22 ભારતીયો સહિત ટેન્કર ગુમ, ચાંચિયાઓએ અપહરણ કર્યું હોવાની આશંકા

ચાંચિયાઓની પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

પશ્ચિમ આફ્રિકાની ગિનીની ખાડીમાં બેનિન ખાતેથી પેટ્રોલ ભરીને નીકળેલું જહાજ (ટેન્કર) ગુમ થઈ ગયું છે.

જહાજમાં 22 ક્રૂ સભ્યો છે, જેઓ ભારતીય છે.

'મરીન એક્સપ્રેસ' નામનું આ ટેન્કર પનામામાં નોંધાયેલું છે.

ગુરુવારથી તેની સાથે કોઈપણ રીતે સંપર્ક નથી થઈ શક્યો.

Image copyright Getty Images

ઇન્ટરનેશનલ મેરીટાઇમ બ્યૂરોના કહેવા પ્રમાણે, આ ટેન્કરમાં 13,500 ટન ગેસોલિન (પેટ્રોલ) ભરેલું છે.

ટેન્કરને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અગાઉ આ વિસ્તારમાંથી દરિયાઈ ચાંચિયાઓએ અન્ય એક જહાજનું અપહરણ કર્યું હતું અને છ દિવસ બાદ ખંડણીની રકમ વસૂલીને તેને છોડી મૂકવામાં આવ્યું હતું.


ભારત સરકાર સક્રિય

વિદેશપ્રધાન સુષમા સ્વરાજના કહેવા પ્રમાણે, સરકાર સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે અને નાઇજીરિયા તથા બેનિનના નૌકાદળો સાથે સંપર્કમાં છે.

આ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

બીબીસી સંવાદદાતા વિલ રોસના કહેવા પ્રમાણે, હૈકિ આફ્રિકાના દરિયાઈ વિસ્તારમાં સોમાલિયાના દરિયાઈ ચાંચિયાઓનો આતંક છે, પરંતુ આંતરરાષ્ટ્રીય જહાજો પેટ્રૉલિંગ વધાર્યું છે, એટલે તેમનો આતંક ઘટ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા