'મક્કામાં મારી જાતીય સતામણી થઈ હતી'

મક્કા

બ્રિટનની નાગરિક એંજી એંગેનીએ કહ્યું છે કે વર્ષ 2010માં હજ દરમિયાન મક્કામાં તેમની જાતીય સતામણી થઈ હતી.

તેમણે બીબીસીને કહ્યું, "મસ્જિદ અલ-હરમની બહાર સુપર માર્કેટમાં એક શખ્સે મારા નિતંબને સ્પર્શ કર્યો અને પછી તેને દબાવવા લાગ્યો."

એ વધુમાં કહે છે, "હું આઘાતમાં આવી ગઈ. મારી મા મારાથી બે મીટર દૂર ઊભી હતી. ડરને કારણે મારો અવાજ નહોતો નીકળી રહ્યો."

એંજી કહે છે કે તેમની બહેનનું મસ્જિદ અલ-હરમમાં એક ગાર્ડે જાતીય શોષણ કર્યું હતું.

તમને આ વાંચવું પણ ગમશે:

તેમણે કહ્યું, “મેં એમને જોરથી કહ્યું કે આ તમે શું કરી રહ્યા છો. તમે મારી બહેનને હાથ ન લગાડી શકો. પોલીસનું કામ છે કે એ લોકોની સુરક્ષા કરે."

"તમે મસ્જિદ અલ-હરમના રક્ષક છો. એ મારા પર હસવા લાગ્યો. હું એની સામે ચીસો પાડી રહી હતી કે તમે મારી બહેન સાથે શું કરી રહ્યા છો અને એ હસી રહ્યો હતો."


સોશિયલ મીડિયા પર ફરિયાદ

Image copyright Getty Images

એંજી પહેલી મહિલા નથી કે જેમણે પવિત્ર સ્થળ પર જાતીય શોષણ થયાનો પોતાનો અનુભવ જણાવ્યો હોય.

આ વાત એ પાકિસ્તાની મહિલાથી શરૂ થઈ હતી, જેમણે પોતાના અનુભવને ફેસબુકના માધ્યમથી જાહેર કર્યો હતો.

ત્યારબાદ તો એવી ઘટનાઓ જાહેર કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો.

ઇજિપ્ત-અમેરિકન મૂળનાં મહિલાવાદી પત્રકાર મોના એલ્તાહવીએ ટ્વિટર પર આ મુદ્દે #MosqueMeTooની શરૂઆત કરી.

જેનો ઉદ્દેશ અન્ય મહિલાઓને પોતાનાં જાતીય શોષણની વાત કરવા માટે પ્રેરવાનો હતો.

મુસ્લિમ મહિલાઓએ આ હૅશટૅગનો ઉપયોગ કર્યો અને 24 કલાકથી પણ ઓછા સમયમાં બે હજાર વખત ટ્વીટ્સમાં તેનો ઉપયોગ થયો.

વિવિધ દેશોની મુસ્લિમ મહિલાઓએ હૅશટૅગ #MosqueMeToo મારફતે હજ અને અન્ય ધાર્મિક યાત્રાઓ દરમિયાન પોતાની સાથે બનેલી જાતીય શોષણની ઘટનાઓ રજૂ કરી રહી છે.

ઘણી મહિલાઓએ ટ્વિટર પર જણાવ્યું હતું કે કેવી રીતે તેમના શરીરને દબાવવાની કોશિશો થઈ.

ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરવામાં આવી અથવા કોઈએ કેવી રીતે તેમના શરીર પર હાથ ફેરવવાની કોશિશ કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો