ ડિજિટલ કરન્સી તમારા ખિસ્સામાં રાખેલી ચલણી નોટો કે સિક્કાઓ જેવી નથી હોતી.

આ પ્રકારની કરન્સીને યોગ્ય રીતે સમજવા માટે તમે તેને ડિજિટલ કેશને બદલે ડિજિટલ એસેટ્સના મથાળા હેઠળ સંબોધી શકો છો.

ઉદાહરણ તરીકે બીટકોઈનના મોટાભાગના ગ્રાહકો એક પ્રકારે રોકાણકારો છે.

આ ક્રિપ્ટોકરન્સી કે ડિજિટલકરન્સી સંપૂર્ણપણે ગુપ્ત હોવાને કારણે ઘણા ગુનેગારો પણ આ પ્રકારના વર્ચુઅલ ચલણનો (કરન્સીનો) ઉપયોગ કરે છે.

કોઈપણ ક્રિપ્ટો કરસીનો ભાવ એ વાતને આધીન રહે છે કે કેટલા લોકો તે કરન્સીના સ્વરૂપમાં તેનું રોકાણ કરે છે અને તે કરન્સીમાં તેમનો કેટલો ભરોસો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ