સોશિયલ: 'ત્રીજી વન-ડે મેચમાં ગુલાબી જર્સી પહેરીને આવશે'

ટીમનો ફોટો

દક્ષિણ આફ્રિકા સામેની વનડે સિરીઝના બીજા મેચમાં પણ ભારતે યજમાન દેશને પરાજય આપ્યો છે.

આ વિજય સાથે જ ભારત આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) વનડે રેન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું.

તમને આ પણ વાંચવું ગમશે

જોકે, સોશિયલ મીડિયા પર ભારતના વિજય કરતા વધારે ચર્ચા દક્ષિણ આફ્રિકાની ટીમની ટીશર્ટની વધારે ચર્ચા થઈ હતી.

યૂઝર્સે અનેક પ્રકારના સૂચન કર્યા હતા.


સોશિયલ મીડિયામાં જર્સી ચર્ચાનો વિષય

@imRo450 નામનાં ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સાઉથ આફ્રિકાની ટીમની તુલના કરવામાં આવી હતી.

આશુતોષ નામનાં ટ્વિટર યૂઝરે ટ્વીટ કર્યું, ''કોઈ સાઉથ આફ્રિકાની ટીમને સમજાવો કે તમે લીલા કલરનો ડ્રેસ પહેરીને રમશો તો અમે પાકિસ્તાન સમજીને ધોઈ નાખીશું.''

કમલ ચેટ્રી નામનાં યૂઝરે એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં લખ્યું કે માંડ પાંચ મિનિટ ટીવી બંધ કર્યું કે આ લોકોએ તો મેચ જ પૂર્ણ કરી દીધી.

@sirjadeja નામનાં ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો ટ્વીટ કરી જણાવ્યું, ''સાઉથ આફ્રિકાએ આ જર્સી ટ્રાય કરવી જોઈએ, જેથી આવો ભયાનક પરાજય ન થાય.''

@oggy billa નામનાં યૂઝરે ટ્વીટ કરી લખ્યું, ''લાગે છે ત્રીજી વન-ડે મેચમાં ગુલાબી જર્સી પહેરીને આવશે.''


ભારત વનડેમાં નંબર વન

Image copyright TWITTER/@ICC

દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં ભારત બે-શૂન્યથી સરસાઈ ધરાવે છે.

ભારતના વિજયને કારણે આફ્રિકાએ વનડે રેન્કિંગમાં ટોચનું સ્થાન ગુમાવી દીધું છે.

આઈસીસી વનડે રેન્કિંગમાં ભારત ટોચ પર પહોંચી ગયું છે. જો, ભારત ત્રીજી મેચ નહીં જીતી શકે તો તે 'નંબર-વન'નું સ્થાન ગુમાવી દેશે.

પરંતુ જો સિરીઝ જીતી જશે તો 'નંબર-વન'નું સ્થાન મજબૂત બનશે. સિરીઝની ત્રીજી મેચ 7મી ફેબ્રુઆરીના રમાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો