પાક. ઇમિગ્રન્ટ્સને લઈ ઇટલી જતી હોડી ડૂબી, 90નાં મૃત્યુની આશંકા

માઇગ્રન્ટ્સની પ્રતીકાત્મક તસવીર Image copyright AFP
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સંયુક્ત રાષ્ટ્ર સંઘની માઇગ્રેશન એજન્સીના કહેવા પ્રમાણે, લિબિયાથી ઇટલી જતી એ હોડી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.

જેનાં કારણે 90 માઇગ્રન્ટ્સનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે.

ત્રણ પીડિતોના જણાવ્યા પ્રમાણે, મૃતકોમાં મોટાભાગે પાકિસ્તાની માઇગ્રન્ટ્સ હતા.

વિસ્થાપિતોના આંતરરાષ્ટ્રીય સંગઠન ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર માઇગ્રેશન (આઈઑએમ)ના કહેવા પ્રમાણે, "લિબિયાનાં તટીય વિસ્તારમાંથી 10 શબ મળી આવ્યાં છે."

અન્ય એક અધિકારીના કહેવા પ્રમાણે, "પાકિસ્તાનીઓ હોડીમાં બેસીને ગેરકાયદેસર રીતે ઇટલી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા."

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન લિબિયાના રસ્તે દક્ષિણ યુરોપમાં પ્રવેશનારાઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા