દુનિયાના સૌથી વૃદ્ધ ગોરીલામાંથી એકનું મૃત્યુ

ગોરીલાનો ફોટો Image copyright SAN DIEGO SAFARI PARK/ FACEBOOK

દુનિયામાં સૌથી વધુ વય ધરાવતા ગોરીલામાંથી એક વિલા નામનાં માદા ગોરીલા હવે આ દુનિયામાં નથી. વિલાનો 1957માં કાંગોમાં થયો હતો અને 60 વર્ષીય હતી.

કેલિફોર્નિયાના સેન ડિઆગો ઝૂ સફારી પાર્કે શુક્રવારે જણાવ્યું કે વિલાનું મૃત્યુ થયું છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ માદા ગોરીલાએ પોતાની પાંચ પેઢી જોઈ હતી. મૃત્યુનાં સમયે તેમનાં પરિવારે તેમને પાસે હતો.

સફારી પાર્કમાં પ્રાણીઓની દેખરેખ કરનારા પેગી સેક્સટન કહે છે, ''ખૂબ જ ઓછા ગોરીલા આ ઉંમર સુધી જીવિત રહે છે. સામાન્ય રીતે ગોરીલાનું જીવન 35થી 40 વર્ષનું હોય છે.''


વિલાની ખોટ સાલશે

Image copyright SAN DIEGO SAFARI PARK/ FACEBOOK

સફારી પાર્કમાં સ્તનધારી જીવોની દેખરેખ કરનાર રેન્ડી રીચેઝ કહે છે, ''વિલાની ખોટ ઝૂના સભ્યો, મહેમાનો અને કર્મચારીઓને સાલશે.''

અર્કાન્સસના લિટલ રોક ઝૂમાં 61 વર્ષીય ટ્રુડી આ વૃદ્ધ ગોરીલાની સારસંભાળ રાખતાં હતાં.

વિલાની જેમ ગત વર્ષે જ કોલો નામની અન્ય એક વૃદ્ધ માદા ગોરીલાનું મૃત્યુ પણ થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો