પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 11 લોકોનાં મૃત્યુ

પાકિસ્તાનમાં હુમલા બાદનું દૃશ્ય

પાકિસ્તાનની સેનાના જણાવ્યા અનુસાર ખૈબર પખ્તૂનખ્વાં વિસ્તારના સ્વાત જિલ્લામાં એક આત્મઘાતી હુમલો થતા આશરે 11 લોકોનાં મૃત્યુ થયા છે.

મૃતકોમાં સેનાના અધિકારીનો પણ સમાવેશ થાય છે.

હુમલાખોરોએ સેનાની છાવણી બહાર રમત ગમતના મેદાનને નિશાન બનાવ્યું હતું.

હુમલો થયો તે સમયે લોકો વૉલીબૉલની મેચ જોવા માટે એકત્ર થયા હતા.

પાકિસ્તાની તાલિબાને દાવો કર્યો છે કે આ હુમલો તેમણે કરાવ્યો છે.

સ્વાત ઘાટીમાં અગાઉ ચરમપંથીઓની સંખ્યા ખૂબ વધારે હતી. ત્યાંથી બહાર ખદેડી દીધા બાદ પણ ચરમપંથી આ વિસ્તારમાં હુમલો કરતા રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો