જસ્ટીન ટ્રુડો: એવા વડાપ્રધાન જેમની દીવાની છે વિશ્વભરની મહિલાઓ!

પરિવાર સાથે તાજમહેલની મુલાકાતે જસ્ટીન ટ્રુડો Image copyright Twitter/@JustinTrudeau
ફોટો લાઈન પરિવાર સાથે તાજમહેલની મુલાકાતે આવેલા જસ્ટીન ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો આજે ગુજરાતમાં છે. તેઓ અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIMA)માં વિદ્યાર્થીઓને સંબોધિત કરવાના છે.

ટ્રુડો ભારતના સાત દિવસના પ્રવાસ પર છે. શનિવારે તેઓ ભારત આવ્યા હતા.

જસ્ટીન ટ્રુડોની ગણના વિશ્વના સૌથી ચાર્મિંગ નેતાઓમાં થાય છે. 45 વર્ષની ઉંમરે તેમનું વ્યક્તિત્વ વિશ્વના અનેક લોકોને પ્રભાવિત કરી મૂકે છે.

વિશ્વના પ્રભાવક નેતાઓમાં જસ્ટીન ટ્રુડોની ગણના થઈ રહી છે. તે જે દેશમાં જાય છે ત્યાં તેઓ લોકો અને રાજનેતાઓને પ્રભાવિત કરે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ સાથે જસ્ટીન ટ્રુડો

ઉપરની તસવીરમાં જસ્ટીન ટ્રુડો જર્મનીનાં ચાન્સલર એન્જેલા મર્કેલ સાથે નજરે પડે છે.

મર્કેલની આંખોને જરા ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે જસ્ટીનનો જાદુ ભલભલાને પોતાના પ્રશંસક બનાવી દે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન ઇવાન્કા ટ્રમ્પ સાથે જસ્ટીન ટ્રુડો

થોડા સમય પહેલાં તેઓ અમેરિકાના પ્રવાસ પર ગયા હતા. તે સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા પર તેમના વ્યક્તિત્વનો જાદુ જોઈ શકાય છે.

ઇવાન્કાએ ખાસ કરીને જસ્ટીન ટ્રુડોની પાસેની ખુરશી પર જ બેસવાનું પસંદ કર્યું હતું. જસ્ટીન ટ્રુડોના પિતા પિયરે ઇલિયટ ટ્રુડો પણ કેનેડાના વડાપ્રધાન રહી ચૂક્યા છે.

પરંતુ જસ્ટીનને રાજનીતિ વારસામાં મળી નથી. તેમણે તેમના પિતાના અવસાન બાદ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.

પહેલાં તેમણે કેનેડાના લોકો વચ્ચે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું ત્યારબાદ વિશ્વના લોકો પર તેમની અસર જોવા મળી રહી છે.

Image copyright Getty Images
ફોટો લાઈન ઓબામા પરિવાર સાથે જસ્ટીન ટ્રુડો

તેમના પિતા બે કાર્યકાળમાં કુલ મળીને 15 વર્ષ સુધી કેનેડાના વડાપ્રધાન રહ્યા હતા.

2000ની સાલમાં જસ્ટીન ટ્રુડોના પિતાનું અવસાન થયું અને તેના આઠ વર્ષ બાદ તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તે ઝડપથી કેનેડાના રાજકારણમાં પોતાની જગ્યા બનાવતા ગયા.

આ તસવીરમાં મિશેલ ઓબામાના ચહેરાનો ભાવ દર્શાવે છે કે તેઓ જસ્ટીન ટ્રુડોથી પ્રભાવિત છે.

Image copyright Getty Images
ફોટો લાઈન બ્રિટનના શાહી પરિવાર સાથે જસ્ટીન ટ્રુડો

તેમના પિતાના અવસાન પર તેમણે જે શોક સંદેશ વાંચ્યો તે એટલો પસંદ કરવામાં આવ્યો હતો કે કેનેડાની બ્રૉડકાસ્ટિંગ સર્વિસ પર રોજ સેંકડો ફોન કોલ્સ આવતા હતા કે તેનું પુન:પ્રસારણ કરવામાં આવે.

ઉપરની તસવીરમાં બ્રિટનના શાહી પરિવારના સદસ્યો સાથે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલ્ટનની સાથે જસ્ટીન ટ્રુડો જોવા મળી રહ્યા છે.

Image copyright Getty Images
ફોટો લાઈન બ્રિટિશ અભિનેત્રી એમા વૉટસન સાથે જસ્ટીન ટ્રુડો

તેઓ દુનિયાના એકમાત્ર વડાપ્રધાન છે જેમણે પોતાના હાથમાં ટેટ્ટુ કરાવ્યું છે. તેમને સામાન્ય લોકોની જેમ જ કેનેડાના રસ્તા પર ચાલતા જોઈ શકાય છે.

કોઈ દેખાડા વિના કે કોઈ સુરક્ષા વિના કેનેડાની બસોમાં તેઓ સફર કરે છે. ઉપરની તસવીરમાં જસ્ટીન ટ્રુડો બ્રિટિશ અભિનેત્રી એમા વૉટસન સાથે નજરે પડી રહ્યા છે.

Image copyright Getty Images
ફોટો લાઈન બાંગ્લાદેશના વડાપ્રધાન સાથે જસ્ટીન ટ્રુડો

આ જસ્ટીનના વ્યક્તિત્વનો મોહક અંદાજ છે કે યુવા મહિલાઓની સાથે સાથે મોટી ઉંમરના લોકો પણ તેમનાથી પ્રભાવિત થાય છે.

ઉપરની તસવીરમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના હાવ-ભાવથી આ પ્રતિબિંબિત થઈ રહ્યું છે.

Image copyright Getty Images
ફોટો લાઈન સામાન્ય લોકો સાથે હાથ મિલાવતા જસ્ટીન ટ્રુડો

સામાન્ય લોકોના અવાજને સાથ આપવા માટે જસ્ટીન કોઈ પરેડમાં પણ સામેલ થઈ શકે છે. પછી ભલે તે સમલૈંગિક લોકોની પરેડ જ કેમ ના હોય.

જસ્ટીને કૉલેજના દિવસોની મિત્ર સોફિયા ગ્રેગરી સાથે 2005માં લગ્ન કર્યાં હતાં.

હાલ તેઓ ત્રણ બાળકોના પિતા છે.

Image copyright Getty Images
ફોટો લાઈન પત્ની સોફિયા ગ્રેગરી સાથે જસ્ટીન ટ્રુડો

જોકે, તેઓ પરિવાર સાથે રજાઓ ગાળવાનો એક પણ મોકો જવા દેતા નથી.

વિશ્વના મોટા મોટા નેતાઓ સાથે ઉઠવા બેસવા સાથે સાથે જસ્ટીનની ખાસ વાત એ છે કે તેમને બાળકોને ખવડાવવામાં બહુ મજા આવે છે.

વાસ્તવમાં હાલના સમયમાં જસ્ટીન ટ્રુડોનું વ્યક્તિવ એવું પ્રભાવક છે કે તેમની તોલે અન્ય નેતાઓ આવી શકે એમ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ