અબુ ધાબીના પહેલા મંદિરનું ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં બનનારા પહેલા મંદિરનું ભૂમિપૂજન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. વડાપ્રધાન મોદી 9 ફેબ્રુઆરીથી પશ્ચિમી એશિયાઈ દેશોના પ્રવાસ પર છે.

યુએઈ સરકારે અબુ ધાબીમાં મંદિર બનાવવા માટે 20 હજાર વર્ગ મીટર જમીન આપી હતી.

વર્ષ 2015માં જ્યારે વડાપ્રધાન મોદી બે દિવસ પ્રવાસ માટે યુએઈ ગયા હતા ત્યારે યુએઈ સરકારે મંદિરના નિર્માણનું એલાન કર્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

મંદિર શા માટે હશે એટલું ખાસ?

ઇમેજ સ્રોત, Getty Images

મંદિર અબુ ધાબીમાં અલ વાકબા નામની જગ્યાએ 20 હજાર વર્ગ મીટરની જમીન પર બનશે.

હાઇવેથી નજીક અલ વાકબા અબુ ધાબીથી લગભગ 30 મિનિટના અંતરે આવેલું છે.

મંદિર બનાવવાનું અભિયાન બીઆર શેટ્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેઓ અબુ ધાબીના જાણીતા ભારતીય વેપારી છે.

તેઓ યુએઈ એક્સચેન્જ નામની કંપનીના એમડી અને સીઈઓ છે.

આમ તો મંદિર વર્ષ 2017ના અંત સુધી બનીને તૈયાર થઈ જવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર તેમાં મોડું થયું.

હવે વડાપ્રધાન મોદીના પ્રવાસ દરમિયાન ભૂમિ પૂજન થઈ ગયું છે. અને તેના પર હવે કાર્ય શરૂ થઈ જશે.

બીબીસી સહયોગી રોનક કોટેચાએ જણાવ્યું કે હાલ તો ત્યાં માત્ર જમીન છે અને તેની આસપાસ કોઈ પ્રકારની બાઉન્ડ્રી કે સાઇન બોર્ડ નથી. પહેલી નજરે જોઈએ તો આ જગ્યા રણ જેવી લાગે છે.

કયા કયા દેવી દેવતા હશે મંદિરમાં?

ઇમેજ સ્રોત, Getty Images

મંદિરમાં કૃષ્ણ, શિવ અને અયપ્પા (વિષ્ણુ)ની મૂર્તિઓ હશે. અયપ્પાને વિષ્ણુનો એક અવતાર ગણવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળમાં તેમની પૂજા થાય છે.

રોનક જણાવે છે, "સાંભળવા મળ્યું છે કે મંદિર ખૂબ ભવ્ય હશે. તેમાં એક નાનું વૃંદાવન એટલે કે બગીચો અને ફુવારા પણ હશે."

મંદિર બનવાને લઈને અબુ ધાબીના સ્થાનિક હિંદુઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. હાલ તેમણે પૂજા કે લગ્ન જેવા સમારોહ કરવા માટે દુબઈ જવું પડે છે અને તેમાં આશરે ત્રણ કલાકનો સમય વપરાય જાય છે.

દુબઈમાં બે મંદિર (શિવ અને કૃષ્ણના) અને એક ગુરુદ્વારા પહેલેથી જ છે. અબુ ધાબીમાં ચર્ચ છે, પરંતુ કોઈ મંદિર નથી.

અબુ ધાબીમાં જ મંદિર શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય દૂતાવાસના આંકડા અનુસાર યુએઈમાં લગભગ 26 લાખ ભારતીયો વસેલા છે કે જે અહીંની આબાદીનો 30 ટકા ભાગ છે.

રોનક જણાવે છે કે બીઆર શેટ્ટીનો અબુ ધાબીમાં કારોબાર ફેલાયેલો છે, તેના માટે તેમને લાગ્યું કે અહીં રહેતા હિંદુઓ માટે પ્રાર્થનાસ્થળ હોવું જોઈએ.

યુએઈમાં કેવી રીતે રહે છે હિંદુઓ?

ઇમેજ સ્રોત, BBC/RAUNAK KOTECHA

ઇમેજ કૅપ્શન,

દુબઈમાં ગણપતિ વિસર્જન માટે જતા શ્રદ્ધાળુઓ

રોનક જણાવે છે કે બધા હિંદુ પોતાના ઘરોમાં દેવી-દેવતાઓની મૂર્તિ રાખે છે પૂજા પાઠ કરે છે.

ગણેશ ચતુર્થી, નવરાત્રિથી માંડીને હોળી, દિવાળી જેવા બધા જ તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે.

ભારત માટે યુએઈનું શું છે મહત્ત્વ?

ઇમેજ સ્રોત, VISITABUDHABI.AE

યુએઈ થોડા વર્ષો પહેલા સુધી ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર હતું.

હજુ પણ તે ચીન અને અમેરિકા બાદ ત્રીજા સ્થાને છે.

ક્રુડ ઑઇલ અને ઊર્જાના ક્ષેત્રમાં યુએઈ ભારતનું મહત્ત્વપૂર્ણ પાર્ટનર છે. ભારતને ગૅસ અને તેલની જરૂર છે અને યુએઈ તેના માટે સૌથી મોટું આપૂર્તિકર્તા છે.

યુએઈની આર્થિક સફળતાનો મતલબ છે કે તેની અર્થવ્યવસ્થા 800 અબજ ડોલરની છે.

યુએઈમાં રહેતા પ્રવાસી ભારતીય અમેરિકા અને યૂરોપથી ઘણાં અલગ છે.

રોકાણ માટે તેને માર્કેટની જરૂર છે જે ભારત પાસે છે. હાલ તો ભારતમાં તેનું રોકાણ માત્ર 3 અબજ ડોલરનું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો