કાબુલ લશ્કરી એકેડેમી પર વિસ્ફોટ અને ગોળીબાર

અફઘાન રાજધાની કાબુલમાં કરવામાં આવેલા હુમલા બાદ હુમલાના સ્થળે લશ્કરી જવાનો, પોલીસ જવાનો અને અન્ય લોકોની પ્રતીકાત્મક તસ્વીર Image copyright AFP
ફોટો લાઈન માર્શલ ફહીમ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી પર સોમવારે સવારે હુમલો કરવામાં આવ્યો છે

અફઘાન રાજધાની, કાબુલ સ્થિત લશ્કરી એકેડેમીમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટો સાંભળવા મળ્યા છે.

અહેવાલો મુજબ માર્શલ ફહીમ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી પર સોમવારે સવારે હુમલો કરવામાં આવ્યો છે.

હજી શનિવારે જ વિસ્ફોટકોથી ભરેલી એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 100 લોકો મૃત્યુ પામ્યા હતા.

ઇસ્લામિક સ્ટેટ (IS) અને તાલિબાન કટ્ટરપંથીઓએ તાજેતરમાં શહેરમાં ઘણી જગ્યાઓ પર હુમલા કર્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસીના માહફૌઝ ઝુબૈદે કાબુલથી જણાવ્યું છે કે, કાબુલના સ્થાનિક સમય અનુસાર સવારે પાંચ વાગ્યે કેટલાક વિસ્ફોટની સાથે સાથે નાના હથિયારો દ્વારા કરાયેલા ગોળીબારના અવાજો પણ સાંભળવા મળ્યા હતા.

અફઘાની મીડિયા ટોલો અનુસાર, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે.

ટોલો અનુસાર, રાષ્ટ્રપતિના પ્રવક્તાએ હુમલાની પુષ્ટિ કરી છે.

પ્રવકતાએ ઉમેર્યું છે કે હુમલાખોરો યુનિવર્સિટીના પ્રથમ દરવાજેથી આગળ વધી શક્યા ન હતા.

Image copyright Reuters
ફોટો લાઈન પોલીસ પ્રવક્તાએ રોકેટ દ્વારા હુમલાઓ અને ગોળીબારીના બનાવની પુષ્ટિ કરી હતી

સમાચાર એજન્સી એએફપીએ સાથે એક પોલીસ પ્રવક્તાએ રોકેટ દ્વારા હુમલા અને ગોળીબારના બનાવની પુષ્ટિ કરી હતી.

પોલીસ પ્રવકતા એ ઉમેર્યું હતું કે હાલ પરિસ્થિતિ શાંત છે.

સમાચાર સંસ્થા રોઇટર્સ અનુસાર, પોલીસ જણાવ્યું હતું કે એક લશ્કરી સ્થાને હુમલો કરવામાં આવ્યો છે.

પરંતુ રોઇટર્સે સાથે-સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હુમલો ઉગ્રપંથીઓ દ્વારા કરવામાં આવ્યો છે કે નહીં હજી તેની પુષ્ટિ કરવામાં નથી આવી.

અહેવાલો મુજબ હુમલામાં કેટલાક બંદૂકધારીઓની હત્યા કરવામાં આવી છે.

કાબુલની હોટેલ પર કરવામાં આવેલા જે હુમલામાં 22 લોકો મૃત્યુ પામ્યા હતા તેના એક સપ્તાહ બાદ જ શનિવારે એમ્બ્યુલન્સ દ્વારા એક વધુ હુમલો કરવામાં આવ્યો હતો.

ઉપરોક્ત બંન્ને હુમલાઓની જવાબદારી તાલિબાનોએ લીધી હતી.

અફઘાન લશ્કરી સંસ્થાઓ વારંવાર બળવાખોરો દ્વારા નિશાન બનાવવામાં આવે છે.

કાબુલ શહેરના કેંદ્રની પશ્ચિમે આવેલા માર્શલ ફહિમ લશ્કરી એકેડેમીની બહાર ઑક્ટોબર 2017માં કરાયેલા વિસ્ફોટમાં 15 લશ્કરી કેડેટ્સના મૃત્યુ થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ