નાઇજિરીયાની અજીબ ઘટના! સાપ ખાઈ ગયો 64 લાખ રૂપિયા?

સાપની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SPL

ઇમેજ કૅપ્શન,

જો ખરેખર આ વાત સાચી હોત, તો સાપે 36000 ચલણી નોટ ખાધી હોત

જેમ પ્રાણીઓ ઘાસચારો ખાય છે, તેમ સાપનો નાના જીવજંતુઓ, કાનખજૂરા અને નાના ઇંડા જેવો ચોક્કસ ખોરાક હોય છે.

પરંતુ શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે એક સાપ રૂપિયા (ચલણી નોટો)ને પોતાનો ખોરાક સમજીને આરોગી જાય અને એ પણ આશરે 64 લાખ રૂપિયા જેટલી માતબર રકમ!

વિશ્વાસ ન આવે તેવી આ વાત કહી છે નાઇજિરીયાના એક સેલ્સ ક્લાર્કે.

તેમણે ઑડિટરને જણાવ્યું કે સાપ 36 મિલિયન નાઇરા એટલે કે 1 લાખ ડોલર ખાઈ ગયો છે.

1 લાખ ડોલરની ભારતીય ચલણમાં આશરે 64 લાખ રૂપિયા જેટલી કિંમત થાય છે.

ફિલોમેના ચિશે નામનાં ક્લાર્ક નાઇજિરીયન એક્ઝામિનેશન બૉર્ડમાં કામ કરી રહ્યાં હતાં અને તેઓ પરીક્ષા ફી એકત્રિત કરતાં હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

જૉઇન્ટ એડમિશન એન્ડ મેટ્રીક્યુલેશન બૉર્ડે બીબીસીને જણાવ્યું કે તેમણે ક્લાર્કે કરેલા દાવાને ફગાવી દીધો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ મામલે સોશિયલ મીડિયા પર લોકો ભારે મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા.

એક ટ્વીટમાં કહેવામાં આવ્યું કે આટલી મોટી કિંમત એક જ સાપ ખાઈ જાય તે શક્ય નથી.

હદ તો ત્યારે થઈ જ્યારે સાપના નામે એક ટ્વિટર અકાઉન્ટ પણ ચાલુ કરવામાં આવ્યું. જેમાં મજાક મજાકમાં કહેવામાં આવ્યું કે તે (સાપ) હવે ખૂબ થાકી ગયો છે.

તો નાઇજિરીયાની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી 'ઇકોનૉમિક એન્ડ ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ કમિશને' આ ઘટનાને એક અલગ જ સ્વરૂપ આપીને રજૂ કરી. તેમનાં ટ્વીટમાં તેમણે ગરુડને રાષ્ટ્રીય પક્ષી બનાવી દીધું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો