સીરિયામાં કોણે તોડી પાડ્યું રશિયન લડાકૂ વિમાન?

રશિયન વિમાન સુખોઈ-25ની ફાઇલ તસવીર Image copyright Getty Images

સીરિયામાં વિદ્રોહીઓના નિયંત્રણમાં રહેલા પૂર્વોત્તર વિસ્તાર ઇદલિબમાં રશિયાનું એક લડાકૂ વિમાન તોડી પાડવામાં આવ્યું છે.

રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે પાઇલટ વિમાનમાંથી કુદી પડ્યા હતા પરંતુ જમીન પર થયેલી લડાઈમાં તેમનું મૃત્યુ થયું છે.

સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી એક વીડિયોમાં લડાકૂ વિમાનને નિશાન બનાવાતા બતાવાયું છે.

તમને આ પણ વાંચવું ગમશે

જ્યારે અન્ય એક વીડિયોમાં જમીન પર વિમાનનો સળગતો કાટમાળ બતાવવામાં આવ્યો છે.

વિમાનની એક પાંખ પર રેડ સ્ટાર પણ જોવા મળી રહ્યો છે.

Image copyright AFP

આ વિસ્તારમાં રશિયા પોતાના સહયોગી સીરિયા સાથે મળીને વિદ્રોહીઓ પર હુમલો કરી રહ્યું હતું.

સીરિયાની સરકારે ગત વર્ષે ડિસેમ્બરમાં રશિયાના લડાકૂ વિમાનની મદદથી વિદ્રોહીઓ વિરુદ્ધ મોટાપાયે કાર્યવાહી શરૂ કરી હતી.

Image copyright EPA

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે અહીં લડાઈના કારણે આશરે એક લાખ લોકો વિસ્થાપિત થયા છે.

સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર માત્ર 24 કલાક દરમિયાન રશિયાએ આ વિસ્તારમાં ઘણા હવાઈ હુમલા કર્યા છે.


કોણે તોડી પાડ્યું વિમાન?

Image copyright Getty Images

હયાત-તહરીર-અલ શામ નામના સંગઠને સોશિઅલ મીડિયા પર નિવેદન જાહેર કરીને વિમાન તોડી પાડવાની જવાબદારી સ્વીકારી છે.

સંગઠને જમીનથી હવામાં માર કરતી મિસાઇલનો ઉપયોગ કરી વિમાનને તોડી પાડ્યું હોવાની માહિતી આપી છે.

મહત્ત્વનું છે કે હયાત તહરીર-અલ-શામ નામનું આ સંગઠન છેલ્લા ઘણા વર્ષોથી સીરિયામાં સક્રીય છે.

જોકે, આ પહેલી ઘટના નથી કે જેમાં રશિયન વિમાનને નિશાન બનાવવામાં આવ્યું હોય.

જાણકારી અનુસાર સીરિયામાં આશરે 45 રશિયન સૈનિકો આ પ્રકારની ઘટનામાં મૃત્યુ પામ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા