ગેરંટીપૂર્વક નોકરી મેળવવા માટે અરજી ક્યારે કરવી?

નોકરી માટે ઇચ્છૂક ઉમેદવારોની પ્રતીકાત્મક તસ્વીર Image copyright Getty Images
ફોટો લાઈન મોટાભાગના લોકો જાન્યુઆરી મહિનામાં નોકરી શોધે છે

જો તમે નોકરી શોધતા હોવ તો ક્યા મહિનામાં તમને સચોટ પરિણામો મળે?

અઠવાડિયાના ક્યા દિવસો દરમિયાન કરાયેલી અરજી સફળ થાય છે?

દિવસ દરમિયાન એ કયો સમય છે જ્યારે નોકરી માટે કરાયેલી અરજી સ્વીકારાય તેની શક્યતા સૌથી વધુ છે?

નોકરી માટે અરજી કરતી વખતે નોકરીની ગેરંટી હોય એવો કોઈ મહિનો, અઠવાડિયું, દિવસ કે સમય હોય છે?

આ પ્રશ્નોના ચોક્કસ જવાબો શોધવા મુશ્કેલ છે.

પરંતુ જો તમે સમગ્ર વિશ્વમાં નોકરી શોધવા માટેની વેબસાઇટ્સ અને રોજગાર કંપનીઓના આંકડા તપાસો તો રસપ્રદ બાબતો સામે આવશે.

સામાન્ય રીતે જોવા મળે છે કે મોટાભાગના લોકો જાન્યુઆરી મહિનામાં નોકરી શોધે છે.

'મોન્સ્ટર.કોમ' નામની વેબસાઇટ જે વિશ્વભરમાં નોકરીઓની માહિતી આપે છે તેના આંકડાઓ નિર્દેશ કરે છે કે મોટાભાગની નોકરી માટેની અરજી 4 જાન્યુઆરીએ આપવામાં આવી હતી.

અર્થાત્ લોકો મોટા ભાગે રજાઓ પરથી પાછા ફર્યા અને નવી નોકરી શોધવાનું શરૂ કરી દીધું હતું.

વિશ્વની ટોચની છ વેબસાઈસટ્ના આંકડાઓ પણ આ જ માહિતી આપે છે.

વધુ એક જોબ-સર્ચ એન્જીન 'ઇન્ડિડે' કેનેડા, જર્મની, ફ્રાન્સ અને યુ.એસ.એના ડેટાના આધારે જણાવ્યું હતું કે મોટાભાગના લોકો ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે નોકરી શોધે છે.

બ્રિટનમાં, કુલ વાર્ષિક નોકરીઓમાંથી 7.2 ટકા ડિસેમ્બરમાં અને 9.4 ટકા જાન્યુઆરીમાં બદલવામાં આવી હોય છે.


ક્યા મહિનામાં મોટાભાગની નોકરી શોધવામાં આવે છે?

Image copyright Getty Images
ફોટો લાઈન ડિસેમ્બર મહિનામાં લોકો તેમની નોકરી માટે કેટલા સંતુષ્ટ અથવા અસંતુષ્ટ છે, તે નક્કી કરે છે

'રૅન્ડસ્ટેંડ પ્રૉફેશનલ્સ'ના જોડી શાવેજ વિશ્વભરમાં લોકોને નોકરી શોધવામાં મદદ કરે છે તેઓ કહે છે કે ડિસેમ્બર મહિનામાં લોકો તેમની નોકરી માટે કેટલા સંતુષ્ટ અથવા અસંતુષ્ટ છે તેનું આકલન કરે છે.

તે પછી લોકો વર્ષની શરૂઆતથી જ નોકરી શોધવાની શરૂઆત કરે છે.

કર્મચારીઓની ભરતી કરતી કંપની 'રોબર્ટ હાફ'ના પોલ મેકડોનાલ્ડનું કહેવું છે કે લોકો જાન્યુઆરીમાં વધુ નોકરી શોધે છે.

વર્ષના અંતે નોકરી શોધવાના સમયને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

પોલ ઉમેરે છે કે ખાસ કરીને ટેકનિકલ, એચઆર (હ્યુમન રિસોર્સ), કાનૂની અને નાણાકીય કંપનીઓમાં ડિસેમ્બર મહિનામાં નોકરી શોધવામાં આવે તો નોકરી મળવાની શક્યતા વધુ હોય છે.

ઘણી કંપનીઓ વર્ષના અંતમાં બોનસ આપે છે એટલે કે ડિસેમ્બરમાં ઘણા કર્મચારીઓ બોનસ લીધા પછી નવી નોકરી શોધવા લાગે છે.

જો ડિસેમ્બર મહિનામાં કોઈ કંપનીમાં જગ્યા ખાલી પડે તો એ વાત તો સ્પષ્ટ છે કે તે જગ્યા શક્ય હોય તેટલી વહેલી તકે કંપની ભરવા માંગશે.

ડિસેમ્બર મહિનામાં ખાલી પડેલી જગ્યા કંપની એટલા માટે ભરવા માંગતી હોય છે કારણ કે નવા વર્ષમાં નવા વ્યવસાયિક લક્ષ્યો (બિઝનેસ ટાર્ગેટ્સ) અને નવા પડકારોનો કંપનીએ સામનો કરવાનો હોય છે.

ડિસેમ્બર અને જાન્યુઆરી સિવાય નોકરી શોધવા માટે કયો મહિનો યોગ્ય કહી શકાય?

યુરોપ અને ઉત્તર અમેરિકામાં જૂનમાં અને ઑગસ્ટ મહિના દરમિયાન થોડા લોકો નોકરી બદલે છે.

આ સમય દરમિયાન ઘણા લોકો વેકેશન પર જાય છે.


અરજી કરવા માટે સપ્તાહનો કયો દિવસ શ્રેષ્ઠ?

Image copyright Getty Images
ફોટો લાઈન નોકરી માટે અરજી કરવા માટે સોમવાર અથવા મંગળવાર શ્રેષ્ઠ વાર છે

આ બાબતના જાણકાર લોકો કહે છે કે નોકરી માટે અરજી કરવા માટે સોમવાર અથવા મંગળવાર શ્રેષ્ઠ દિવસ છે.

લોકો સોમવારે ઓફિસે આવ્યા બાદ ઇ-મેઇલ અને અન્ય માહિતીઓ શોધતા હોય છે.

જોડી શાવેજ કહે છે કે કોઈ નોકરીની જાહેરાત સોમવારે બહાર પડે તો તેના માટે તરત જ અરજી કરવી બરાબર નથી.

ઉપરોક્ત પરિસ્થિતિમાં તમે પ્રથમ વ્યક્તિ બની શકો છો જે નોકરી માટે અરજી કરે છે જ્યારે નોકરી આપનાર થોડી રાહ જોવા ટેવાયેલા હોય છે.

શાવેજ કહે છે કે જાહેરાત માટે અરજી કરવા માટેનો સૌથી ઉત્તમ સમય એ જાહેરાત બહાર પડતાની સાથે જ 12 થી 24 કલાકની અંદર કરવાનો છે.

ઉપરોક્ત પરિસ્થિતિમાં જો તમને સોમવારે નોકરીલક્ષી જાહેરાત ધ્યાને પડે તો સારું એ છે કે તમે મંગળવારે તે નોકરી માટે અરજી કરો.

Image copyright Thinkstock
ફોટો લાઈન દિવસમાં સવારના 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના સમયમાં અરજી મોકલી હોય તો જવાબ મળવાની સંભાવના વધી જાય છે

નોકરી માટે અરજી કરવાના દિવસ દરમિયાનનો સમયગાળો પણ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે.

જો તમે દિવસમાં સવારના 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના સમયમાં અરજી મોકલી હોય તો જવાબ મળવાની સંભાવના વધી જાય છે.

સામાન્ય રીતે લોકો તે સમય દરમિયાન તેમના ઇ-મેઇલ જોતા હોય છે.

ઉપરોક્ત દર્શાવેલ સમય દરમિયાન લોકો ઓફિસમાં જ હોય છે અને તેથી જ્યારે તમે ઉપરોક્ત દર્શાવેલ સમય પર અરજી મોકલો છો. ત્યારે તમને તમારા ઇ-મેઇલનો જવાબ મળવાની સંભાવના સારી છે.

જો તમે સાંજે ઈ-મેઇલ મોકલ્યો હોય તો એવા ઈ-મેઇલનો જવાબ કદાચે બીજા દિવસે મળવાની સંભાવના રહે છે.

જો બીજા દિવસે ઈ-મેઇલનો ઢગલો થાય તો તમારી અરજી નીચે દબાઈ જવાની પુરેપુરી શક્યતા રહેલી છે.


યા દિવસે શોધવી નવી નોકરી?

Image copyright Thinkstock
ફોટો લાઈન જોબ સીકર્સ ઘણીવાર રવિવારના દિવસે નોકરીઓ શોધતા હોય છે

નોકરી ઇચ્છતા ઉમેદવાર ઘણીવાર મંગળવાર પછી અઠવાડિયાના અંતે - એટલે કે રવિવારના દિવસે નોકરીઓ શોધતા હોય છે.

આવા લોકોએ સોમવાર સુધી રાહ જોવી વાજબી છે.

પછી તેઓ મંગળવાર સવારે 11 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં ગમે ત્યારે નોકરી માટે અરજી કરી શકે છે.

યુએસએ, કેનેડા, જર્મની અને યુ.કેના આંકડા દર્શાવે છે કે કંપનીઓ સામાન્ય રીતે 8 ઑગસ્ટથી નોકરીઓની જાહેરાત શરૂ કરે છે.

આ પરિસ્થિતિ 3 વાગ્યા સુધી થંભી જાય છે. આમ વિવિધ સેક્ટરની કંપનીઓમાં અલગ-અલગ પરિસ્થિતિ હોય છે.

જે વ્યવસાય 24 કલાક કાર્યરત હોય છે તે વ્યવસાયમાં કોઈપણ સમયે અરજી કરી શકાય છે.

Image copyright Getty Images
ફોટો લાઈન આજના યુગમાં તમારી અરજી સામાન્ય રીતે રોબોટ્સ દ્વારા સૉર્ટ કરવામાં આવે છે

આજના યુગમાં તમારી અરજી સામાન્ય રીતે રોબોટ્સ દ્વારા 'સૉર્ટ' કરવામાં આવે છે.

આવી પરિસ્થિતિમાં એ વાત બહુ જરૂરી છે કે તમે તમારા ક્ષેત્ર મુજબ સારી પ્રોફાઇલ તૈયાર કરો.

તમારી અરજી અને પ્રોફાઈલમાં સારા શબ્દોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

ત્યારબાદ તૈયાર કરેલી અરજી મોકલવી જોઈએ અને એ કાર્ય માટે દિવસનો કોઈપણ સમય સારો કહી શકાય.

પરંતુ જો નિષ્ણાતોની વાત માનીએ તો આંકડાઓ અનુસાર નોકરી શોધવા માટેનો શ્રેષ્ઠ મહિનો ડિસેમ્બર છે.

ઉપરોક્ત પરિસ્થિતિમાં જો તમે ડિસેમ્બરમાં મંગળવારે 11 થી 2 વાગ્યે વચ્ચે અરજી કરો તો તમને નોકરી મળવાની સંભાવના વધી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો