અમેરિકા: કોણ છે શાળામાં ગોળીબાર કરનાર 19 વર્ષનો હુમલાખોર?

હુમલાબાદ પરિવારજનો Image copyright EPA

શું: એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના

ક્યારે: વેલેન્ટાઇન્સ ડેની સાંજે

ક્યાં: અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં

સ્થાનિક તંત્રએ પાર્કલૅન્ડ વિસ્તારમાં સ્ટોનમેન ડગ્લસ હાઇસ્કૂલમાં થયેલા ગોળીબારમાં એક શિક્ષક સહિત 17 વિદ્યાર્થીઓનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. આ હુમલામાં અન્ય વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે.

અધિકારીઓનું કહેવું છે કે એક મોટા વિસ્તારમાં ફેલાયેલી આ શાળાનાં કેમ્પસમાં ત્રણ હજારથી વધારે વિદ્યાર્થીઓ ભણતા હતા.

બ્રોવાર્ડ કાઉન્ટીના શેરિફે ટ્વીટ કરીને સૂચના આપી છે કે પોલીસે 19 વર્ષના હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. જેની ઓળખ નિકોલસ ક્રૂઝ તરીકે કરવામાં આવી છે.

Image copyright TWITTER/@FRANKLINWSVN
ફોટો લાઈન હુમલાખોર નિકોલસ જેના પર ગોળીબારનો આરોપ છે

19 વર્ષનો નિકોલસ આ જ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જેને શાળામાંથી કાઢી મૂકાયો હતો.

સ્થાનિક પોલીસે જણાવ્યું કે હુમલો કરતી વખતે નિકોલસ પાસે એઆર-15 પ્રકારની રાઇફલ હતી અને તેના પાસે ઢગલાબંધ કારતૂસો હતાં.

નિકોલસે શાળાના દરવાજા પાસેથી ગોળીબાર શરૂ કર્યો હતો અને પછી તે શાળાના પરિસરની અંદર ઘૂસ્યો હતો.

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ફાયરિંગ શરૂ કરતાં પહેલાં હુમલાખોરે ફાયર એલાર્મ વગાડ્યું હતું જેથી શાળામાં ભાગદોડ મચી જાય.

Image copyright REUTERS
ફોટો લાઈન ધરપકડ કરાયેલો નિકોલસ ક્રૂઝ

પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર હુમલાખોર તેના ઇરાદામાં સફળ રહ્યો હતો. જેવું જ ફાયર એલાર્મ વાગ્યું કે વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાંથી બહાર નીકળવા લાગ્યા.

એક વિદ્યાર્થીએ કહ્યું કે કોઈને પણ આવો અંદાજ ન હતો કે આ રીતે હુમલો થઈ શકે છે. બધા માનતા હતા કે શાળા એક સુરક્ષિત જગ્યા છે.

હુમલાના સમયે કેટલાક વિદ્યાર્થીઓ શાળાના વર્ગખંડોમાં છૂપાયા હતા. તેમાંથી એક લેક્સે ટ્વીટ કર્યું કે અમારી શાળામાં શૂટર ઘૂસ્યો છે અને તે કેમ્પસની અંદર જ છે. અમે ખુદને કમરાની અંદર બંધ કરી દીધા છે. ભગવાન જાણે હવે શું થશે?


અમેરિકામાં માસ શૂટિંગ

Image copyright REUTERS

અમેરિકાની નેશનલ કાઉન્સિલ મુજબ ફ્લોરિડાના અમેરિકાનું ત્રીજું સૌથી સુરક્ષિત મનાતું શહેર છે.

અમેરિકાની એક બિન સરકારી સંસ્થાના રિસર્ચ અનુસાર એ વાત સામે આવી છે કે શાળામાં કે તેના પરિસરના આજુબાજુ આ વર્ષે થયેલા ગોળીબારની આ 18મી ઘટના છે.

વર્ષ 2013થી અત્યારસુધી અમેરિકામાં 291 આવી દુર્ઘટનાઓ નોંધાઈ છે. જેની સરેરાશ કાઢવામાં આવે તો દર સપ્તાહે એક આવી ઘટના બની છે.

24 જાન્યુઆરી 2017માં કેન્ટકી શહેરની એક શાળામાં થયેલા ગોળીબારમાં બે વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં અને 17 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ